Get The App

Appleને પછાડી Nvidia બની દુનિયાની પહેલા નંબરની સૌથી મોટી અને વિશ્વસનીય કંપની

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
Appleને પછાડી Nvidia બની દુનિયાની પહેલા નંબરની સૌથી મોટી અને વિશ્વસનીય કંપની 1 - image


Nvidia Overtake Apple: Nvidiaએ એક નવો ઇતિહાસ રચ્યો છે. દુનિયાની સૌથી મોટી અને વિશ્વસનીય કંપની Appleને પછાડીને Nvidia હવે નંબર 1 બની ગઈ છે. Nvidiaના શેર અને તેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચીપની વધતી ડિમાન્ડને કારણે તે હવે નંબર 1 પોઝિશન પર આવી ગઈ છે. Nvidiaની માર્કેટ વેલ્યુ હાલમાં 3.53 ટ્રિલિયન અમેરિકન ડૉલર છે. Appleની માર્કેટ વેલ્યુ 3.52 ટ્રિલિયન અમેરિકન ડૉલર છે.

Nvidiaનો સૂર્યોદય

વીડિયો ગેમ્સ માટે ફક્ત પ્રોસેસર બનાવવા માટે જાણીતી કંપની Nvidia હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં એક પ્રબળ નામ બની ગઈ છે. આ કંપનીના શેરનો ભાવ આ વર્ષે 190 ટકાથી વધુ વધ્યો છે. OpenAIએ 6.6 બિલિયન અમેરિકન ડૉલર ફંડની જાહેરાત કરી ત્યારથી Nvidia માર્કેટમાં ખૂબ જ ચર્ચામાં રહી છે. OpenAIના GPT-4 માટે Nvidiaની ચીપ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. AI કંપનીઓ દ્વારા Nvidiaની ચીપની વધતી ડિમાન્ડને કારણે તેના શેરમાં પણ વધારો જોવા મળ્યો છે.

હરીફાઈ

દુનિયાની નંબર 1 કંપની બનવાની રેસમાં Nvidia, Apple અને Microsoft એકમેકની ખૂબ જ નજીક છે. જૂનમાં Nvidia પહેલા ક્રમ પર આવવાની તૈયારીમાં હતી, પરંતુ Apple અને Microsoft તેને ટક્કર મારી ગયા હતા. જોકે હાલમાં Nvidiaના શેરના ભાવમાં વધારો થતાં તે ફરીથી પહેલા ક્રમ પર પહોંચી ગઈ છે.

Appleને પછાડી Nvidia બની દુનિયાની પહેલા નંબરની સૌથી મોટી અને વિશ્વસનીય કંપની 2 - image

Appleની પડકાર

Nvidia એક તરફ આગળ વધી રહી છે ત્યારે Apple અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. ચીનમાં iPhoneના વેચાણમાં 0.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. Apple ટૂંક સમયમાં તેના ત્રીજા ક્વાર્ટરના રિપોર્ટ જાહેર કરશે. કેટલાક વિશ્લેષકોએ આ વર્ષના ક્વાર્ટરમાં 5.55 ટકાનો રેવેન્યુ વધારો થવાનો અનુમાન મૂક્યું છે. જોકે Nvidiaનું રેવેન્યુ ગયા વર્ષની સરખામણીએ 82 ટકા વધ્યું હોવાની સંભાવના છે. આ સાથે જ Appleને ઇન્ડોનેશિયામાં બેન કરવામાં આવ્યો છે, અને આ પણ એક મોટો પડકાર બની ગયો છે.

આ પણ વાંચો: iPhone 16 પર બેન: જાણો શું છે કારણ અને એની શું અસર પડી શકે છે?

AIનું ભવિષ્ય

Nvidiaની સફળતા એ દર્શાવી રહી છે કે AIનું ભવિષ્ય કેટલું ઉત્તમ છે. હવે ઘણી કંપનીઓ AI ચીપ્સ બનાવવા માટે રેસમાં આવી જશે. જોકે આ ટ્રેન્ડ શરુ થાય તે પહેલાં જ Nvidia આ રેસમાં સૌથી આગળ છે. આથી, જો ઇકોનોમિક પરિસ્થિતિ સારી રહેશે તો Nvidia સતત શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપતી રહેશે.


Google NewsGoogle News