Get The App

ફ્રાન્સ સરકારે ઓલિમ્પિકમાં 140 સાયબર એટેક નિષ્ફળ બનાવ્યા, આખું તંત્ર હતું મુખ્ય ટાર્ગેટ પર

Updated: Aug 15th, 2024


Google NewsGoogle News
ફ્રાન્સ સરકારે ઓલિમ્પિકમાં 140 સાયબર એટેક નિષ્ફળ બનાવ્યા, આખું તંત્ર હતું મુખ્ય ટાર્ગેટ પર 1 - image


Paris Olympics Cyber Attacks: આ વખતે ફ્રાન્સના પેરિસમાં ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ દરમ્યાન 140 સાયબર એટેક્સ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. સરકારી ઓફિસો, સ્પોર્ટ્સ, ટ્રાન્સપોર્ટ અને ટેલિકોમ કંપનીઓને ટાર્ગેટ કરવામાં આવી હતી. જોકે એમાંથી એક પણ એટેક્સને કારણે એક પણ ગેમ પર એની અસર નહોતી પડી. સમગ્ર ઓલિમ્પિક દરમ્યાન ફ્રાન્સની સાયબર સિક્યોરિટી એજન્સી સતત આ પ્રકારના એટેકનો સામનો કરી રહી હતી.

આ એટેક 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમ્યાન થયા હતા. એમાંથી 119 રિપોર્ટ્સ સામાન્ય હતા. જોકે 22 એટેક એવા હતા જેમાં જેતે વ્યક્તિની પર્સનલ ઇનોફર્મેશન ચોરવાની કોશિશ કરવામાં આવી હતી. એમાંથી ઘણાં એટેક સર્વરના ડાઉનટાઇમ દરમ્યાન થયા હતા.

આ પણ વાંચો: આ છે દુનિયાની સૌથી મોંઘું મોટરહોમ, જેની કિંમત છે 21 કરોડ રૂપિયા

પેરિસની ઓલિમ્પિક ઇવેન્ટ જ્યાં જ્યા યોજાઈ હતી એ જગ્યા અને 40 અન્ય મ્યુઝિક પર ઓગસ્ટની શરૂઆતમાં રેનસમવેર એટેક થયો હતો. જોકે ઓલિમ્પિક ગેમ્સની કોઈ પણ માહિતી પર એ એટેકની અસર નહોતી જોવા મળી.

ફ્રાન્સ સરકારે ઓલિમ્પિકમાં 140 સાયબર એટેક નિષ્ફળ બનાવ્યા, આખું તંત્ર હતું મુખ્ય ટાર્ગેટ પર 2 - image

રેન્સમવેર સિક્યોરિટી તોડીને કમ્પ્યુટર સિસ્ટમને બ્લોક કરી દેવામાં આવે છે. આમ કરવાથી કમ્પ્યુટરનો ઉપયોગ નથી થઈ શકતો અને એને ઓપન કરવા માટે પૈસાની ડિમાન્ડ કરવામાં આવે છે. જોકે ફ્રાન્સની સરકાર દ્વારા સિક્યોરિટી પર ખૂબ જ ધ્યાન આપવામાં આવ્યું હતં અને એથી જ આ પ્રકારના એટેક સફળ નહોતા રહ્યાં.

આ પણ વાંચો: હવે મહાકાય બિલ્ડિંગોમાં જ એનર્જી સ્ટોર કરી શકાશે, પછી પાવર બેંકની જેમ કામ કરશે

કોવિડ દરમ્યાન 2021મા ટોક્યોમાં ઓલિમ્પિકનું આયોજન થયું હતું. આ દરમ્યાન પણ ઘણાં સાયબર એટેક થયા હતા. એ પહેલાં 2012માં લંડન ઓલિમ્પિક દરમ્યાન પણ આવા ઘણાં સાયબર એટેક્સ થયા હતા. ફ્રાન્સની સરકાર ટોક્યો દરમ્યાન થયેલાં સાયબર એટેક્સ કરતાં આઠથી દસ ઘણાં સાયબર એટેક્સ થશે એની તૈયારીમાં હતા.


Google NewsGoogle News