ફોન-પીસી કે લાઈફ : રિસ્ટાર્ટ કરો !
- rzðkRMkLkk ÃkVkuo{oLMk yLku zuxkLke rMkõÞkurhxe - çktLku fkhýu rzðkRMk rLkÞr{ík heíku rhMxkxo Úkðwt sYhe Au
તમે ટ્વેલ્થ ફેઇલ ફિલ્મ જોઈ છે? આ ફિલ્મ ગમવાનાં આમ તો ઘણાં
કારણો છે, પણ એક મોટું કારણ છે તેની
ટેગલાઇન - રિસ્ટાર્ટ.જીવનમાં હાર મળે, અનેક અવરોધોથી આપણે અટવાઈ
પડીએ ને હતાશામાં ગરકાવ થઈ જઇએ ત્યારે ફરી જોશભેર આગળ વધવાનો એક જ રસ્તો છે -
લાઇફને રિસ્ટાર્ટ કરવી.
પ્રોબ્લેમ્સ-અવરોધો દૂર થશે.
કુદરતે સર્જેલા અદભૂત મશીનને આ વાત લાગુ થતી હોય તો માણસે સર્જેલા કમ્પ્યૂટર કે સ્માર્ટફોનને તે લાગુ થાય તેમાં કોઈ નવાઈ નથી. આપણી જેમ આપણાં પીસી અને ફોન પણ નિયમિત રીતે રિસ્ટાર્ટ થવાં જરૂરી છે. સાંજ કે રાત પડતાં પીસી તો મોટા ભાગે બંધ થાય છે, પણ ફોન ચોવીસે કલાક ચાલુ રહે છે. તેને પણ - ભલે થોડી ક્ષણો પૂરતો - આરામ આપવો જરૂરી છે.
VkuLk
rhMxkMxo fhðkÚke þwt ÚkkÞ Au?
ફોન પાવર ઓફ કરીએ ત્યારે ફોનમાંી બધી પ્રોસેસ પૂરેપૂરી બંધ થાય છે. તેને
રિસ્ટાર્ટ કરીએ, ત્યારે પણ એ જ થાય છે, પણ એ પછી તરત, આપોઆપ ફોન ઓન થાય છે. આ
પ્રક્રિયા નિયમિત રીતે થવી જરૂરી છે.
આપણામાંના મોટા ભાગના લોકોનો અનુભવ હોય છે કે આપણને નવો ફોન ખરીદવા માટે ફક્ત કોઈને કોઈ બહાનું જોઇતું હોય છે. આવું સૌથી સહેલું અને હાથવગું બહાનું છે ધીમો થતો જતો ફોન. સમય સાથે ફોન સોફ્ટવેર-હાર્ડવેરની રીતે ખરેખર સ્માર્ટ થતા જાય છે તેમ છતાં એક બે વર્ષના ઉપયોગ પછી ફોનનું પર્ફોર્મન્સ બગડતું જાય છે. આમ થવાનું એક મોટું કારણ એ છે કે આપણે ફોનને નિયમિત રીતે, નિયત સમયાંતરે રિસ્ટાર્ટ કરતા હોતા નથી. આપણા ફોનમાં વિવિધ એપ્સનો ઉપયોગ કરીએ તેમ તેમ તેમાંની ઘણી બાબતો ટેમ્પરરી ફાઇલ્સ તરીકે ફોનમાં જમા થતી જાય છે. આ બધું મોટા ભાગે કેશ સ્વરૂપે કે રેમમાં સ્ટોર થાય છે. આપણે જે તે એપ બંધ કરીએ એ સાથે આ બધુ ખરું ડિલીટ થાય છે પરંતુ ફોનમાંની ઘણી એપ એવી હોય છે જે ફોનનો ઉપયોગ આપણે બંધ કરીએ એ પછી પણ કોઈને કોઈ કારણે બેકગ્રાઉન્ડમાં ચાલુ રહે છે પરિણામે ફોનમાં મોટા ભાગે બિનજરૂરી બાબતોનો ભરાવો થતો રહે છે. ફોનને આપણે પૂરેપૂરો પાવર ઓફ કરીને ફરીથી સ્ટાર્ટ કરીએ તો તે મિનિ ફેકટરી રિસેટ જેવું કામ કરે છે અને ફોનમાંની ઘણી બિનજરૂરી બાબતોની સાફસૂફી થઈ જાય છે.
ÃkVkuo{oLMk
{kxu rLkÞr{ík rhMxkxo WÃkÞkuøke Au
ફોન લાંબો સમય સારું પર્ફોર્મન્સ આપતો રહે તે માટે તેને નિયમિત રીતે રિસ્ટાર્ટ
કરવો જરૂરી છે. મોટા ભાગના નિષ્ણાતો માને છે કે ફોન ત્રણ દિવસથી લઇને ઓછામાં ઓછું
દર અઠવાડિયે એક વાર રિસ્ટાર્ટ કરવો જોઇએ.
બહેતર પર્ફોર્મન્સઃ ફોન રિસ્ટાર્ટ કરવાને કારણે ફોનમાંની ટેમ્પરરી ફાઇલ્સ દૂર
થાય છે અને બેકગ્રાઉન્ડ એપ્સ બંધ થાય છે. પરિણામે ફોનની મેમરી ખાલી થાય છે અને
ફોનની ઝડપ વધે છે.
નાની મોટી ખામી દૂર થાયઃ કોઈ એપ વારંવાર ક્રેશ થતી હોય કે ફોનનો સ્ક્રીન હેંગ
થઈ જવા જેવી નાની મોટી ખામી ફોનને રિસ્ટાર્ટ કરવાથી દૂર થઈ જાય છે.
બેટરી લાઇફ વધે છેઃ આપણા ફોનમાં ઘણી એપનો આપણે સીધો ઉપયોગ ન કરીએ તો પણ ફોનમાં
જુદી જુદી પ્રોસેસ ચાલુ રહેતી હોય છે. જેને કારણે બેટરી પરનું ભારણ સતત વધતું રહે
છે. ફોન રિસ્ટાર્ટ કરવાથી બેટરી પરનો આવો બોજો દૂર થતાં તેની આવરદા વધે છે.
ઓવરહીટિંગ ઘટે છેઃ ફોનમાં ચાલુ રહેતી પ્રોસેસ બેટરી પર ભાર વધારે છે તેમ
ફોનમાં ગરમીનું પ્રમાણ પણ વધારે છે. ફોનને રિસ્ટાર્ટ કરવાથી ચાલુ એપ્સ બંધ થવાથી
ફોનમાં ગરમી ઘટે છે અને તેને કારણે ફોન વધુ પડતો ગરમ થવાની શક્યતા ઘટે છે.
બહેતર કનેક્ટિવિટીઃ આપણો ફોન મોબાઇલ નેટવર્ક કે વાઇ-ફાઇ સાથે કનેક્ટેડ હોય
ત્યારે તેમાં નાની મોટી મુશ્કેલીઓ આવતી હોય છે. ફોન રિસ્ટાર્ટ કરવાથી આ ખામીઓ દૂર
થાય છે અને ફોનને ફ્રેશ કનેકશન મળે છે.
સિસ્ટમ અપડેટ થાય છેઃ આપણો ફોન સારી કંપનીનો હોય તો તેમાં નિયમિત રીતે સોફ્ટવેર અપડેટ અને સિક્યોરિટી પેચ મળતા હોય છે. આ બધું આપણે ડાઉનલોડ કરીએ ત્યારે અથવા નિશ્ચિત સેટિંગ કર્યું હોય તો આપોઆપ ફોનમાં ડાઉનલોડ થાય છે. પરંતુ ઘણી વાર રિસ્ટાર્ટ થાય એ પછી જ તે બરાબર ઇન્સ્ટોલ થાય છે અને તેનો ઉપયોગ શરૂ થાય છે. એ કારણે પણ ફોન નિયમિત રીતે રિસ્ટાર્ટ કરવો જરૂરી છે.
rMkõÞkurhxe
{kxu Ãký rhMxkxo sYhe Au
ફોનનું પર્ફોર્મન્સ સુધારવા માટે તેને નિયમિત રીતે રિસ્ટાર્ટ કરવો જરૂરી છે.
એથી વધુ મોટું કારણ છે સિક્યોરિટી.
સાયબર ક્રિમિનલ જેમ જેમ વધુ સ્માર્ટ થતા જાય છે તેમ તેમ તે આપણા ફોનને વધુ ને
વધુ ખાનગી રીતે ઇન્ફેક્ટ કરવાની રીતો શોધે છે. આ કારણે આપણા ફોનમાં કોઈ ગરબડિયો
કોડ ઘૂસી જાય અને આપણને તેની ખબર સુદ્ધાં ન પડે એવું પણ બને. અગાઉ મોટા ભાગે એવું
બનતું કે આપણે ફોનમાં કોઈ આખેઆખી એપ ઇન્સ્ટોલ કરીએ તો તેની સાથે માલિશિયસ કોડ
ફોનમાં ઘૂસે. હવે ફક્ત મેસેજ કે સોશિયલ મીડિયા કે ઇમેઇલમાં આવેલી લિંક ક્લિક
કરવાથી ફોનમાં જોખમી કોડ ઇન્સ્ટોલ થઈ શકે છે.
ક્યારેક તો ફક્ત કોઈ મિસ્ડ કોલનું નોટિફિકેશન આવે અને આપણે તેને તપાસીએ એટલા
માત્રથી ફોનમાં જોખમી કોડ ઇન્સ્ટોલ થઈ શકે છે. આવી નવી ટેકનિક ઝીરો ક્લિક એટેક તરીકે ઓળખાય છે.
સ્માર્ટફોન હેકિંગની આવી બધી ટેકનિકથી બચવાનો સહેલો ઉપાય ફોનને નિયમિત
રિસ્ટાર્ટ કરવાનો છે. ફોનને ફક્ત રિસ્ટાર્ટ કરવાથી ફોન પૂરેપૂરો સિક્યોર થઈ જાય
એવું નથી સલામતી ચોક્કસ રીતે વધે છે. ઘણી વાર એપ્સની સાથે ફોનમાં ઇન્સ્ટોલ થયેલા
જોખમી કોડ અમુક સમય પછી એક્ટિવેટ થતા હોય છે. ફોનને રિસ્ટાર્ટ કરવાથી આવી એપ
પૂરેપૂરી બંધ થવાથી જોખમી કોડ એક્ટિવેટ થવાની શક્યતા ઘટે છે.
વાતમાં હજી થોડા ઊંડા ઉતરીએ. આપણા ફોનની ઓપરેટિંગ સિસ્ટમનો નિયમિત ઉપયોગ થાય
ત્યારે સમય સાથે તેમાં કોઈ ને કોઈ ફેરફાર થતા હોય છે. ફોન રિસ્ટાર્ટ થવાથી આ
ફેરફારો દૂર થાય છે અને ઓપરેટિંગ સિસ્ટમ તેની મૂળ સ્થિતિમાં આવે છે.
એ જ રીતે, ફોનમાં દાખલ થયેલા અમુક
પ્રકારના વાયરસ કે માલવેર રિસ્ટાર્ટ પછી ટકી શકતા નથી. કેમ કે તેમને એક્ટિવ રહેવા
માટે સતત નેટવર્ક કનેકશનની જરૂર હોય છે. અમુક વાયરસ કે માલવેર ફોનની હાર્ડ ડિસ્ક
સુધી પહોંચતા નથી પરંતુ ટેમ્પરરી ફાઇલ સ્વરૂપે રેમમાં જળવાઈ રહે છે. ફોનને
પૂરેપૂરો રિસ્ટાર્ટ કરીએ એ સાથે રેમ ખાલી થવાને કારણે તેમાંના જોખમી વાયરસ કે
માલવેરનો પણ સફાયો થાય છે.
સાર એટલો કે નિયમિત રિસ્ટાર્ટ જરૂરી છે!
VkuLk
ykuxku-rhMxkxo fuðe heíku fhkÞ?
ફોનને નિયમિત રીતે, ચોક્કસ સમયાંતરે રિસ્ટાર્ટ
કરવાના ફાયદા બાજુમાં લખ્યા છે, પરંતુ આ કામ અમલમાં મૂકવું
મુશ્કેલ હોય છે.
આપણે અન્ય કામમાં એટલા ગળાડૂબ હોઈએ કે આ મહત્ત્વનું કામ કરવા ધાર્યું હોય તો
પણ મોટા ભાગે ભૂલી જઇએ. પરંતુ ફોનને રિસ્ટાર્ટ કરવાનું મહત્ત્વ પારખીને મોટા ભાગની
મોબાઇલ કંપની હવે આપણે નક્કી કરેલા દિવસે અને સમયે ફોનને ઓટો રિસ્ટાર્ટ કરવાની
સગવડ આપે છે.
તમારા મોબાઇલની કંપની, મોડેલ તથા ઓપરેટિંગ સિસ્ટમના
વર્ઝન અનુસાર આ સુવિધાનું નામ અને સ્થાનમાં ફેરફાર હોઈ શકે છે પરંતુ મોટા ભાગે
સિક્યોરિટી સેટિંગ્સમાં તે મળશે. સીધેસીધું ઓટો રિસ્ટાર્ટ સર્ચ કરવાથી પણ તેના સુધી પહોંચી શકાશે.