Get The App

મોબાઈલ યુઝર્સ માટે ગુડ ન્યૂઝ! ટાવર નેટવર્ક વગર મળશે ફોન સર્વિસ, મસ્કનો પ્લાન શરૂ!

Updated: Jan 27th, 2025


Google NewsGoogle News
મોબાઈલ યુઝર્સ માટે ગુડ ન્યૂઝ! ટાવર નેટવર્ક વગર મળશે ફોન સર્વિસ, મસ્કનો પ્લાન શરૂ! 1 - image


Direct-to-Cell satellite Service: SpaceXના CEO ઈલોન મસ્કે તાજેતરમાં નવા પ્લાન વિશે પુષ્ટિ કરી હતી કે, ટાવર નેટવર્ક વગર મોબાઇલ ફોન સેવા ઉપલબ્ધ થશે. અને તેનુ બીટા પરીક્ષણ આજથી શરૂ પણ થઈ કરવામાં આવશે.

આ પણ વાંચો: ‘ટિક-ટોક’ ઇન્સ્ટોલ હોય એવા આઇફોનની કિંમત અમેરિકામાં છે 43 કરોડ રૂપિયા: કેમ યુઝર્સ એપને ડાઉનલોડ નથી કરી શકતા?

X પ્લેટફોર્મ પર આપી માહિતી

X પ્લેટફોર્મ પર કરવામાં આવેલી એક પોસ્ટ પ્રમાણે, Starlink ની  Direct-to-Cell satellite  સેવાનું બીટા પરીક્ષણ આજથી એટલે કે 27 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. ઈલોન મસ્કે X પ્લેટફોર્મ પર IBC ગ્રુપના સ્થાપક મારિયો નૌફાલની પોસ્ટ ફરીથી શેર કરીને આ વાતની પુષ્ટિ કરી હતી. તેમાં Starlink ની  Direct-to-Cell satellite  સેવાનો ઉલ્લેખ કર્યો છે.

કેમ ખાસ છે આ સર્વિસ

Direct-to-Cell satellite સેવા હેઠળ મોબાઈલ ફોન સીધા સેટેલાઇટ આધારિત નેટવર્ક સાથે જોડાયેલો રહેશે. ત્યાર બાદ તેઓ ફોન સેવાનો ઉપયોગ કરી શકશે.

જમીન પર ટાવરની જરુર નહીં 

Direct-to-Cell satellite સર્વિસ હેઠળ જમીન પર મોબાઇલ નેટવર્ક ટાવર સ્થાપિત કરવાની કોઈ જરૂર નહીં રહે.  ત્યારે પરંપરાગત મોબાઇલ ટાવર્સ પરનો ભાર ઓછો થઈ જશે.

શું શું સર્વિસ મળશે

ડાયરેક્ટ-ટુ-સેલ સેટેલાઈટ સર્વિસ હેઠળ વપરાશકર્તાઓને ફોન કોલ્સ, મેસેજ અને ઇન્ટરનેટ બ્રાઉઝિંગની સુવિધા મળી રહેશે. 

આ વિસ્તારોમાં થશે ફાયદો

Mario Nawfaના જણાવ્યા પ્રમાણે અવકાશમાં ફોન ટાવર હશે. તેનાથી એ વિસ્તારોને ફાયદો થશે, જ્યાં હજુ સુધી ઇન્ટરનેટ સેવા પહોંચી નથી, એવા વિસ્તારોને પણ ફાયદો થશે. 

આ પણ વાંચો: સેમસંગે તેના પહેલાં ટ્રી-ફોલ્ડ સ્માર્ટફોનનું ટીઝર જાહેર કર્યું, આ વર્ષે રિલીઝ કરશે ચાર ફોલ્ડેબલ ફોન

જૂના ફોન પર પણ મળશે સપોર્ટ 

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે મોબાઇલ યુઝર્સને નવો ફોન ખરીદવાની જરૂર નહીં રહે. તેમજ ફોનમાં વધારાના હાર્ડવેરની પણ જરૂર રહેશે નહીં.

આ લોકોને પણ થશે ફાયદો

આ ટેકનોલોજી એ લોકો માટે વરદાન રુપ સાબિત થશે જેઓ દૂરના વિસ્તારો કે જંગલો વગેરેમાં રહે છે. તેઓને આ ટેકનોલોજીનો લાભ મળી રહેશે. 


Google NewsGoogle News