Get The App

વિદ્યાર્થીઓ માટે ચેટજીપીટી પ્લસ ફ્રીમાં કર્યું OpenAIએ, ઉપયોગ કરવા માટે શું જરૂરી છે જાણો…

Updated: Apr 4th, 2025


Google News
Google News
વિદ્યાર્થીઓ માટે ચેટજીપીટી પ્લસ ફ્રીમાં કર્યું OpenAIએ, ઉપયોગ કરવા માટે શું જરૂરી છે જાણો… 1 - image


ChatGPT Plus Free For Students: OpenAI દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. ચેટજીપીટી પ્લસનું સબસ્ક્રિપ્શન હવે વિદ્યાર્થીઓ માટે મફતમાં કરવામાં આવ્યું છે. અમેરિકા અને કેનેડાના વિદ્યાર્થીઓ 31 મે સુધી મફતમાં એનો ઉપયોગ કરી શકશે. ફાઇનલ એક્સામ શરૂ થવા પહેલાં તેમણે 31 માર્ચથી આ ઓફર શરૂ કરી હતી.

ચેટજીપીટી પ્લસનો ચાર્જ શું છે?

ચેટજીપીટી માટે એક મહિનાના અમેરિકામાં $20 ચાર્જ કરવામાં આવે છે. ભારતમાં એની કિંમત ₹1999 છે. આ સબસ્ક્રિપ્શનમાં મફત વર્ઝનમાં જે હોય એ તમામ ફીચર્સ જોવા મળશે. મેસેજ કરવાની મર્યાદા, ફાઇલ અપલોડ કરવી, ડેટા એનાલિસિસ કરવું અને ઇમેજ જનરેશન જેવી ફીચર્સની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. સ્ટાન્ડર્ડ અને એડ્વાન્સ વોઇસ મોડનો પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સ્ક્રીન શેરિંગ પણ થઈ શકે છે. આ સાથે જ ચેટજીપીટીના અલગ-અલગ મોડલનો ઉપયોગ યુઝર્સ કરી શકશે. GPT-4.5 અને વીડિયો જનરેશન મોડલ સોરાનો મર્યાદિત ઉપયોગ કરી શકાશે. આ યુઝર્સને દરેક નવા ફીચર્સ સૌથી પહેલાં ઉપયોગ કરવા મળશે.

કોણ ઉપયોગ કરી શકશે આ ઓફરનો?

આ ઓફરને ફક્ત વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકશે. આ વિશે ચેટજીપીટી કહે છે: “અમેરિકા અને કેનેડામાં ડિગ્રીનો અભ્યાસ કરી રહેલા ફુલ-ટાઈમ અને પાર્ટ-ટાઈમ વિદ્યાર્થીઓ આ ઓફરનો લાભ ઉઠાવી શકે છે. સ્ટુડન્ટ વેરિફિકેશનની લિન્ક પર જે પણ વિદ્યાર્થીની સ્કૂલનું નામ ન હોય તો એ માટે વેબસાઇટ પર આપેલી લિન્ક પર ક્લિક કરી અમારી પાસેથી આગળ શું કરવું એની માહિતી મેળવી શકાય છે. આ કરવાથી અમને પણ જે-તે સ્કૂલ વિશે ખબર પડશે અને અમે એને અમારા લિસ્ટમાં સમાવેશ કરી શકીશું. એવું પણ બની શકે કે કોઈ ચોક્કસ સ્કૂલ આ સેવાનો લાભ ઉઠાવી ન શકતી હોય.”

સ્ટુડન્ટ વેરિફિકેશન વિદ્યાર્થીઓ તેમના લાયકાતને ચેટજીપીટીની વેબસાઇટ પર જણાવી શકે છે. ત્યાર બાદ ચેટજીપીટી દ્વારા એ વિશે માહિતી મેળવવામાં આવશે, અને એને મંજુર થઈ ગયે બાદ બે મહિના માટે યુઝરનું પ્લસ સબસ્ક્રિપ્શન એક્ટિવેટ થઈ જશે. પહેલાથી ચેટજીપીટી પ્લસનો ઉપયોગ કરનારા વિદ્યાર્થીના એકાઉન્ટમાં આ ક્રેડિટ જોવા મળશે, જેનો ઉપયોગ તેઓ પાછળથી પણ કરી શકે છે.

વિદ્યાર્થીઓ માટે ચેટજીપીટી પ્લસ ફ્રીમાં કર્યું OpenAIએ, ઉપયોગ કરવા માટે શું જરૂરી છે જાણો… 2 - image

આ સબસ્ક્રિપ્શન દ્વારા યુઝર્સને શું ફાયદો થશે?

  • સ્ટુડન્ટ લેવ્ચર્સની નોટ્સ અથવા તો અન્ય ડેટાને સંક્ષેપ્તમાં બનાવી શકશે, જેથી એનો મૂળ હેતુ જળવાઈ રહે.
  • કોઈ પણ કોમ્પ્લેક્સ વિષયને ચેટજીપીટી ખૂબ જ સરળતાથી સમજાવી શકે છે.
  • કોઈ પણ નિબંધ અથવા તો પ્રોજેક્ટ માટે નવી-નવી આઈડિયા અને એની કામગીરી માટે ચર્ચા વિચારણા કરી શકે છે.
  • કોઈ પણ રિસર્ચ પેપરમાં આવેલા અઘરા શબ્દોને ઓળખી એના સરળ ભાષામાં અર્થ સમજાવી શકશે.
  • યુઝર્સ પોતાના માટે સ્ટેટમેન્ટ, નિબંધ અથવા તો એપ્લિકેશન લખી શકશે.
  • ગ્રામર, નવા શબ્દો શિખવા અને ભાષા શિખવા માટે પણ એનો ઉપયોગ થઈ શકે છે.

એજ્યુકેશન ટેક્નોલોજીમાં એક નવો બદલાવ

ચેટજીપીટીના સૌથી વધુ યુઝર્સમાં વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે, જેઓ ઘણી વાર આ AIનો ઉપયોગ કરે છે. ફોર્બ્સ મેગેઝિન અનુસાર, અમેરિકામાં ચેટજીપીટીના જેટલા યુઝર્સ છે, એના ત્રીજા ભાગના યુઝર્સ 18થી 24 વર્ષનાં છે. તેમના દ્વારા જે જેટલું સર્ચ કરવામાં આવે છે, તેમાંથી 25 ટકા અભ્યાસને લગતું હોય છે. વિદ્યાર્થીઓ AIની મદદથી તેમની વિચારવાની રીતમાં બદલાવ લાવી રહ્યા છે. તેઓ નવા-નવા આઇડિયાને એક્સપ્લોર કરી રહ્યા છે.

અભ્યાસ માટે હવેથી ઘણી AI કંપનીઓ શરૂ થઈ રહી છે હાલમાં જ ક્લાઉડે કરીને એક નવી AI સર્વિસ શરૂ થઈ છે. એમાં વિદ્યાર્થી માટે લર્નિંગ મોડ આપવામાં આવ્યો છે, એના દ્વારા વિદ્યાર્થી તેમના વિચારને વિકસિત કરી શકે છે અને નવું શીખી શકે છે. ખૂબ જ અઘરા પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા અને સોલ્યુશન કેવી રીતે લાવવું એ એમાં શીખી શકાય છે. નોર્થઇસ્ટર્ન યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ દ્વારા આ સેવા વિકસાવવામાં આવી છે.

વિદ્યાર્થીઓ માટે ચેટજીપીટી પ્લસ ફ્રીમાં કર્યું OpenAIએ, ઉપયોગ કરવા માટે શું જરૂરી છે જાણો… 3 - image

સમાનતાનો અધિકાર

OpenAI દરેકને સમાનતાનો હક આપી રહી છે. કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીની સિસ્ટમમાં ચેટજીપીટીનો સમાવેશ કર્યો છે, તેમણે પાર્ટનરશિપ કરી છે. જોકે, જેમની પાસે આ પ્રકારની સિસ્ટમ નથી, તેમના માટે ચેટજીપીટી દ્વારા મફતમાં સેવા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સર્વિસ બે મહિના પૂરતી છે, કારણ કે હમણાં પરીક્ષાનો સમય છે. વિદ્યાર્થીઓને AI સાથે પહેલેથી ટેવ પાડવામાં આવી રહી છે. ભવિષ્યમાં AIનો વધુ ઉપયોગ થવાનો છે, આથી તેમને અત્યારથી જ એનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યું છે.

શીખવા માટેનું નવું ટૂલ

OpenAI દ્વારા વિદ્યાર્થીઓને મફતમાં સબસ્ક્રિપ્શન આપવાની સાથે તેમના માટે નવું પ્લેટફોર્મ પણ શરૂ કરવામાં આવ્યું છે, જેને OpenAI એકેડમી તરીકે ઓળખવામાં આવી રહી છે. આથી, તેમને શીખવા માટે જેની પણ જરૂર પડે એ આ પ્લેટફોર્મ દ્વારા તેમને દરેક સુવિધા પૂરી પાડવામાં આવશે. વિદ્યાર્થીઓ ચેટજીપીટીનો ઉપયોગ એક શોર્ટકટ તરીકે નહીં, પરંતુ શીખવા માટેના એક નવા ટૂલ તરીકે કરે, એનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: બે લાખ રૂપિયા થઈ જશે iPhoneની કિંમત! ટ્રમ્પની ટેરિફનીતિ બની માથાનો દુ:ખાવો

બે મહિના પછી શું થશે?

ચેટજીપીટી દ્વારા બે મહિના માટે આ સબ્સ્ક્રિપ્શન મફતમાં આપવામાં આવ્યું છે. બે મહિના બાદ એ પૂરે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા એ માટે પૈસા ચૂકવવા પડશે. જેમણે પૈસા ન ચૂકવવા હોય, તેઓ મફત વર્ઝનનો ઉપયોગ કરી શકે છે. જોકે, વિદ્યાર્થીઓ માટે ચેલેન્જ એ છે કે બે મહિનામાં તેઓ પ્રીમિયમ ટૂલનો ઉપયોગ કરવા માટે આકર્ષિત થઈ ગયા હશે. યુનિવર્સિટી અને કોલેજો દ્વારા પણ વિચારવું જરૂરી છે કે AI તેઓના પ્રોજેક્ટ અને અસાઇનમેન્ટ માટે એટલું આવશ્યક છે કે નહીં.

AIમાં શીખવવાની પરીક્ષા કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે આ કોઈ પ્રચાર નથી, પરંતુ AIને એજ્યુકેશનમાં કેવી રીતે સમાવેશ કરવો એ માટેનું પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. AI અત્યંત ઝડપથી સ્કુલમાં પણ પહોંચી જશે, અને એની મદદથી યુઝર્સ કેવી રીતે નવી સ્ટડી, રિસર્ચ અને માહિતી મેળવી શકે એ જોવું રહ્યું.

Tags :