Appleનો ક્રેઝ: ભારતમાં iPhone ખરીદવા માટે સ્ટોર્સ પર લોકોની લાઈન લાગી, જુઓ Video

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News

Appleનો ક્રેઝ: ભારતમાં iPhone ખરીદવા માટે સ્ટોર્સ પર લોકોની લાઈન લાગી, જુઓ Video 1 - image

Image Source: Twitter

અમદાવાદ, તા. 22 સપ્ટેમ્બર 2023 શુક્રવાર

ભારતમાં પહેલી વખત એપલ સ્ટોરથી લેટેસ્ટ iPhoneનું વેચાણ શરૂ થઈ ચૂક્યુ છે. નવા આઈફોન્સને ખરીદવા માટે એપલ સ્ટોર પર લાંબી લાઈન લાગી છે. દિલ્હી એપલ સ્ટોર હોય કે મુંબઈ એપલ સ્ટોર બંને સ્થળોએ લાંબી લાઈન જોવા મળી રહી છે. લોકો અમદાવાદ અને બેંગલુરુથી આ સ્ટોર્સ પર iPhone ખરીદવા માટે પહોંચી રહ્યા છે. 

Appleના નવા આઈફોન્સ એટલે કે iPhone 15 સિરીઝનું આજથી ઓફલાઈન વેચાણ શરૂ થઈ ગયુ છે એટલે તમે સીધા આ ફોન્સને સ્ટોર પરથી ખરીદી શકો છો. એપલ સ્ટોર જ નહીં બીજા ઓફલાઈન રિટેલ સ્ટોર્સ પરથી પણ આ ફોન્સને ખરીદી શકાય છે. પરંતુ આ વખતે લોકોનો ઉત્સાહ એપલ સ્ટોર પરથી iPhone ખરીદવા માટે જોવા મળી રહ્યો છે. 

આ વખતે પહેલી વાર છે જ્યારે ભારતમાં તમે લેટેસ્ટ આઈફોન એપલ સ્ટોર પરથી ખરીદી શકશો. આ સિરીઝમાં કંપનીએ ચાર ફોન્સ- iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max ને લોન્ચ કર્યા છે. એપલે આ વર્ષે મુંબઈના BKCમાં અને દિલ્હીના સાકેત સેલેક્ટ સિટીમાં પોતાના સ્ટોર ખોલ્યા છે. 

દુબઈના એક મોલમાં iPhone 15 સિરીઝના ફોન લેવા આખી રાત iPhone પ્રેમીઓએ સ્ટોરની બહાર રાહ જોઈ હતી, જેમાં ઘણા લોકોએ ખાલી હાથે ઘરે જવુ પડ્યુ હતુ. કારણ કે મિનિટોમાં જ સ્ટોક પૂરો થઈ ગયો હતો. મહત્વનું છે કે ભારતની સરખામણીએ દુબઈમાં iPhone 15 સસ્તો મળી રહ્યો છે. બીજી બાજુ માહિતી મળી હતી કે અભિનેતા આર.માધવન મેડ ઈન ઈન્ડિયા iPhone 15 મેળવનાર સૌપ્રથમ હતા.

એપલના સ્ટોર્સ પર લોકો ગઈકાલથી જ લાઈનમાં ઊભા છે અને પોતાનો નંબર આવે તેની રાહ જોઈ રહ્યા છે. ઘણા વર્ષો પહેલા અમેરિકા અને બીજા બજારમાં આ પ્રકારની લાઈન જોવા મળતી હતી. તે સમયે લોકો લેટેસ્ટ આઈફોન સૌથી પહેલા મેળવવા કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા હતા. મુંબઈ અને દિલ્હી સ્ટોર પર પણ લોકોની ભીડ સ્ટોર ખુલે તે પહેલા જ એકત્ર થઈ ગઈ હતી. સ્ટોર્સમાંથી હવે આઈફોન મળવા લાગ્યા છે. 

17 કલાકથી લાઈનમાં ઊભો હતો શખ્સ

એક શખ્સે જણાવ્યુ કે તેઓ અમદાવાદથી મુંબઈ માત્ર iPhone 15 Pro Max ખરીદવા આવ્યા હતા. આ વ્યક્તિ 21 તારીખની સાંજે 3 વાગ્યાથી જ સ્ટોર પહોંચી ગયા હતા અને તેમણે સૌથી પહેલા iPhone ખરીદ્યો છે. આ સિવાય એક વ્યક્તિ બેંગલુરુથી આઈફોન ખરીદવા માટે ફ્લાઈટ લઈને સવારે મુંબઈ સ્ટોર પર પહોંચ્યા હતા.


Google NewsGoogle News