Get The App

માઈક્રોસોફ્ટની અનેક સર્વિસ ફરી ઠપ, આઉટેજના કારણે ભારત સહિત વિશ્વભરના યૂઝર્સો થયા પરેશાન

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
માઈક્રોસોફ્ટની અનેક સર્વિસ ફરી ઠપ, આઉટેજના કારણે ભારત સહિત વિશ્વભરના યૂઝર્સો થયા પરેશાન 1 - image


Outage Again In Microsoft : વિશ્વભરમાં માઈક્રોસોફ્ટનો ઉપયોગ કરનારા હજારો લોકોએ ફરી આઉટરેજનો સામનો કરવો પડ્યો છે. અનેક યુઝર્સો આજે (10 ડિસેમ્બર) માઈક્રોસોફ્ટ 365ના આઉટલુક, વનડ્રાઈવ અને માઈક્રોસોફ્ટ ટીમ્સ જેવી મુખ્ય સર્વિસનો ઉપયોગ કરી શક્યા નથી. બપોરે લગભગ 2.34 કલાકે આઉટરેજની સમસ્યા સર્જાઈ, જે ડાઉનડિટેક્ટના રિપોર્ટથી ધ્યાને આવ્યું. ભારતની કરીએ તો આઉટેજની સમસ્યાના કારણે ભારતીય યુઝર્સ બપોરે 3.19 પરેશાન થયા.

કંપનીએ આઉટેજની માહિતી આપી

આઉટેજ શરૂ થયાની થોડી જ મિનિટોમાં કંપનીએ એક્સ પર માહિતી શેર કરી હતી. કંપનીએ કહ્યું કે, સર્વિસિઝમાં ટેકનિકલ ખામી થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ માઈક્રોસોફ્ટની ટીમે આ આઉટેજ શોધવાની કામગીરી શરૂ કરી દીધી છે. કંપનીએ સમસ્યાની વધુ માહિતી મેળવવા માટે યુઝર્સને એડમિન સેન્ટરમાં 00953223 પર સંપર્ક કરવા કહ્યું છે. રાહતની વાત એ છે કે, કંપનીએ પોસ્ટ પર રિપ્લાઈ કર્યું છે કે, આઉટેજની સમસ્યા દૂર કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : હવે ઘૂસણખોર બાંગ્લાદેશીઓની ખેર નહીં... દિલ્હીના રાજ્યપાલે કડક કાર્યવાહીના આપ્યા આદેશ

એક વર્ષમાં ચોથી વખત સમસ્યા ઉભી થઈ

આ વર્ષે માઈક્રોસોફ્ટની સર્વિસમાં ચોથી વખત ટેકનીકલ ખામી સર્જાઈ છે. આ પહેલા 19 જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં કંપનીની સેવાઓ બંધ થઈ ગઈ હતી. વેબસાઈટ પર નજર રાખનાર ડાઉન ડિટેક્ટરે જણાવ્યું હતું કે, મંગળવારે બપોરે હજારો લોકોએ સમસ્યાઓની ફરિયાદ કરી હતી. ત્યારબાદ કંપનીએ માફી માંગવી પડી હતી. પછી 30 જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં માઈક્રોસોફ્ટ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હજારો લોકોને આઉટેજનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ 25 નવેમ્બરે આઉટેજ દરમિયાન હજારો માઈક્રોસોફ્ટ 365 યુઝર્સોએ આઉટલુક અને ટીમ્સનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી હતી. આ સમસ્યા કલાકો સુધી રહી હતી.

આ પણ વાંચો : ઈઝરાયલના PM નેતન્યાહૂને થશે જેલ? કોર્ટના કઠેડામાં ઉભા રહીને આપી જુબાની, જાણો શું છે કેસ


Google NewsGoogle News