હવે એક ક્લિકમાં જાણી શકશો તમારા શહેરનું વાયુ પ્રદૂષણનું લેવલ, ગૂગલ લોન્ચ કરશે નવું ફીચર

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
હવે એક ક્લિકમાં જાણી શકશો તમારા શહેરનું વાયુ પ્રદૂષણનું લેવલ, ગૂગલ લોન્ચ કરશે નવું ફીચર 1 - image


                                                        Image Source: Freepik

અમદાવાદ, તા. 24 ઓક્ટોબર 2023 મંગળવાર

દેશનું હવામાન ઠંડુ થવાની સાથે જ પ્રદૂષણનો પ્રભાવ પણ વધવા લાગ્યો છે. દિલ્હી એનસીઆર વિસ્તારમાં વાયુ પ્રદૂષણ પહેલેથી જ વધવાનું શરૂ થઈ ગયુ છે, જેનાથી શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો છે. બહાર જવા પહેલા હવાની ગુણવત્તાની તપાસ કરવી મહત્વપૂર્ણ છે, જેથી તમે પોતાની બહારની પ્રવૃતિઓની યોજના બનાવી શકો. આ માટે ગૂગલ એક નવુ ફીચર લાવી રહ્યુ છે, જેની મદદથી તમે ગૂગલ ડિસ્કવરમાં પોતાના શહેરનો વાયુ ગુણવત્તા સૂચકાંક જોઈ શકો છો. 

ગૂગલ લાવી રહ્યુ છે નવુ ફીચર

ગૂગલના રિપોર્ટ અનુસાર લોકોની મદદ કરવા માટે ગૂગલ કથિત રીતે યુઝર્સને વાયુ ગુણવત્તાને ટ્રેક કરવામાં મદદ કરવાનું આયોજન બનાવી રહ્યુ છે, જે પ્રદૂષિત વિસ્તારોમાં રહેતા લોકો માટે એક શ્રેષ્ઠ ફીચર હશે. 

પ્લેટફોર્મ iOS અને Android બંને ઓપરેટિંગ સિસ્ટમ પર ડિસ્કવર ટેબમાં AQI કાર્ડને વ્યાપક રીતે રોલ આઉટ કરી રહ્યુ છે. યૂઝર્સને ટૂંક સમયમાં જ આ નવુ ટેબ ગૂગલ એપમાં જોવા મળશે, જે હોમ સ્ક્રીનના ડાબી તરફ હશે. જોકે, આ સુવિધા હજુ સુધી ટેબલેટ કે પિક્સલ ફોલ્ડ પર ઉપલબ્ધ નથી. 

ડિસ્કવર ફીડમાં મળશે નવુ મિની કાર્ડ

ગૂગલ મોબાઈલ ડિવાઈસ પર ગૂગલ ડિસ્કવર ફીડમાં એક મિની કાર્ડ જોડશે, જે લોકલ એરિયા માટે વાસ્તવિક સમયમાં વાયુ ગુણવત્તા અપડેટ બતાવશે. કંપનીએ કસ્ટમાઈઝ મેનૂને પણ નવુ રૂપ આપ્યુ છે અને મટેરિયલ યૂ સ્વિચને ચેકબોક્સથી બદલી દીધુ છે.

ડિસ્કવર ટેબમાં આ સુવિધાઓ મળે છે

ગૂગલની પાસે વર્તમાનમાં ડિસ્કવર ટેબમાં ત્રણ મિની-કાર્ડ છે- રમત-ગમત, હવામાન અને નાણાકીય. સ્પોર્ટ્સ કાર્ડ તમારા દ્વારા અનુસરણ કરવામાં આવતી ટીમો માટે લાઈવ અપડેટ બતાવે છે, હવામાન કાર્ડ તમને વર્તમાન હવામાનની સ્થિતિથી અપડેટ રાખે છે અને નાણાકીય કાર્ડ તમારા દ્વારા અનુસરણ કરવામાં આવતા ઉદ્યોગોના સ્ટોકની કિંમતો અને બજારની સ્થિતિને ટ્રેક કરે છે.

હવે ગૂગલ ડિસ્કવર ટેબમાં એક ચોથુ મિની-કાર્ડ વાયુ ગુણવત્તા (AQI) જોડાઈ રહ્યુ છે. મિની ટેબ ઉપયોગકર્તાઓને પોતાના વિસ્તારમાં હવાની ગુણવત્તાને ઝડપથી અને સરળતાથી તપાસવાની પરવાનગી આપે છે. સુવિધાનો ઉપયોગ કરવા માટે ઉપયોગકર્તાઓએ બસ AQI મિની કાર્ડ પર ટેપ કરવાનું રહેશે. આ વાયુ ગુણવત્તા ડેટાનું સર્ચ શરૂ કરશે અને ડિસ્કવર ટેબમાં ડિસ્પ્લે કરશે.

અત્યારે આ સુવિધા અમુક બીટા ઉપયોગકર્તાઓમાં દેખાઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે એન્ડ્રોયડ (વર્જન 14.32) અને આઈઓએસ પર ગૂગલ એપ બીટામાં એક ખાલી કાર્ડ છે જે ટેપ કરવા પર વાયુ ગુણવત્તા સર્ચ કરે છે.


Google NewsGoogle News