હોલિવૂડની ફિલ્મ 'ઇન્સેપ્શન' બની હકીકત: વિજ્ઞાનીઓનો સફળ પ્રયોગ, હવે સપનામાં વાતચીત શક્ય
Dream Communication: વિજ્ઞાનીઓ દ્વારા હમણાં એક પ્રયોગ કરવામાં આવ્યું હતું જેમાં બે વ્યક્તિઓ દ્વારા સપનામાં વાતચીત કરવામાં આવી હતી. REMspace દ્વારા આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. REM એટલે કે રેપિડ આઇ મૂમેન્ટ. આ કંપની રેપિડ આઇ મૂમેન્ટ સ્લીપ પર ફોકસ કરે છે અને એમાં સંશોધન કરે છે. આ સ્ટડીમાં વ્યક્તિ અર્ધજાગૃત અવસ્થામાં હોય છે. એટલે કે તેને ભાન હોય છે કે તે સપનું જોઈ રહ્યાં છે, પરંતુ તેમ છતાં તેઓ સપનું જોતા હોય છે.
પ્રયોગ
આ પ્રયોગ એવી વ્યક્તિઓની વચ્ચે કરવામાં આવ્યું છે જેઓ તેમના પોત-પોતાના ઘરમાં સૂતા હતા. તેમના બ્રેઇન વેવ અને અન્ય સ્લીપ ડેટાને એક ડિવાઇસ દ્વારા મોનિટર કરવામાં આવી રહ્યું હતું. પહેલી વ્યક્તિ જ્યારે અર્ધજાગૃત અવસ્થામાં જાય છે ત્યારે તે એક અલગ દુનિયામાં પહોંચી જાય છે. ઇયરબડ્સ દ્વારા તેને તમામ માહિતી પહોંચાડવામાં આવે છે. આ દુનિયાને એટલે કે સપનાને રેકોર્ડ કરવામાં આવે છે અને સર્વર તેને ભવિષ્યમાં રેફરન્સ તરીકે ઉપયોગ કરવા માટે સેવ કરે છે.
સપનાઓનું એક્સચેન્જ
પહેલી વ્યક્તિ જે અર્ધજાગૃત અવસ્થામાં ગઈ હોય તેની આઠ મિનિટ બાદ અન્ય વ્યક્તિ એવી અવસ્થામાં જાય છે અને તેને પહેલી વ્યક્તિ દ્વારા રેકોર્ડ કરેલો મેસેજ મળે છે. આ બીજી વ્યક્તિ જ્યારે જાગે છે ત્યારે તેને એ મેસેજ પૂછવામાં આવે છે અને એ પહેલી વ્યક્તિએ મોકલ્યો હોય એ જ હોય છે. જોકે એ બે વ્યક્તિઓ વચ્ચે વાતચીત નહોતી થઈ. આ સપનામાં કરેલી પહેલી વાતચીત છે. આ પ્રકારની વાતચીત હોલિવૂડની ફિલ્મ ‘ઇન્સેપ્શન’માં દેખાડવામાં આવી હતી, જે હવે સત્ય બની ગયું છે.
ડ્રીમ કમ્યુનિકેશન
આ સફળતા બાદ REMspace કંપની તેમની ટેક્નોલોજીને વધુ એડ્વાન્સ બનાવવા માટે પ્રયત્ન કરી રહી છે જેથી વધુ સારું રિઝલ્ટ મળી શકે. આ કંપનીનો ટાર્ગેટ હવે સપનામાં રિયલ-ટાઇમ કમ્યુનિકેશન કરવાનો છે. આગામી થોડા મહિનાઓમાં તેઓ આ પરિણામ પણ મેળવી લેશે એવી તેમને ખાતરી છે. સાયન્સ ફિક્શન હવે રિયાલિટી બની રહ્યું છે.
આ પણ વાંચો: ચેતવણી! AI ટૂલ્સ મારફતે જીમેલ પાસવર્ડની ચોરી થઈ રહી છે, સાવચેત રહો
પ્રોડક્ટ લોન્ચ
REMspace કંપની 2025માં આ પ્રોડક્ટને માર્કેટમાં મૂકવાનું વિચારી રહી છે. આ ડિવાઇસ દ્વારા યુઝર્સ તેમની EEG (Electroencephalogram), EOG (Electrooculography), અને EMG (Electromyography)ને મોબાઇલ એપ્લિકેશન દ્વારા ચેક કરી શકશે. કંપનીનું માનવું છે કે સપનામાં આપણે કેવી રીતે કમ્યુનિકેટ કરી શકીએ છીએ તે વિશેની વિચારધારા આ ડિવાઇસ દ્વારા બદલાઈ જશે.