‘કોપીરાઇટ કન્ટેન્ટનો ઉપયોગ કરવા દો, નહીંતર દેશ પાછળ રહી જશે’, OpenAIની વિનંતી ડોનાલ્ડ ટ્રમ્પને
OpenAI Urges Trump For Copyright Content: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બનાવતી કંપની OpenAI દ્વારા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને એક અનોખી વિનંતી કરવામાં આવી છે. OpenAIના ChatGPTને ટ્રેઇન કરવા માટે હવે કંપનીને વધુ ડેટાની જરૂર પડી રહી છે. તે માટે OpenAIએ ટ્રમ્પ પાસે પરવાનગી માગી છે કે કોપીરાઇટ યુક્ત મટિરિયલને ટ્રેઇનિંગ હેતુ માટે ઉપયોગમાં લેવા દેવામાં આવે. ચીનનું ડીપસીક ખૂબ આગળ વધી રહ્યું છે, અને માર્કેટમાં ટકી રહેવા માટે OpenAIને વધુ ડેટાની જરૂર છે જેથી તેઓ AI મોડલને વધુ પ્રભાવી બનાવી શકે.
કાયદામાંથી છૂટકારાની માગ
OpenAIએ અમેરિકાની સરકારનું ધ્યાન આકર્ષિત કર્યું છે કે આ કાયદા વગર તે સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે નહીં. અમેરિકાના કાયદા અનુસાર, કોપીરાઇટ યુક્ત મટિરિયલનો કોઈપણ રીતે ઉપયોગ કરી શકાતો નથી. આ કારણે કંપનીઓ તેમના AI મોડલને ટ્રેઇન કરવા માટે આ ડેટાનો ઉપયોગ કરી શકતી નથી. OpenAIનું કહેવું છે કે આ કાયદાના કારણે અમેરિકન AI કંપનીઓ રેસમાં પાછળ રહી શકે છે. આથી OpenAI દ્વારા કોપીરાઇટ ડેટાને ફક્ત ટ્રેઇનિંગ માટે ઉપયોગ કરવાની પરવાનગી માગવામાં આવી છે.
કોપી નહીં કરવાની બાહેધરી
OpenAIએ તેમના ઉપક્રમમાં સ્પષ્ટ કર્યું છે કે જો તેઓ આ માગ માટે મંજૂરી મેળવે છે, તો AI મોડલ કોઈ પણ પ્રકારના કન્ટેન્ટની કોપી નહીં કરે. આ ડેટાનો ઉપયોગ ફક્ત AI મોડલને ટ્રેઇન કરવા માટે જ કરવામાં આવશે. કંપનીએ યુરોપિયન યુનિયનના બાંધકાંઓ પર પણ પ્રકાશ પાડ્યો છે, જેનાથી AIમાં પ્રગતિ નહીં થાય અને ઇનવેસ્ટમેન્ટ પર પણ અસર થાય છે. OpenAIએ ચેતવણી આપી છે કે જો આ પરવાનગી ન મળી, તો AIની રેસ શરૂ થતા પહેલાં જ સમાપ્ત થઈ શકે છે, અને તેનું માર્મ એટલે કે અમેરિકા પાછળ રહી જશે.
આ પણ વાંચો: ફેસબુકની સ્ટોરીઝમાંથી હવે કમાણી કરી શકાશે, જાણો કેવી રીતે…
AI ડેટા શેરિંગ માટે નિયમો
OpenAI દ્વારા એ પણ સૂચવવામાં આવ્યું છે કે AI ડેટાનું શેરિંગ ફક્ત તે દેશો સાથે કરવામાં આવે જ્યાં અમેરિકાના સારા સંબંધો હોય અને જે AIના સિદ્ધાંતોનું પાલન કરે. ચીન અને તેના સમર્ખ ડેટાની પ્રવૃત્તિઓમાંથી આ ડેટાને દૂર રાખવા માટે પણ ખાસ નિયમો મૂકવામાં આવ્યા છે. તેઓએ એવી આશા વ્યક્ત કરી છે કે સરકાર પણ AI એપ્લિકેશન્સમાં રોકાણ કરશે અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મદદરૂપ થશે. જો સરકાર AIમાં રસ દાખવે છે, તો વિકાસ વધુ ઝડપી થઈ શકે છે.