હવે Mail IDથી પણ ખોલી શકશો વૉટ્સએપ એકાઉન્ટ, કંપની લાવી રહી છે નવું ફીચર

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
હવે Mail IDથી પણ ખોલી શકશો વૉટ્સએપ એકાઉન્ટ, કંપની લાવી રહી છે નવું ફીચર 1 - image


                                                             Image Source: Freepik

અમદાવાદ, તા. 04 નવેમ્બર 2023 શનિવાર

વ્હોટ્સએપ એન્ડ્રોયડ અને આઈઓએસ માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યુ છે જેની મદદથી તમે જીમેલ આઈડીથી પોતાના એકાઉન્ટને લોગિન કરી શકશો. વર્તમાનમાં વ્હોટ્સએપ એકાઉન્ટને સ્માર્ટફોન પર ઓપન કરવા માટે મોબાઈલ નંબરની જરૂર હોય છે પરંતુ ટૂંક સમયમાં મેલ આઈડીની મદદથી પણ પોતાના 

વ્હોટ્સએપ એકાઉન્ટને ઓપન કરી શકશો. જોકે આ માટે જરૂરી હશે કે તમારે પહેલા પોતાની મેલ આઈડી એકાઉન્ટ સાથે વેરીફાઈ કરવાની રહેશે. મેલ આઈડીને વેરિફાઈ કરવા માટે તમારે મેલ આઈડીને નોંધીને તેની પર આવેલા ઓટીપીને સબમિટ કરવાનો રહેશે. મેલ આઈડી વેરીફાઈ થઈ ગયા બાદ તમે પોતાનું વ્હોટ્સએપ એકાઉન્ટ તેની મદદથી પણ ખોલી શકશો. હાલ આ ફીચર અમુક એન્ડ્રોયડ અને આઈઓએસ બીટા ટેસ્ટર્સ માટે જારી કરવામાં આવ્યુ છે.

આ અપડેટની જાણકારી વ્હોટ્સએપના ડેવલપમેન્ટ પર નજર બનાવનારી વેબસાઈટ Wabetainfoએ શેર કરી છે. વેબસાઈટ અનુસાર વ્હોટ્સએપ નવા ઈમેલ એડ્રેસ ઓપ્શન પર કામ કરી રહી છે જે યૂઝર્સને સેટિંગની અંદર મળશે. જો તમે પણ વ્હોટ્સએપના તમામ નવા ફીચર્સને પહેલા મેળવવા ઈચ્છો છો તો બીટા પ્રોગ્રામ માટે ઈનરોલ કરી શકો છો.

નવુ ફીચર આવવાથી પહેલેથી હાજર મોબાઈલ નંબર બેઝ્ડ લોગિન ફીચર ખતમ થશે નહીં અને યૂઝર્સ તેના દ્વારા પણ એકાઉન્ટ લોગિન કરી શકશે એટલે કે જૂના ફીચરની સાથે-સાથે કંપની એક નવુ ઓપ્શન યૂઝર્સને આપી રહ્યા છે જે તેમને વધુ ફ્લેક્સિબિલિટી અને પ્રાઈવસી આપશે.

71 લાખ કરતા વધુ એકાઉન્ટ બેન કર્યા

વ્હોટ્સએપે ભારતમાં 71 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આવુ પહેલી વખત છે જ્યારે વ્હોટ્સએપે કોઈ દેશમાં એક સાથે આટલા બધા એકાઉન્ટને બેન કર્યા છે. વ્હોટ્સએપ અનુસાર આ બેન કંપનીના યૂઝર સેફ્ટી રિપોર્ટના આધારે લગાવવામાં આવ્યો છે. જેમાં આ એકાઉન્ટમાં અમુક એવી એક્ટિવિટી જોવામાં આવી જે કંપનીના નિયમો વિરુદ્ધ છે. સપ્ટેમ્બર મહિનામાં કંપનીને રેકોર્ડ 10,442 ફરિયાદ રિપોર્ટ મળી. જેમાંથી 85 પર કાર્યવાહી કરવામાં આવી, જેનો અર્થ છે કે આ ખાતાને પ્રતિબંધિત કરી દેવાયા કે રિવ્યૂ બાદ ફરી શરૂ કરી દેવાયા છે.


Google NewsGoogle News