હવે WhatsApp સ્ટેટસ પર શેર કરી શકશો લાંબા વીડિયોઝ, નવું ફીચર થશે લોન્ચ

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
હવે WhatsApp સ્ટેટસ પર શેર કરી શકશો લાંબા વીડિયોઝ, નવું ફીચર થશે લોન્ચ 1 - image


Image Source: Freepik

Whatsapp Feature : વ્હોટ્સએપ એક બાદ એક નવા ફીચર પર કામ કરી રહ્યુ છે. સ્ક્રીનશોટ બ્લોકથી લઈને અવતાર ફીચર સુધી... ગત દિવસોમાં WhatsApp ઘણા નવા ફીચર્સ લઈને આવ્યુ છે. આ દરમિયાન કંપની સ્ટેટસ અપડેટ માટે અત્યાર સુધીનું સૌથી દમદાર ફીચર લઈને આવી છે. આ નવા ફીચરમાં યૂઝર્સ સ્ટેટસ અપડેટમાં એક મિનિટનો વીડિયો પણ શેર કરી શકશો.

અત્યાર સુધી વ્હોટ્સએપ પર માત્ર 30 સેકન્ડનો વીડિયો સ્ટેટસ પર લગાવી શકાતો હતો પરંતુ આ નવુ ફીચર આવ્યા બાદ સ્ટેટસની ટાઈમ લિમિટ વધારી દેવાઈ છે. આ નવા ફીચરને લઈને WABetaInfoએ એક્સ પર જાણકારી આપી છે. એટલુ જ નહીં WABetaInfo એ નવા ફીચરને લઈને સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.

ઘણા સમયથી આ ફીચરની માગ થઈ રહી હતી

કંપની આ નવા ફીચરને બીટા યૂઝર્સ માટે રોલઆઉટ કરી રહી છે. બીટા યૂઝર્સ આ અપડેટને વ્હોટ્સએપ બીટા ફોર એન્ડ્રોયડ 2.24.7.6 માં ચેક કરી શકે છે. યૂઝર્સ ઘણા સમયથી સ્ટેટસમાં લાંબા વીડિયોને શેર કરનાર ફીચરની માંગ કરી રહ્યા હતા જે બાદ તેમની આ માંગ પૂરી થવા જઈ રહી છે. બીટા ટેસ્ટિંગ પૂરી થયા બાદ જ આ ફીચરને ગ્લોબલ યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

વ્હોટ્સએપ સ્ટેટસ અપડેટ ફીચર સિવાય એક બીજા ફીચર પર પણ કામ કરી રહ્યુ છે. આ ફીચરમાં તમે વ્હોટ્સએપ પર યુપીઆઈ પેમેન્ટ માટે QR કોડ સ્કેન કરી શકશો. WABetaInfo ની એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે કંપની આ ફીચરને લઈને બીટા ટેસ્ટિંગ કરી રહ્યુ છે. જે બાદથી આ ફીચર ગ્લોબલ યૂઝર્સ માટે રોલઆઉટ થઈ શકશે. 


Google NewsGoogle News