કોમ્પ્યુટરમાં આ 2 બ્રાઉઝરનો ઉપયોગ કરતા લોકો તાત્કાલિક અપડેટ કરી લે સિસ્ટમ, હેક થવાની શક્યતા

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
કોમ્પ્યુટરમાં આ 2 બ્રાઉઝરનો ઉપયોગ કરતા લોકો તાત્કાલિક અપડેટ કરી લે સિસ્ટમ, હેક થવાની શક્યતા 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 16 ડિસેમ્બર 2023 શનિવાર

ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે CERT-Inએ લેપટોપ અને ડેસ્કટોપ યૂઝર્સ માટે એક એલર્ટ જારી કર્યુ છે અને આ યૂઝર્સને પોતાના બ્રાઉઝરને અપડેટ કરવા માટે કહેવામાં આવ્યુ છે. જો તમે આવુ નહીં કરો તો હેકર્સ તમારા ડેટા સુધી પહોંચ બનાવી શકે છે અને તેનો પછી ખોટો ઉપયોગ આગળ કરવામાં આવી શકે છે. CERT-Inએ ગૂગલ ક્રોમ અને માઈક્રોસોફ્ટ એજ બ્રાઉઝરમાં એક બગ મેળવ્યુ છે જે હેકર્સને તમારા કમ્પ્યૂટરની એક્સેસ સરળતાથી આપી શકે છે. આ બગની કમજોરીને ઠીક કરવા માટે સિસ્ટમ અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે. 

વોર્નિંગને હળવાશમાં ન લો

ડેસ્કટોપમાં Google Chrome માટે વલ્નરેબિલિટી નોટ CIVN-2023-0361 અને Microsoft Edge બ્રાઉઝર માટે વલ્નરેબિલિટી નોટ CIVN-2023- -0362 માં ચેતવણીનું વિવરણ આપવામાં આવ્યુ છે. આ વોર્નિંગને હળવાશમાં ન લો કેમ કે CERT-Inએ આ બગને ઉચ્ચ ગંભીરતાવાળા મુદ્દા તરીકે ચિહ્નિત કર્યા છે અને તાત્કાલિક સિસ્ટમ અપડેટ કરવાની સલાહ આપી છે. એલર્ટ અનુસાર લિનક્સ અને મેક પર v120.0.6099.62થી પહેલાના Google Chrome વર્જન અને વિંડોઝ પર 120.0.6099.62/.63થી પહેલાના Google Chrome વર્જનનો ઉપયોગ કરનાર કોઈ પણ વ્યક્તિ સુરક્ષા જોખમમાં છે. આ રીતે જે કોઈ પણ 120.0.2210.61 થી જૂના માઈક્રોસોફ્ટ એઝ બ્રાઉઝર વર્જનનો ઉપયોગ કરી રહ્યા છે. તે સંભવતઃ નબળાઈથી પ્રભાવિત થઈ શકે છે. 

બગનું કારણ શું છે?

CERT-In વેબસાઈટ પર વલ્નરેબિલિટી નોટમાં આપવામાં આવેલા વિવરણ અનુસાર આ કમજોરીઓ ઓટોફિલ અને વેબ બ્રાઉઝર યુઆઈમાં ફ્રી મીડિયા સ્ટ્રીમ, સાઈડ પેનલ સર્ચ અને મીડિયા કેપ્ચરને અયોગ્ય રીતે ઈમ્પ્લીમેન્ટ કરવાના કારણે થઈ છે. તે પહેલા CERT In એ સેમસંગ મોબાઈલ યૂઝર્સ માટે હાઈ એલર્ટ જારી કર્યુ હતુ અને આવા લોકો જે એન્ડ્રોયડ 11,12,13 કે 14 યૂઝ કરી રહ્યા છે તેમને મોબાઈલ અપડેટ કરવાની સલાહ આપી હતી.


Google NewsGoogle News