OpenAIએ ઇલોન મસ્ક સામે કર્યો કેસ, ખોટી માહિતીનો પ્રચાર અને હેરેસમેન્ટનો મૂક્યો આરોપ
Sam Altman Ask For Protection From Elon Musk: OpenAI દ્વારા ઇલોન મસ્ક પર કેસ કરવામાં આવ્યો છે. તેમનો કેસ કોર્ટમાં ઘણી વારથી ચાલી રહ્યો છે, પરંતુ એમાં વધુ એક નવો આરોપ મૂકવામાં આવ્યો છે. OpenAI દ્વારા ફેડરલ જજને કહેવામાં આવ્યું છે કે ઇલોન મસ્ક તેમના વિરુદ્ધ ખોટી માહિતીનો પ્રચાર કરી રહ્યો છે અને તેમના પર હેરેસમેન્ટનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
મસ્કથી પ્રોટેક્શન માટો કરી માગણી
સેમ ઓલ્ટમેન અને ઇલોન મસ્ક દ્વારા OpenAIને 2015માં શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મતભેદ થયા પછી ઇલોન મસ્ક OpenAIને છોડી દેવામાં આવ્યું હતું. OpenAIનું ચેટજીપીટી વિશ્વભરમાં ખૂબ જ પ્રચલિત થઈ ગયું છે. જોકે, મતભેદના કારણે ઇલોન મસ્કે સેમ ઓલ્ટમેન વિરુદ્ધ કેસ કર્યો હતો. હવે સેમ ઓલ્ટમેન દ્વારા પણ કાઉન્ટર કેસ કરવામાં આવ્યો છે. તેમણે કોર્ટને વિનંતી કરી છે કે AI રેવોલ્યુશન લાવનાર OpenAI વિશે ઇલોન મસ્ક ખોટી માહિતી પ્રસારિત કરી રહ્યા છે અને તેમને હેરેસ કરી રહ્યા છે. આથી તેમને તે કાર્ય કરવાથી અટકાવવામાં આવે.
પ્રોફિટ કરતી કંપની બનતા અટકાવવા માગતો ઇલોન
OpenAI એક નોન-પ્રોફિટ કંપની તરીકે શરૂ થઈ હતી. જોકે, હવે તેને પ્રોફિટ કરતી કંપનીમાં ફેરવવાની ચર્ચા ચાલી રહી છે. આથી ઇલોન મસ્ક તેની વિરુદ્ધ છે, કારણ કે તે આ કંપનીના સ્થાપક હતા. આથી તેમણે કોર્ટ કેસ કર્યો છે કે OpenAIને પ્રોફિટ કરતી કંપની નહીં બનવા દેવાય. આ વિશે OpenAIના વકીલે જણાવ્યું કે: ‘ઇલોન મસ્ક પ્રેસનો ઉપયોગ કરી રહ્યો છે. બ્રોડકાસ્ટ દ્વારા ખોટી માહિતી ફેલાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેના કરોડો ફોલોઅર્સ છે અને તેમને ખોટી-ખોટી માહિતી આપી ઉશ્કેરી રહ્યો છે અને ગેરમાર્ગે દોરી રહ્યો છે. એના કારણે OpenAIને ઘણું નુક્સાન થઈ રહ્યું છે.’
આ પણ। વાંચો: પાસવર્ડ હશે તો જ રીલ જોઈ શકાશે, જાણો ઇન્સ્ટાગ્રામનું આ નવું ફિચર કેમ ઉપયોગી છે
મસ્કની ટીમે ચૂપકી સાધી
OpenAIના વકીલ દ્વારા આ આરોપ મૂકવામાં આવ્યા છે. જોકે હજી સુધી ઇલોન મસ્કની ટીમ દ્વારા આ મુદ્દે કોઈ કમેન્ટ કરવામાં આવી નથી. તેમનો કેસ આગામી થોડા મહિનામાં શરૂ થવાની શક્યતા છે. આ દરમ્યાન બન્ને કંપનીના માલિકોએ સોશિયલ મીડિયા પર એકમેક વિશે કમેન્ટ કર્યા છે. ઇલોન મસ્ક દ્વારા OpenAI ખરીદવા માટે ઓફર કરવામાં આવી હતી, પરંતુ સેમ ઓલ્ટમેન દ્વારા તે ફગાવાઈ હતી.