વનડ્રાઈવ સર્વિસનો વિન્ડોઝના જૂના વર્ઝનમાં લાભ મળવાનું બંધ થશે
જો તમે ક્લાઉડ
સ્ટોરેજ માટે માઇક્રોસોફ્ટની વનડ્રાઇવ જેવી એડવાન્સ્ડ સુવિધાનો ઉપયોગ કરતા હો, પણ તમારા
કમ્પ્યૂટરમાં ઓપરેટિંગ સિસ્ટમ તરીકે માઇક્રોસોફ્ટની કોઈ જૂની ઓએસ હોય તો તમારે
માટે થોડા ખરાબ સમાચાર છે! માઇક્રોસોફ્ટે આવતા વર્ષે માર્ચ ૧, ૨૦૨૨થી વિન્ડોઝ ૭, ૮ કે ૮.૧ વર્ઝન
ધરાવતા કમ્પ્યૂટર પર વનડ્રાઇવને સપોર્ટ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે.
પહેલી જાન્યુઆરી
૨૦૨૨થી વિન્ડોઝ-૧૦ કે વિન્ડોઝ-૧૧ સિવાયના કમ્પ્યૂટરમાં વનડ્રાઇવ હશે તો પણ તેને
માટે નવા અપડેટ મળશે નહીં તથા પહેલી માર્ચથી તેમાં ફાઇલ સિન્ક્ડ થવાનું પણ બંધ થઈ
જશે.
અત્યાર સુધી
વનડ્રાઇવનું એકાઉન્ટ ધરાવતા લોકો પોતાના કમ્પ્યૂટરમાં વનડ્રાઇવ નામના એક ફોલ્ડરમાં
પોતાની ફાઇલ્સ સેવ કરી શકતા હતા અને આ ફોલ્ડર ક્લાઉડમાંના એકાઉન્ટ સાથે સતત
સિન્ક્ડ રહેતું હતું. આ કારણે ઓફિસના પીસીમાં વનડ્રાઇવમાં સેવ કરેલી કોઈ પણ ફાઇલ
આપણે ઇચ્છીએ ત્યારે ગમે તે લેપટોપમાં પણ એક્સેસ કરી શકીએ છીએ. વિન્ડોઝ-૧૦ અને
વિન્ડોઝ-૧૧માં આ સગવડ હજી ઘણી વધુ સારી રીતે મળે છે.
પરંતુ હવે જૂના
વિન્ડોઝ વર્ઝનને સપોર્ટ બંધ કરવાનો કંપનીએ નિર્ણય કર્યો હોવાથી વનડ્રાઇવના યૂઝર્સ
પોતાના જૂના લેપટોપ કે પીસીમાં પોતાના કન્ટેન્ટ ને સિન્ક્ડ કે એક્સેસ કરી શકશે
નહીં. વિન્ડોઝ-૭ વર્ઝન લગભગ એક દાયકા પહેલાં આવ્યું હોવા છતાં તે અત્યંત લોકપ્રિય
નિવડ્યું છે અને લાખો લોકો હજુ પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે.
એ સ્પષ્ટ છે કે
માઇક્રોસોફ્ટ કંપની તેના યૂઝર્સને તેની ઓપરેટિંગ સિસ્ટમના લેટેસ્ટ વર્ઝન તરફ વાળી
રહી છે.