ગોડ પાર્ટિકલ હિંગ્સ બોઝોનના શોધક પીટર હિંગ્સનું નિધન, બોઝોન નામ આ ભારતીય વૈજ્ઞાનિક પરથી પડયું છે
નવો પાર્ટીકલ ચુંબકિય ક્ષેત્ર તૈયાર કરીને અન્ય પાર્ટિકલને પોતાની તરફ ખેચે છે.
સ્વીટઝરલેન્ડની સરહદે લાર્જ હાઇડ્રોન કોલોરાઇડર મશીનનો પ્રયોગ જાણીતો બન્યો હતો.
નવી દિલ્હી, 10 એપ્રિલ,2024, બુધવાર
હિંગ્સ બોઝોન જેવી સદીની મહાન શોધ કરીને નોબેલ પારિતોષિક મેળવનારા મહાન વૈજ્ઞાનિક પીટર હિગ્સનું અવસાન થયું છે. એડિનબરા યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર પીટર હિગ્સ કેટલાક સમયથી બીમાર હતા. જેમને 8 એપ્રિલ સોમવારના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.પીટર હિગ્સનો જન્મ ઇંગ્લૅન્ડમાં ૨૯ મે, ૧૯૨૯માં થયો હતો. હાલમાં તેઓ હિગ્સ બોઝનની શોધના તે સર્વેસર્વા ગણાય છે.
એવું કહેવાય છે કે આ ઈશ્વરીયકણની શોધ કરવા હિગ્સે પોતાનું આખું જીવન ખર્ચી નાખ્યું હતું.. હિગ્સે પ્રાથમિક શિક્ષણ ઇંગ્લૅન્ડના બ્રિસ્ટલ શહેરની કોટહેમ ગ્રામર સ્કૂલમાંથી લીધું હતું. બદનસીબે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિગ્સનો અભ્યાસ અટકી ગયો હતો. ત્યાર બાદ હિગ્સે લંડનની કિંગ્સ કૉલેજમાં ભૌતિક વિજ્ઞાનનો વધુ અભ્યાસ કર્યો.
૧૯૫૦માં હિગ્સે ફર્સ્ટક્લાસ ઑનર્સ સાથે ડિગ્રી મેળવી અને લેક્ચરરની નોકરી પણ મળી, પણ હિગ્સે આ નોકરી કરી નહિ. હિગ્સને હંમેશા કંઈક જુદું કરવા જ જોઈએ. કદાચ આ ગોડ પાર્ટિકલ (ઇશ્વરીય કણ) તેનું જ પરિણામ છે. સ્કુલમાં ભૌતિક વિજ્ઞાનમાં શિખવવામાં આવે છે કે કોઇ પણ વસ્તુ પરમાણુંઓથી બનેલી છે. ઇલેકટ્રોન ,પ્રોટ્રોન અને ન્યુટ્રોન આ પણ કવાંક અને અન્ય ઉપ પરમાણું પાર્ટકલથી બનેલા છે. વૈજ્ઞાનિક લાંબા સમય સુધી દૂવિધામાં હતા કે બ્રહમાંડના આ સુક્ષ્મખંડ કેવી રીતે આકાર ધરાવે છે.
આકાર વગર પાર્ટિકલ એક સાથે જોડાયેલા રહી શકે નહી. બ્રિટીશ વૈજ્ઞાનિક પીટર હિગ્સ અને તેમના સાથી મિત્રોએ બેલ્જીયમ અને અમેરિકામાં 1960ના દશકામાં એક સિધ્ધાંત પ્રસ્થાપિત કર્યો તે મુજબ નવો પાર્ટીકલ ચુંબકિય ક્ષેત્ર તૈયાર કરીને અન્ય પાર્ટિકલને પોતાની તરફ ખેચે છે. પરમાણું સંશોધન સંબંધી યૂરોપિય કેન્દ્વ સર્નમાં પરમાણું પર કરવામાં આવેલા વિખંડિત સંબંધી પ્રયોગોમાં આની સહેજ ઝલક પણ મળી હતી. હિગ્સ બોઝોનના બોઝોન માનો હિગ્સ શબ્દ બ્રિટીશ વૈજ્ઞાનિક પીટર હિગ્સ નામ પરથી છે.
જે સ્વીટઝરલેન્ડની સરહદે લાર્જ હાઇડ્રોન કોલોરાઇડર મશીનનો પ્રયોગ કર્યા પછી પ્રકાશમાં આવ્યા હતા. ભારતના મહાન વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ બોઝનું નામ પણ ગોડ પાર્ટિકલ સાથે જોડાયેલું છે. બોઝોન નામ સત્યેન્દ્રનાથ બોઝના નામ પરથી છે. બ્રહ્માંડમાં માત્ર બે પ્રકારના જ પદાર્થકણો છે. એક બોઝોન, નહીં તો ફર્મીઓન્સ એટલે કે બ્રહ્માંડ માત્ર બે પ્રકારના પદાર્થકણોનું બનેલું છે. બોઝોન્સ, નહીં તો ફર્મીઓન્સ.
એટલે વિજ્ઞાનીઓમાં રમૂજ થતી હોય છે કે બ્રહ્માંડમાં કાં તો ઈન્ડિયન છે, નહીં તો ઈટાલિયન, કારણ કે બોઝ ઈન્ડિયન હતા અને ફર્મી ઈટાલિયન હતા. બ્રહ્માંડમાં ઈન્ડિયન અથવા ઈટાલિયન સિવાય બીજો કોઈ કલાસ જ નથી. આટલું બધું મહત્વ ઈન્ડિયા અને ઈટલીનું બ્રહ્માંડમાં છે. એક કવોન્ટમ સ્ટેટમાં ગમે તેટલા બોઝોન રહી શકે, જ્યારે એક કવોન્ટમ સ્ટેટમાં માત્ર એક જ ફર્મીઓન રહી શકે.
ભારતનો એટલે કે ભારતીયોનો એ ગુણ છે કે ગમે તેટલાનો તે સમાવેશ કરી શકે છે. ભારતની સંસ્કૃતિ એકલસૂરી નથી. તે બધાનો જ સમાવેશ કરી શકે એટલી વિશાળ છે. તે વૈશ્વિક સંસ્કૃતિ છે. માટે જ ભારતમાં જાતજાતના લોકો આવી વસ્યા છે અને તેની સંસ્કૃતિ ભાતીગળ છે. ભારતની સંસ્કૃતિ વિવિધતામાં એકરૂપતા દર્શાવે છે. બોઝ સ્ટેટિસ્ટિક્સ ભારતની સંસ્કૃતિને અનુરૂપ છે.
આપણે બોઝના બોઝોન્સ અને ફર્મી-ડીરાકના ફર્મીઓન્સ વિષે વાત કરી. એક કવોન્ટમ સ્ટેટમાં ગમે તેટલા બોઝોન્સ રહી શકે, જ્યારે એક કવોન્ટમ સ્ટેટમાં માત્ર એક જ ફર્મીઓન રહી શકે. ગ્રહો અને તેમની વચ્ચેના સંબંધો સમજવા માટે ન્યુટનના ગુરુત્વાકર્ષણના સિધ્ધાંતને સમજવો આવશ્યક છે.
જગતની દરેક વસ્તુ પોતાની આસપાસની જોવા મળતી બીજુ વસ્તુઓને પોતાની તરફ આકર્ષે છે.આ સિધ્ધાંત આમ તો બધી જ જગ્યાએ લાગું પડે છે પરંતુ પરંતુ ઘણી જગ્યાએ તે કામ કરતો નથી. જેમ કે ગેસના અણુઓની ગતિની વાત કરીએ તો આ નિયમ લાગુ પડતો નથી.
ગેસમાં અસંખ્ય પ્રકારના અણુઓ હોય છે જે હંમેશા ગતિશીલ રહે છે. આની ગતિશીલતાને ગેસના દાબ અને તાપ સાથે સંબંધ હોય છે. ગેસના અણુઓની ગતિને સમજવા માટે ગણિતના ઔસતના નિયમોની મદદ લેવામાં આવે છે. તેને સમજવા માટે મેકસવેલ અને વોલ્ટેજને ગાણેતિક સિધ્ધાંતો શોધ્યા જે સાંખ્યિકી ના નામથી ઓળખાય છે .આધુનિક ભૌતિક વિજ્ઞાનમાં આની ડગલે ને પગલે જરુર પડે છે. પરંતુ મેકસવેલ અને વોલ્ટેજમેન દ્વારા શોધાયેલા આ નિયમ ત્યાં સુધી જ કામ કરે છે
જયાં સુધી વૈજ્ઞાનિકોને માત્ર પરમાણુઓ અંગેની જ જાણકારી હતી. પરંતુ વિજ્ઞાનને માલુમ પડયું કે પરમાણુની અંદર પણ અનેક પ્રકારના પરમાણુ કણ હોય છે અને તેની ગતિ ખૂબજ અનોખી હોય છે . ત્યારે તેમનો આ નિયમ ફેલ થઇ ગયો છે . સત્યેન્દ્વનાથ બોઝે એક નવા નિયમની શોધ કરી જે આગળ જતાં બસુ આઇનસ્ટાઇન સાંખ્યિકીના નામથી ઓળખાય છે.
આ નિયમના આધારે વૈજ્ઞાનિકોએ પરમાણું કણોનો ગહન અભ્યાસ કર્યો. એને જોયું કણ બે પ્રકારના હોય છે. તેમાં એક કણનું નામ બોઝોન અને બીજા કણનું નામ પ્રસિધ્ધ વૈજ્ઞાનિક અનરીકો ફર્મીના નામ પર ફર્મિઓન રાખવામાં આવ્યું હતું. સત્યેન્દ્રનાથ બોઝનો જન્મ 1 જાન્યુઆરી 1894 ના રોજ કલકત્તામાં થયો હતો.
તેમનું મુળ વતન નડિયા જિલ્લામાં આવેલું બારા જગુલીયા ગામ હતું. પરંતુ 3 પેઢી પહેલાના વારસદારો ગામ છોડીને કલકત્તા રહેવા આવ્યા હતા. બંગાળપ્રદેશનું નડિયા એક જમાનામાં બંગાળની સાંસ્કૃતિક અને બૌદ્વિક પ્રવૃતિઓનું કેન્દ્ર ગણાતું હતું. પરંતુ અંગ્રેજોના આગમન પછી કલક્તા શહેર બ્રિટીશ શાસનની રાજધાની બનતા નડિયાનું મહત્વ ઘટી ગયું હતું.