OpenAIમાં આવ્યું મોટું અપડેટ, હવે 5 અલગ અલગ અવાજમાં બોલશે, ઈમેજ પર કરશે રિએક્ટ

યુઝર્સ ChatGPTની મોબાઈલ એપ પર વોઈસ ચેટ માટે ઓપ્શન પસંદ કરી શકશે

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
OpenAIમાં આવ્યું મોટું અપડેટ, હવે 5 અલગ અલગ અવાજમાં બોલશે, ઈમેજ પર કરશે રિએક્ટ 1 - image

OpenAI ChatGPT New Update : OpenAIના લોકપ્રિય ચેટબોટ વિશે એક નવું અપડેટ બહાર આવી રહ્યું છે. કંપનીએ ચેટબોટને લઈને જાણકારી આપી છે કે ChatGPT બોલાયેલા શબ્દોને સમજવા અને તેના પર પ્રતિક્રિયા આપવા માટે કામ કરતું જોવા મળશે. આ સાથે તે સિન્થેટિક વોઇસ અને પ્રોસેસ ઇમેજ દ્વારા પ્રતિક્રિયા આપવાનું પણ કામ કરશે.

યુઝર્સ પાસે 5 સિન્થેટિક વોઈસનો ઓપ્શન હશે

GPT-4 બાદ ChatGPTને લઈને આ એક મોટું અપડેટ છે. યુઝર્સ ChatGPTની મોબાઈલ એપ પર વોઈસ ચેટ માટે ઓપ્શન પસંદ કરી શકશે. બોટ સાથે વાતચીતમાં યુઝર્સ પાસે અવાજ સાંભળવા માટે 5 સિન્થેટિક અવાજોનો ઓપ્શન હશે. કોઈપણ એક અવાજ પસંદ કર્યા પછી બોટ તે અવાજમાં વાત કરતો જોવા મળશે. આ સાથે યુઝર્સ ChatGPT સાથે વાતચીત દરમિયાન ઈમેજ શેર કરી શકશે અને કેટલાંક પોઈન્ટ્સ પર ફોકસ પણ કરી શકશે.

આગામી 15 દિવસમાં નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે

ChatGPT આગામી 15 દિવસમાં નવી સુવિધાઓ સાથે ઉપલબ્ધ થશે. આ નવા ફેરફારો ફક્ત પ્રીમિયમ સર્વિસનો ઉપયોગ કરનારા યુઝર્સ માટે લાવવામાં આવ્યા છે. વોઈસ ફીચરનો ઉપયોગ iOS અને Android એપ્સ સાથે કરી શકાશે. વાતચીત દરમિયાન ઈમેજનો ઉપયોગ કોઈપણ પ્લેટફોર્મ પર કરી શકાશે. કંપનીએ માહિતી આપતા કહ્યું હતું કે વોઈસ એક્ટર્સ સાથે બોટ માટે સિન્થેટિક વોઈસ બનાવ્યો છે. બોટ માટે કોઈપણ અજાણ્યા વ્યક્તિની અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News