3જી જૂને વિશાળ ગગનમાં જોવા મળશે પ્રકૃતિનો નયનરમ્ય નજારો, એક સાથે છ ગ્રહોનું થશે આકાશદર્શન
Image Envato |
Akash Darshan : આગામી 3 જૂન 2024ના રોજ અફાટ અંતરિક્ષમાં પ્રકૃતિને અદભુત, અનોખો, યાદગાર ઉત્સવ ઉજવાશે. નિસર્ગનો આ ઉત્સવ હશે આપણા સૂર્યમંડળના છ ગ્રહો (બુધ, મંગળ, ગુરુ, શનિ, યુરેનસનેપ્ચ્યુન)ના ઉદયનો. સરળ રીતે સમજીએ તો ૩ જૂને સૂર્યોદયના બે કલાક પહેલાં એક સાથે છે ગ્રહોનું દર્શન થઈ શકે તેવો ખગોળિય યોગ સર્જાશે.
હજી ગઈ ૮,એપ્રિલે ખગ્રાસ સૂર્યગ્રહણને સુંદર અને મનમોહક નજારો જોઈને મેક્સિકો, કેનેડા, અમેરિકાનાં લાખો નાગરિકો રાજીનાં રેડ થઈ ગયાં હતાં. આજની નવી પેઢીને બ્રહ્માંડમાં થતી અજીબોગરીબ ગતિવિધિ નજરોનજર નિહાળવાની સોનેરી તક મળી હતી.
અનંત આકાશમાં એક સાથે છ ગ્રહોનું થશે દર્શન
હવે ૩ જૂને આકાશમાં ફરીથી છ ગ્રહોનું અજીબોગરીબ અને આશ્ચર્યજનક કહી શકાય તેવું દર્શન થઈ શકશે. અનંત આકાશમાં એક સાથે છ ગ્રહોનું દર્શન કરવાની યોગ સર્જાઈ રહ્યો હોવાથી પ્રકૃતિ પ્રેમીઓને અને આકાશ દર્શનના શોખીનોને જબરી ઉત્સુકતા હોય તે સહજ છે.
આટલા ગ્રહો નરી આંખે જોઈ શકાશે
આમ છતાં વિશાળ ગગનમાં એક સાથે છ ગ્રહો એક જ લાઈનમાં કે હરોળમાં આવે ખરા ? આ ખગોળિય ઘટનાનો ખરો અને ખગોળશાસ્ત્રના સચોટ નિયમોની દ્રષ્ટિએ શો અર્થ થાય? આટલા બધા ગ્રહો નરી આંખે જોઈ શકાશે ?
આપણું સૂર્યમંડળ સંપૂર્ણ ગોળાકાર નહીં પણ દિર્ઘવર્તુળાકાર છે
વિશ્વ પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી અને ધ ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ ડો.જે. જે. રાવલે તેમના બહોળા સંશોધન અને અભ્યાસના આધારે ગુજરાત સમાચારને કહ્યું હતું કે ખરેખર તો એક સાથે છ ગ્રહો કે પાંચ ગ્રહો એક જ હરોળમાં કે લીટીમાં આવશે તેમ કહેવું ખોટું છે. ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ રોકડું સત્ય એ છે કે આપણું સૂર્યમંડળ સંપૂર્ણ ગોળાકાર નહીં પણ દિર્ઘવર્તુળાકાર છે. વળી, સૂર્ય મંડળ પણ નાના (અંદરનું) અને મોટા (બહારના)એમ બે વર્તુળમાં છે. બુધ,શુક્ર,પૃથ્વી, મંગળ એમ ચાર ગ્રહો(આ ચારેય ગ્રહો કદમાં નાના અને ખડકાળ-સપાટીવાળા છે) નાના એટલે કે અંદરના વર્તુળમાં છે. જ્યારે ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન એમ ચાર ગ્રહો(આ ચારેય ગ્રહો કદમાં વિશાળ અને વાયુના ગોળા છે) મોટા એટલે કે બહારના વર્તુળમાં છે.
આ સ્થિતિમાં મંગળ અને શનિ જોઈ શકાશે ખરા પણ થોડા
૩, જૂને સૂર્યમંડળના અંદરના વર્તુળમને બે અને મંગળ ગ્રહો ઉદય પામશે, જ્યારે ગુરુ, શનિ યુરેનસ, નેપ્યુન વગેરે બહારના વર્તુળના ગ્રહો પણ ઉદય પામશે. ૩, જૂને બુધ, મંગળ, ગુરુ, શનિ,યુરેનસ, નેપ્યુન એમ છ ગ્રહો ફરતાં ફરતાં ખરેખર તો સૂર્યની એક તરફ આવશે. આ સ્થિતિમાં મંગળ અને શનિ જોઈ શકાશે ખરા પણ થોડા ઝાંખા. બુધ સૂરજની સૌથી નજીક હું હોવાથી તેનાં તેજસ્વી કિરણોને કારશે નહીં જોઈ શકાય. વળી, યુરેનસ અને નેપ્ચ્યુન બંને તો સૂર્યથી સૌથી દૂરના અંતરે હોવાથી તેને દર્શન કરવા માટે આધુનિક ટેલિસ્કોપની જરૂર રહેશે.
કોઈપણે બે જ ગ્રહો એક સાથે એક રેખામાં જોઈ શકાશે
૩, જૂને એક સાથે છે, ગ્રહો નહીં પણ કોઈપણે બે જ ગ્રહો એક સાથે એક રેખામાં જોઈ શકાશે. જ્યારે ત્રીજો ગ્રહ પેલા બે ગ્રહની પાછળ હશે, જે જોઈ નહીં શકાય. અન્ય ગ્રહોની સ્થિતિ પણ આવી જ હોય. જોકે આપણને પૃથ્વી પરથી આવું દ્રશ્ય દેખાય, જેને દ્રષ્ટિભ્રમ કહેવાય છે, ખગોળશાસ્ત્રના નિયમ મુજબ ગ્રહોની આવી સ્થિતિને રેઝોનન્સ ઓફ રિલેશન્સ કહેવાય છે. ગ્રહોનું બેલેન્સ જળવાવું જરૂરી છે.
હવે ૩, જૂને આ તમામ ગ્રહો ફરતાં ફરતાં સૂર્ય નજીક આવશે. આમ છતાં દરેક ગ્રહ એકબીજાથી ઘણા દૂર પણ હશે. ગ્રહો એકબીજાથી ઘણા દૂરના અંતરે હોય તો જ જોઈ શકાય, નહીં તો નહીં
બુધ, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન અમે છ ગ્રહોંની પ્લેનેટરી પરેડ
૩, જૂને બુધ, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન અમે છ ગ્રહોંની પ્લેનેટરી પરેડ એવો શબ્દપ્રયોગ પણ થાય છે. જોકે આવી પ્લેનેટરી પરેડ ક્યારેય ન થાય. કહેવાય પણ નહીં. ખગોળશાસ્ત્રના નિયમોની દ્રષ્ટિએ છ કહીએ તો એક સાથે છ ગ્રહો એક હરોળમાં અને એકબીજાની નજીક આવી જાય તો ગુરુ જેવો મહાકાય અને અતિ અતિ પ્રચંડ ગુરુત્વાકર્ષણ બળ ધરાવતો ગ્રહ બીજા નાના ગ્રહને પોતાના ભણી ખેંચી લે. એમ કહો કે ગળી જાય.