OpenAIએ ચેટજીપીટીના પ્રતિબંધ હટાવ્યા: પ્રચલિત વ્યક્તિના ફોટા પણ જનરેટ કરી શકાશે
OpenAI Removes Restrictions on ChatGPT: OpenAI દ્વારા હાલમાં જ ચેટજીપીટીમાં અનેક બદલાવ કરવામાં આવ્યાં છે. ચેટજીપીટીમાં ઇમેજ જનરેશન ફીચર અગાઉ ફક્ત સબસ્ક્રિપ્શન ધરાવતા યુઝર્સ માટે મર્યાદિત હતું, પરંતુ હવે આ ફીચર ફ્રી યુઝર્સ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ સાથે, OpenAI દ્વારા ચેટજીપીટી પરનાં અનેક પ્રતિબંધો હટાવવામાં આવ્યાં છે. હવે ચેટજીપીટી પ્રચલિત વ્યક્તિના ફોટા અને કેટલીક ખાસ આકૃતિઓ બનાવી શકશે. પહેલાં આ પ્રકારના ફીચર પર પ્રતિબંધ હતો, જે હવે દૂર કરવામાં આવ્યો છે.
યુઝર્સને પસંદ ન હોય તો આ ફીચરનો ઉપયોગ ટાળી શકાશે
OpenAI દ્વારા ચેટજીપીટી પરના પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે, જો કે જે યુઝર્સ આ ફીચરનો ઉપયોગ કરવો ન ઇચ્છે, તેઓ માટે તેને અવગણવાનું વિકલ્પ ઉપલબ્ધ છે. ચેટજીપીટીની પોલિસી અપડેટ કરવામાં આવી છે, જેમાં પહેલાં પ્રચલિત વ્યક્તિના ફોટા અને ખાસ આકૃતિઓ બનાવવા પર પ્રતિબંધ હતો. એ હવે હટાવી દેવામાં આવ્યો છે. OpenAI દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે શું સારું અને શું ખરાબ તે નક્કી કરવા માટે હવે ચેટજીપીટી જવાબદાર રહેશે નહીં. જો કોઈ યૂઝર આ ફીચરનો ઉપયોગ ન કરવો ઇચ્છે, તો તે પોતાનું પ્રોફાઇલ એ ફીચરથી દૂર કરી શકશે.
શૈક્ષણિક હેતુ માટે આકૃતિઓનો ઉપયોગ શક્ય બનશે
પહેલાં ચેટજીપીટી દ્રારા ખાસ આકૃતિઓ જનરેટ કરવામાં મર્યાદા હતી, પરંતુ હવે OpenAI દ્વારા આ પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે. ઉદાહરણરૂપ, પહેલા સ્વસ્તિક જેવી આકૃતિઓનો ઉપયોગ કરી શકાતો ન હતો, પરંતુ હવે તે શક્ય છે. જો કે, આકૃતિઓનો ઉપયોગ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ માન્ય રહેશે. જો આકૃતિ કોઈ ખાસ ઉદ્દેશ સાથે બનાવી શકાશે, તો તે સ્વીકાર્ય નહીં બની શકે. આ સાથે શું સારું અને ખરાબ છે તે અંગે AIની વ્યાખ્યામાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: આખરે વોટ્સએપ માટે મ્યુઝિક ફીચર લોન્ચ થયું, જાણો કેવી રીતે ઉપયોગ કરશો…
કોઈ પણ સ્ટાઇલથી પ્રેરિત બની શકશે
OpenAIના ચેટજીપીટીની નવી અપડેટે AIને વિવિધ સ્ટુડિયોની નકલ કરવાની ક્ષમતા આપી છે. ચેટજીપીટી હવે પિક્સાર અને સ્ટુડિયો ઘિબ્લી જેવી ઇમેજ એપ્લિકેશન્સ પર કામ કરી શકે છે. હાલમાં ઘિબ્લી સ્ટુડિયો થિમનો વિશ્વભરમાં વ્યાપક સ્વીકાર થયો છે. સામાન્ય લોકોથી લઈને ભારતના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સુધી, ઘણી ઇમેજ જનરેટ કરવામાં આવી છે. અગાઉ ચેટજીપીટીનું ઇમેજ જનરેશન મોડેલ સ્વતંત્ર હતું, જ્યારે હવે નવું મોડેલ બાળકોના ફોટાને જનરેટ કરતી વખતે વધુ કાળજી રાખે છે. OpenAI દ્વારા વધુ છૂટછાટ આપવામાં આવી છે, સાથે જ વધુ કાળજી રાખવાનું કામ પણ શરૂ થયું છે.