Get The App

પ્લીઝ અને થેન્ક યુ કહેવું ભારે પડી રહ્યું છે ચેટજીપીટીને: યુઝર્સ દ્વારા આવું કહેતા થઈ રહ્યું છે કરોડોનું નુક્સાન

Updated: Apr 21st, 2025

GS TEAM


Google News
Google News
પ્લીઝ અને થેન્ક યુ કહેવું ભારે પડી રહ્યું છે ચેટજીપીટીને: યુઝર્સ દ્વારા આવું કહેતા થઈ રહ્યું છે કરોડોનું નુક્સાન 1 - image


People Being Polite to ChatGPT: ચેટજીપીટીના સીઈઓ સેમ ઓલ્ટમેનનું કહેવું છે કે યુઝર્સ AIને થેન્ક યુ અને પ્લીઝ કહે છે એના કારણે કંપનીને કરોડો રૂપિયાનું નુક્સાન થાય છે. આજે ઘણાં લોકો ચેટજીપીટીનો ઉપયોગ કરે છે. દુનિયાભરમાં એના ઘણાં યુઝર્સ છે અને એમાં ભારત પણ પાછળ નથી. આથી જ્યારે યુઝર્સ ચેટજીપીટીનો ઉપયોગ કરે છે ત્યારે દરેક મેસેજ માટે કંપનીને ચાર્જ લાગતો હોય છે અને એટલે જ પ્લીઝ અને થેન્ક યુ માટે કંપનીને નુક્સાન થઈ રહ્યું છે.

સરવે દ્વારા માહિતી આવી બહાર

2024માં એક સરવે કરવામાં આવ્યો હતો જેમાં 67 ટકા અમેરિકન દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ AI સાથે વિનમ્રતાથી વાત કરે છે. તેમા 55 ટકાનું કહેવું છે કે તેઓ આ એટલા માટે કરે છે કારણ કે થેન્ક યુ અને પ્લીઝ કહેવું જરૂરી છે. 12 ટકા લોકોનું કહેવું છે કે AI ખૂબ જ ઍડ્વાન્સ થઈ રહ્યું છે ત્યારે એની સાથે સારા સંબંધ રાખવા જરૂરી છે. આથી યુઝર્સ ચેટજીપીટીની સાથે એક સામાન્ય માણસની જેમ વાત કરવાનું પસંદ કરે છે.

યુઝરે સેમ ઓલ્ટમેનને કર્યો સવાલ

સોશિયલ મીડિયા પર એક યુઝર દ્વારા સેમ ઓલ્ટમેનને પૂછવામાં આવ્યું હતું: ‘યુઝર દ્વારા જ્યારે થેન્ક યુ અને પ્લીઝ કહેવામાં આવે છે ત્યારે OpenAIને કેટલું નુક્સાન થાય છે ખાસ કરીને ઈલેક્ટ્રિસિટીને ધ્યાનમાં રાખીને.’ આ વિશે સેમ ઓલ્ટમેને કહ્યું હતું કે, ‘એ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ એ નુક્સાન પણ સારું હોય એવું લાગે છે.’

પ્લીઝ અને થેન્ક યુ કહેવું ભારે પડી રહ્યું છે ચેટજીપીટીને: યુઝર્સ દ્વારા આવું કહેતા થઈ રહ્યું છે કરોડોનું નુક્સાન 2 - image

AI સાથે વિનમ્રતાથી વાત કરવી જરૂરી છે કે નહીં?

ઘણાં લોકોનું કહેવું છે કે મશીન સાથે વિનમ્રતાથી વાત કરવાની કોઈ જરૂર નથી. એ તો ફક્ત એક ચેટબોટ છે. જ્યારે કેટલાક એક્સપર્ટનું માનવું છે કે આ ખૂબ જ જરૂરી છે. આ વિશે માઇક્રોસોફ્ટના ડિઝાઇન મેનેજર કર્ટિસ બીવર્સે કહ્યું કે, ‘આપણે જ્યારે ચેટબોટ સાથે વિનમ્રતાથી વાત કરીએ તો સામેથી જવાબ પણ આપણને એ જ રીતે મળશે. આથી જો રિસ્પેક્ટ આપવામાં આવશે તો જવાબ પણ રિસ્પેક્ટથી ભરેલો મળશે. મોબાઇલમાં જે રીતે ઓટોસજેશન આવે છે એ જ રીતે આ પણ કામ કરે છે. યુઝર્સ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા શબ્દો જ સજેસ્ટમાં આવે છે. આ જ રીતે AI પણ યુઝર્સ જે રીતે સવાલ કરશે એ જ રીતે જવાબ પણ આપશે.’

આ પણ વાંચો: 70 વર્ષના વૃદ્ધ અંતરિક્ષયાત્રી ધરતી પર પાછા ફર્યા, નાસાના ચોથા મિશન માટે 220 દિવસ વ્યતિત કર્યા અંતરિક્ષમાં

કેટલા યુઝર્સ છે ચેટજીપીટીના?

જિબ્લી આર્ટનો ટ્રેન્ડ શરુ થયો ત્યાર બાદ ચેટજીપીટીના યુઝર્સમાં ખૂબ જ વધારો થયો છે. ભારતમાં એનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે અને એ હવે તેમના માટે ખૂબ જ મોટું માર્કેટ બની ગયું છે. સેમ ઓલ્ટમેને ચોક્કસ આંકડો આપવાનું ટાળ્યું છે, પરંતુ એના યુઝર્સ એક બિલિયનની નજીક છે. સેમ ઓલ્ટમેન દ્વારા 11 એપ્રિલે ટેડ ક્યુરેટર ક્રિસ એન્ડર્સન સાથે આ વિષય પર વાતચીત કરી હતી. આ વિષય પર સેમ ઓલ્ટમેને કહ્યું હતું કે, ‘છેલ્લે અમે કહ્યું હતું કે 500 મિલિયન એક્ટિવ યુઝર્સ છે અને એ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. દુનિયાની વસ્તીની દસ ટકા જેટલા લોકો અમારી સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે.’

Tags :