ChatGPT થયું ડાઉન, દુનિયાભરના યુઝર્સ થયા પરેશાન, OpenAIએ કોઈ પુષ્ટિ નથી કરી
ChatGPT Down: ચેટજીપીટી ટેક્નિકલ સમસ્યાના કારણે ગુરુવારે ડાઉન થઈ ગયું. જેને લઈને દુનિયાભરના લાખો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. OpenAIની API અને અન્ય સેવાઓ પણ ખોરવાઈ છે, જેને લઈને મોટાપાયે વિક્ષેપ પડ્યો છે.
ડિસેમ્બરમાં બે વાર આઉટેજ પછી આ ત્રીજી વખત ચેટજીપીટી સેવા બંધ થઈ છે. આ કારણે, યુઝર્સ ચેટ કરી શક્યા નહીં કે હિસ્ટ્રી જોઈ શક્યા નહીં. જોકે OpenAI એ હજુ સુધી આ સંદર્ભમાં કોઈ પુષ્ટિ નથી કરી. જોકે, Downdetector પર ચેટજીપીટી ડાઉન હોવાની જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: MetaAIની સાથે હવે વોટ્સએપ પર ChatGPTનો ઉપયોગ કરી શકશો, જાણો કેવી રીતે કરશો ઉપયોગ
એટલું જ નહીં યુઝર્સને OpenAIની અન્ય સેવાઓમાં મુશ્કેલીઓની વાત કરાઈ છે. કંપનીના GPT-4o અને GPT-4o મિની મોડલ્સ પણ ડાઉન થયા છે.
આ પણ વાંચો: AIના કારણે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી પર મોટો ફટકો, 20 ટકા જોબ ઘટી
ઉલ્લેખનીય છે કે ચેટજીપીટીનો ઉપયોગ આજે દરેક વર્ગના લોકો કરી રહ્યા છે. તેમાં વિદ્યાર્થીઓ, સંશોધકો અને પ્રોફેશનલ વગેરેનો સમાવેશ થાય છે. ક્રિએટીવ રાઇટિંગ, કન્ટેન્ટ અને અન્ય સામેલ છે. ચેટજીપીટી અચાનક ડાઉન થવાને કારણે, તેના યુઝર્સને ભારે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સ કરી રહ્યા છે કોમેન્ટ
ચેટજીપીટી ડાઉન હોવાને કારણે, યુઝર્સે સોશિયલ મીડિયા સાઇટ 'X' પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. એક યુઝરે લખ્યું કે, 'ચેટજીપીટી ડાઉન છે. મને સમજાતું નથી કે શું કરવું.' જ્યારે બીજા એક યુઝરે લખ્યું- 'ચેટજીપીટી બંધ થઈ ગયું છે અને મને લાગે છે કે રોબોટ્સ તખ્તાપલટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.' એવું માનવામાં આવે છે કે આ સમસ્યા કોઈ ટેકનિકલ ખામી, સર્વર ઓવરલોડ અથવા મેઇન્ટેન્સના કારણે થઈ શકે છે.