Get The App

યુઝરનેમ અને પિન હશે તો જ વોટ્સએપ પર થઈ શકશે મેસેજ, પ્રાઇવસીને મહત્ત્વ આપતાં બહુ જલદી લોન્ચ થશે આ ફીચર

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
યુઝરનેમ અને પિન હશે તો જ વોટ્સએપ પર થઈ શકશે મેસેજ, પ્રાઇવસીને મહત્ત્વ આપતાં બહુ જલદી લોન્ચ થશે આ ફીચર 1 - image


Username And PIN for Whatsapp: વોટ્સએપ હવે પહેલાં કરતાં વધુ સિક્યોર થવા જઈ રહ્યું છે. અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ સાથે નંબર શેર કરીને એકમેક સાથે વાત થઈ શકતી હતી, પરંતુ હવે યુઝરનેમ અને પિન નંબર શેર કરવો પડશે ત્યાં સુધી યુઝરને કોઈ મેસેજ નહીં કરી શકશે. વધતાં જચાં છેતરપિંડીના કેસને કારણે હવે આ સિક્યોરિટી ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે.

યુઝરનેમ અને પિન આધારિત સિક્યોરિટી

વોટ્સએપ પર હવે યુઝરની ઓળખ છુપાવવા અને મોબાઇલ નંબરને સિક્યોર રાખવા માટે યુઝરનેમની ફેસિલિટી આવી રહી છે. આ યુઝરનેમની સાથે યુઝરે પિન પણ બનાવવાનો રહેશે. આ પિન ચાર નંબરનો હશે. આ યુઝરનેમ અને પિન જ્યાં સુધી કોઈ વ્યક્તિ સાથે શેર કરવામા નહીં આવે ત્યાં સુધી કોઈ પણ મેસેજ નહીં કરી શકે. યુઝરનેમ કોઈ વ્યક્તિ પાસે હશે તો પણ જ્યાં સુધી પિન નંબર ન હશે ત્યાં સુધી એ મેસેજ નહીં કરી શકે.

આ પણ વાંચો: મેકબૂકમાં સ્પાઇ કરવા માટે માઇક્રોસોફ્ટ એપ્સ પર અટેક કરી શકે છે હેકર્સ

યુઝરનેમ અને પિન હશે તો જ વોટ્સએપ પર થઈ શકશે મેસેજ, પ્રાઇવસીને મહત્ત્વ આપતાં બહુ જલદી લોન્ચ થશે આ ફીચર 2 - image

સ્કેમ કેવી રીતે અટકશે?

વોટ્સએપ પર જે પ્રકારના સ્કેમ થાય છે એ સામેથી મેસેજ આવે છે એના કારણે થાય છે. આથી વોટ્સએપ દ્વારા એવા ફીચર પર કામ કરવામાં આવી રહ્યું છે જેની મદદથી સામેની વ્યક્તિ મેસેજ અને ફોન જ ન કરી શકે. જ્યાં સુધી યુઝર પોતે યુઝરનેમ અને પિન નહીં આપે અથવા તો નંબર સેવ નહીં હોય બન્નેના ફોનમાં ત્યાં સુધી મેસેજ કે કોલ નહીં થઈ શકે.

આ પણ વાંચો: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કફના અવાજ પરથી ટીબી છે કે નહીં એ જાણી શકાશે

પ્રાઇવસીમાં એક કદમ આગે

વોટ્સએપ દ્વારા આ સાથે વધુ એક સિક્યોરિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુઝર પાસે એ પણ પ્રાઇવસી ફીચર હશે કે તેણે વોટ્સએપ પર જે વ્યક્તિછે તેને નંબર દેખાડવો છે કે નહીં. પોતાની પ્રોફાઇલ માટે યુનિક યુઝરનેમ પણ રાખી શકાશે. આથી નંબર શેર કર્યા વગર હવે વોટ્સએપ પર વાત કરી શકાશે.

આ ફીચર હાલમાં વોટ્સએપના એન્ડ્રોઇડના બીટા વર્ઝનમાં છે. આ ફીચરને બહુ જલદી એન્ડ્રોઇડ અને આઇફોનના દરેક યુઝર માટે લોન્ચ કરવામાં આવશે.


Google NewsGoogle News