Get The App

ઓનલાઈન મોંઘુંદાટ લેપટોપ ઓર્ડર કર્યું, ઘરે ડિલિવરી આવ્યા પછી બોક્સ ખૂલતા જ ઉડી ગયા હોશ

જો તમે પણ ઓનલાઈન શોપિંગ કરવા ટેવાયેલા હોવ તો ચેતી જજો

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
ઓનલાઈન મોંઘુંદાટ લેપટોપ ઓર્ડર કર્યું, ઘરે ડિલિવરી આવ્યા પછી બોક્સ ખૂલતા જ ઉડી ગયા હોશ 1 - image


Online Shopping Order Scam: વર્તમાન સમયમાં લોકો ઓનલાઈન શોપિંગ કરવાનું વધુ પસંદ કરે છે. જેમાં ઘર બેઠા વસ્તુ પણ મળી જાય છે અને ખાસું ડિસ્કાઉન્ટ પણ. એવામાં સેલ દરમિયાન તો ભારે ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. પરંતુ ક્યારેક ડિસ્કાઉન્ટ મેળવવાના ચક્કરમાં આ ઓનલાઈન શોપિંગ ભારે પણ પડતી હોય છે. ઘણી વાર એવું પણ સંભાળવા મળે છે કે એક વ્યક્તિએ મંગાવ્યો હતો iPhone અને બોકસમાંથી નીકળ્યો સાબુ!

ઓનલાઈન શોપિંગના રિપબ્લિક સેલમાં થયો સ્કેમ 

ટ્વિટર પર હાલ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ જણાવ્યું હતું કે રિપબ્લિક ડે સેલમાં તેમની સાથે એક સ્કેમ થયો છે. આ સેલ દરમિયાન તેમણે એક લેપટોપ ઓર્ડર કર્યું હતું. પરંતુ પાર્સલ ખોલતી વખતે થયું એવું કે તેમના હોશ ઉડી ગયા. આ વ્યક્તિએ ઓનલાઈન 1.13 લાખનું લેપટોપ ઓર્ડર કર્યું હતું. પરંતુ જયારે બોકસ ખોલ્યું તો તેમાંથી જૂનું લેપટોપ નીકળ્યું હતું. આ ખરાબ અનુભવના આધારે તેમણે કહ્યું કે ઓનલાઈન પ્લેટફોર્મ પર ક્યારેય ભરોસો ન કરવો જોઈએ. આ મામલો વધતો જોઇને ઓનલાઈન શોપિંગ એપએ આ મામલા પર તુરંત જવાબ આપતા કહ્યું કે, 'તમને થયેલા ખરાબ અનુભવને અમે સમજી શકીએ છીએ.' તેમજ પર્સનલ મેસેજ દ્વારા વ્યક્તિનો સંપર્ક કરવા જણાવ્યું છે જેથી ઓર્ડર સંબંધિત તમામ માહિતી મેળવી કરી શકાય. 

આવા સ્કેમથી બચવા શું કરવું જોઈએ?

આવા સ્કેમને રોકવા માટે ઓનલાઈન શોપિંગ એપમાં 'ઓપન બોક્સ ડિલીવરી' નામનો ઓપ્શન આપે છે. વસ્તુ ખરીદતી વખતે આ ઓપ્શન લેવાથી જયારે વસ્તુની ડિલીવરી કરવામાં આવે છે, ત્યારે ડિલીવરી બોય જ તમારી સામે આ બોક્સ ખોલશે. એવામાં જો તમને કોઈ ખોટી વસ્તુ ડિલીવર થાય છે તો તે જ સમયે તમે તેને પરત કરી શકો છો. તેમજ જ્યાં સુધી તમને ઓર્ડર મુજબની પ્રોડક્ટ નથી મળતી ત્યાં સુધી તમારે કોઈપણ OTP શેર કરવો નહિ. 

ઓનલાઈન મોંઘુંદાટ લેપટોપ ઓર્ડર કર્યું, ઘરે ડિલિવરી આવ્યા પછી બોક્સ ખૂલતા જ ઉડી ગયા હોશ 2 - image


Google NewsGoogle News