ભારત પોતાની ટેક્નોલોજી આપશે ટ્રિનિદાદ અને ટોબેગોને, કેરેબિયન આઇલેન્ડ દેશ માટે UPI જેવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બનાવશે
UPI International: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) ની વિદેશની બ્રાન્ચ હવે કેરેબિયન આઇલેન્ડ કન્ટ્રી ટ્રિનિદાદ એન્ડ ટોબેગો માટે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બનાવવા જઈ રહી છે. ઇન્ડિયાની યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેઝ ખૂબ જ પોપ્યુલર છે. આ સાથે જ તે ખૂબ જ સરળ અને ફાસ્ટ છે. આથી દુનિયાના ઘણાં દેશ આ સિસ્ટમનો ઉપયોગ કરવા પ્રેરિત થયા છે.
NPCI ની ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) ના કહ્યા મુજબ તેઓ હાલમાં ટ્રિનિદાદ એન્ડ ટોબેગોની મિનિસ્ટ્રી ઓફ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સાથે વાતચિત કરી રહ્યાં છે. તેઓ પર્સન-ટૂ-પર્સન અને પર્સન-ટૂ-મર્ચન્ટ ટ્રાન્સેક્શન માટે પેમેન્ટ સિસ્ટમ બનાવવાની કોશિશ કરી રહ્યાં છે.
આ પણ વાંચો: અમેરિકન કંપની સિસ્કોએ પહેલી વાર ભારતમાં પ્લાન્ટ નાખ્યો, 1200 વ્યક્તિઓને મળશે જોબ
NPCI એક નોન-પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જે ઇન્ડિયાની રિટેઇલ પેમેન્ટ સિસ્ટમ પર નજર રાખે છે. એમાં UPI નો પણ સમાવેશ થાય છે જે ડિજિટલ પેમેન્ટ્સ માટે ખૂબ જ પ્રચલિત છે. આ વર્ષની શરૂઆતમાં NIPL એ નામિબિયા અને પેરુ માટે UPI ની બ્લુ પ્રિન્ટનો ઉપયોગ કરીને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ડેવલપ કરી આપવાની સહમતી દેખાડી હતી.
NPCI ની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને દુનિયાભરમાં પ્રચલિત કરવાની જવાબદારી NIPL દ્વારા ઉપાડવામાં આવી છે. તેઓ હાલમાં આફ્રિકન અને સાઉથ અમેરિકન દેશો સાથે પણ ડિજિટલ સિસ્ટમ બનાવવા માટે વાતચીત કરી રહ્યાં છે.