ફરી એક વાર દુનિયા થંભી ગઈ

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
ફરી એક વાર દુનિયા થંભી ગઈ 1 - image


økÞk yXðkrzÞu Vhe Mkkrçkík ÚkÞwt fu xufLkku÷kuS Ãkh ðÄw Ãkzíkku {Ëkh hk¾ðk{kt økt¼eh òu¾{ku Au

આપણે એકવીસમી સદીમાં પ્રવેશવાની તૈયારીમાં હતા ત્યારે માઇક્રોસોફ્ટનાં કમ્પ્યૂટર્સ ૧૯૯૯ પછી ૨૦૦૦નું વર્ષ સમજી શકશે નહીં એવી આશંકા હતી. ‘વાયટુકે’ તરીકે ઓળખાતા એ પ્રોબ્લેમથી દુનિયાનાં કમ્પ્યૂટર્સ - અને એ કારણે દુનિયા - અટકી પડશે એવો ડર હતો. ત્યારે કમ્પ્યૂટર્સ આજનાં જેવાં સર્વવ્યાપી નહોતાં.

૨૪ વર્ષ પછી લગભગ એવું જ થયું. માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમવાળાં લાખો કમ્પ્યૂટર્સ એક સાથે અટકી પડ્યાં. એ કારણે, કોરોના પછી, ફરી એક વાર જાણે દુનિયા થંભી ગઈ! આ ઐતિહાસિક આઉટેજની અસર ઓસરતાં વાર લાગશે. અત્યારે તો, વ્યક્તિગત રીતે આપણે આવી આફતની અસર કેમ ઘટાડી શકીએ એની વાત કરીએ.

ykÃkýLku fu{ ykuAe yMkh ÚkE?

ગયા વીકએન્ડમાં આખી દુનિયા થંભી ગઈ, પણ આપણા સૌનાં પર્સનલ કમ્પ્યૂટર્સ લગભગ ચાલુ રહ્યાં, કારણ ફક્ત એટલું કે વાંધો સદભાગ્યે મૂળ માઇક્રોસોફ્ટના અપડેટમાં નહીં, પણ તેની ઓપરેટેરિંગ સિસ્ટમ માટે સિક્યોરિટી અપડેટ્સ પૂરા પાડતી થર્ડ પાર્ટી, ક્રાઉડસ્ટ્રાઇકનામની કંપનીના અપડેટમાં હતો.

જોકે આ કંપની પણ નાની મોટી નથી. દુનિયાભરમાં તેના ૩૦,૦૦૦ જેટલા ક્લાયટ્સ છે, જેમાંથી અડધોઅડધ ફોર્ચ્યુન ૫૦૦માંની કંપનીઓ છે. એટલે કે આખી દુનિયા ચલાવતી કંપનીઓનાં કમ્પ્યૂટર્સ ક્રાઉડસ્ટ્રાઇકના સિક્યોરિટી અપડેટ્સના ભરોસે ચાલતાં હતાં - જેણે એક વાર દગો દઈ દીધો!

આપણાં કમ્પ્યૂટર્સ આ ગ્લોબલ આઉટેજથી બચી જવાનું બીજું પણ એક મોટું કારણ છે - ઘણા લોકોનાં કમ્પ્યૂટર્સ હજી પણ વિન્ડોઝની પાઇરેટેડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે, જેને ક્યારેય અપડેટ કરવામાં આવતી નથી! જોકે એમ કરવું બીજી ઘણી રીતે જોખમી છે.

અત્યારે ફક્ત આપણાં અને માઇક્રોસોફ્ટ કંપનીનાં નસીબ સારાં હતાં કે વાંધો થર્ડ પાર્ટીના અપડેટ્સમાં હતો. જો માઇક્રોસોફ્ટની ખામી હોય તો અસર હજી ઘણી વધુ વ્યાપક હોત.

જો આપણા કમ્પ્યૂટરમાં ઓફિશિયલ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો માઇક્રોસોફ્ટ કંપની અવારનવાર અપડેટ્સ મોકલે છે અને આપણે તેને ધરાર અપડેટ કરવા પડે છે. હજી હમણાં સુધી તો એવી સ્થિતિ હતી કે આપણે પોતે કોઈ લેક્ચર કે પ્રેઝન્ટેશન આપવાનું હોય કે ઓનલાઇન મીટિંગ એટેન્ડ કરવાની હોય, પણ કમ્પ્યૂટરમાં અપડેટ આવે અને લાંબા સમય સુધી કમ્પ્યૂટરમાં બીજું કોઈ કામ થઈ જ ન શકે!

માઇક્રોસોફ્ટના અપડેટ્સ આમ પણ કમ્પ્યૂટરમાં નાની-મોટી તકલીફો ઊભી કરવા માટે કુખ્યાત છે.

આ વખતના ઐતિહાસિક આઉટેજે સાબિત કરી દીધું કે કોઈ એક કંપની પણ વધુ પડતો મદાર રાખવામાં ગંભીર જોખમો છે, પછી વાત આખી દુનિયા ચલાવતાં વિશાળ કોર્પોરેશન્સની  હોય કે આપણા એકલાના ખરેખરા પર્સનલ કમ્પ્યૂટરની!

yMkh nS fE heíku ½xkze þfkÞ?

આ પ્રકારના ગ્લોબલ આઉટેજ ભાગ્યે જ સર્જાય છે. એટલે આપણે વ્યક્તિગત બહુ ચિંતા કરવાની જરૂર નથી - જે બધાનું થાય તે આપણું થાય! આમ છતાં આવા ગ્લોબલ આઉટેજથી બચવાના કેટલાક ઉપાય છે.

૧. વિન્ડોઝ ઓએસ અપડેટ ન કરવી: આમાં દેખીતી રીતે જોખમ છે. આવા ઉપાયનો વિચાર પણ ન કરાય.

૨. વિન્ડોઝને બદલે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવો: લિનક્સ ચોક્કસપણે વધુ સલામત ઓએસ છે. પરંતુ આપણે જેનો નિયમિત રીતે ઉપયોગ કરતા હોઇએ એવાં ઘણાં સોફ્ટવેર તેમાં ન ચાલી શકે તેવું બની શકે. સૌ માટે આ સહેલો ઉપાય નથી.

૩. વિન્ડોઝને બદલે એપલ મેક ઓએસનો ઉપયોગ કરવો: આ પણ સૌ માટે સહેલો ઉપાય નથી કેમ કે વિન્ડોઝની તુલનામાં મેક કમ્પ્યૂટર્સ ખાસ્સાં મોંઘાં છે!

૪. સતત બેકઅપ લેવો: આ જ એક સચોટ ઉપાય છે. જ્યારે આપણે રોજિંદા ઉપયોગ માટે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, તેના અપડેટ્સ અને ક્લાઉડ સર્વર્સ પર આધાર રાખ્યા વિના છૂટકો નથી ત્યારે બે પ્રકારનાં જોખમ રહે છે.

પહેલું જોખમ એ કે આપણું કમ્પ્યૂટર ઠપ્પ થાય અને કામકાજ અટકી પડે, એથી પણ મોટું, બીજું જોખમ એ કે ક્લાઉડમાં સ્ટોર કરેલો આપણો ડેટા અનિશ્ચિત સમય સુધી કે કાયમ માટે ગુમાવવાનો વારો આવે.

હમણાં બન્યું તેમ કમ્પ્યૂટર ઠપ્પ થાય તો તેને કમ્પ્યૂટર એન્જિનીયરની મદદથી  ફરી શરૂ કરી શકાય, પરંતુ મહત્ત્વનો ડેટા ગુમાવવાનું પાલવે નહીં.

એ જ કારણે આપણે માટે ખરેખર બહુ મહત્ત્વની ફાઇલ્સ ફક્ત ક્લાઉડમાં સ્ટોર કરવાને બદલે તેની એક કોપી વનડ્રાઇવ, ગૂગલ ડ્રાઇવ કે અન્ય કોઈ પણ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસમાં સેવ્ડ રહે, બીજી કોપી આપણા કમ્પ્યૂટરમાં રહે અને એ ઉપરાંત ત્રીજી કોપી કમ્પ્યૂટરથી અલગ કોઈ ફિઝિકલ ડ્રાઇવમાં સ્ટોર્ડ રહે એ સૌથી સારી સ્થિતિ છે. હાલમાં જે બન્યું તે માત્ર ટેકનિકલ ભૂલને કારણે બન્યું. પરંતુ અવારનવાર બને છે તેમ વ્યાપક સાયબરએટેક કે રેન્સમવેર એટેકનો આપણે ભોગ બનીએ ત્યારે તેનાથી બચવા માટે ડેટાનો ત્રણ જગ્યાએ બેકઅપ એ જ સૌથી મોટું હથિયાર બની શકે.


Google NewsGoogle News