Get The App

હવે VPN સર્વિસ પણ સાણસામાં !

Updated: Jun 11th, 2022


Google News
Google News
હવે VPN સર્વિસ પણ સાણસામાં ! 1 - image


- MkkurþÞ÷ {erzÞk ÃkAe nðu ¼khík{kt, ÷kufkuLku RLxhLkux Ãkh yku¤¾ AwÃkkððk{kt {ËË fhíke rðrðÄ MkŠðMk Ãkh íkðkE ykðe Au

ગયા વર્ષની શરૂઆતમાં ભારતમાં સોશિયલ મીડિયા પર ખાસ્સાં નિયંત્રણો લાદવામાં આવ્યાં. એ પછી આ વર્ષે એપ્રિલના અંતમાં ભારત સરકારે એક નવો મોરચો ખોલ્યો છે, હવે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન) સર્વિસ પર નવાં નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે, જે આ મહિને લાગુ થઈ જશે.

આટલું વાંચીને તમારા બે પ્રતિભાવ હોઈ શકે. એક, ‘આ વીપીએન શું છેઅને બીજો ‘આવું તો થઈ જ કેવી રીતે શકે? આમાં તો વીપીએનનો મૂળ હેતુ જ માર્યો જશે!’ તમારો પ્રતિભાવ આ બંનેમાંથી ગમે તે હોય - વીપીએન શું છે અને તેના પર સરકારે કેવાં નિયંત્રણો લાદ્યાં છે એ જાણવામાં તમને રસ પડવો જોઇએ. કારણ કે સોશિયલ મીડિયાની જેમ આ આપણને રોજરોજ સ્પર્શતી બાબત નથી તેમ છતાં તે આપણને અસર તો ચોક્કસ કરે છે.

દરેક બાબતની જેમ વીપીએન બેધારી તલવાર છે - કાયદાને પૂરેપૂરા અનુસરતા, પણ ઇન્ટરનેટ પર પ્રાઇવસી ઇચ્છતા લોકો વીપીએન વરદાન છે, તો ઇન્ટરનેટની આંટીઘૂંટીઓ ન જાણતા લોકોને શિકાર બનાવી, સાયબરફ્રોડ કે અન્ય પ્રકારની ગુનાખોરી કરતા લોકો માટે વીપીએન હથિયાર છે કેમ કે તેનાથી તેઓ પોતાની ઓળખ છુપાવી શકે છે!

તમારી સાથે ક્યારેય સાયબરફ્રોડ થયો છે? તો તમને સખત અકળાવતો એક સવાલ એ હશે કે તમને છેતરનારો ઠગ કોઈ રીતે ઓળખાય નહીં  એવું કેવી રીતે બની શકે? કારણ એ છે કે ઇન્ટરનેટ પર ગૂમનામ રહી શકાય છે.

વીપીએનનો મૂળ હેતુ ઇન્ટરનેટ પર ગૂમનામ રહેવામાં લોકોને મદદ કરવાનો છે, પણ સરકારનાં નવાં નિયંત્રણો અનુસાર વીપીએન (તથા અન્ય પ્રકારની ઇન્ટરનેટ આધારિત) સર્વિસ આપતી કંપનીએ તેના યૂઝરની ઓળખ છતી થાય તેવો ઘણા પ્રકારનો ડેટા પૂરાં પાંચ વર્ષ સુધી સાચવી રાખવાનું ફરજિયાત બનાવ્યું છે. આ કારણે ઘણી વીપીએન સર્વિસ ભારતમાંથી પોતાનો બિઝનેસ સમેટી રહી છે. આપણે આ વિષયમાં થોડા ઊંડા ઊતરીએ.

ðåÞwoy÷ «kRðux Lkuxðfo (VPN) MkŠðMk Ãkh fuðkt rLkÞtºký ykðe hÌkkt Au?

ભારતમાં વીપીએનનો ઉપયોગ સતત વધી રહ્યો છે. એક તરફ લોકો પોતાની પ્રાયવસી બાબતે વધુ ચિંતિત અને સભાન થયા છે. આથી તેઓ ઇન્ટરનેટ પરની તેમની બધી ગતિવિધિ જુદી જુદી કંપનીના ચોપડે ચઢતી જાય એવું ઇચ્છતા નથી. એ કારણે ઇન્ટરનેટ પર ગૂમનામ રહેવા માટે તેઓ વીપીએનનો ઉપયોગ કરે છે. બીજી તરફ કોરોના દરમિયાન વિવિધ કંપનીના કર્મચારીઓએ વર્ક-ફ્રોમ-હોમ કરવાનું થયું આથી તેમણે કંપનીના ડેટાની પ્રાયવસી જાળવવા માટે પણ વીપીએનનો ઉપયોગ કરવાનો થયો.

વિશ્વભરમાં વીપીએનનો સર્વિસ સૌથી વધુ ઉપયોગ કરતા ટોચના ૨૦ દેશોમાં ભારતનું નામ પણ સામેલ છે. કોરોના પછી મોટી મોટી કંપનીઓએ પોતાના નેટવર્કને સલામત બનાવવા માટે વીપીએન સર્વિસનો લાભ લેવાનું શરૂ કર્યું છે. કોર્પોરેટ યૂઝર્સ ઉપરાંત એક્ટિવિસ્ટ, જર્નાલિસ્ટ, વકીલો વગેરે પણ પોતાની ઓળખ ખાનગી રાખવા તથા જે તે દેશમાં સરેરાશ યૂઝર્સ માટે બ્લોક કરવામાં આવતી વેબસાઇટ્સના કન્ટેન્ટ સુધી પહોંચવા માટે વીપીએનનો ઉપયોગ કરે છે.

વીપીએનનો મૂળભૂત હેતુ ઇન્ટરનેટ યૂઝરને ગુમનામ રાખીને તેના ડેટાની પ્રાયવસી જાળવવાનો છે. પરંતુ દરેક ફાયદા સામે ગેરફાયદા હોય જ, તેમ આ ટેક્નોલોજીનો દુરુપયોગ પણ વધી રહ્યો છે. પરિણામે સરકારે વીપીએન સર્વિસ પૂરી પાડતી કંપનીઓ પર નિયંત્રણો લાદ્યાં છે, જેનો આ મહિનાના અંત સુધીમાં અમલ શરૂ થઈ જશે.

આ નિયંત્રણો અનુસાર, વીપીએન સર્વિસ પ્રોવાઇડ કરતી કંપનીઓએ તેના યૂઝર્સનાં આઇપી એડ્રેસ અથવા અન્ય ડેટા ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી જાળવવો પડશે. વીપીએન કંપની ઉપરાંત ક્લાઉડ સર્વિસ પ્રોવાઇડર્સ, ડેટા સેન્ટર્સ અને ક્રિપ્ટો એક્સચેન્જે પણ તેવી સર્વિસનો ઉપયોગ કરનારા તમામ યૂઝરનો ડેટા પાંચ વર્ષ સુધી જાળવવો પડશે.

આ ડેટામાં યૂઝરનેમ, આઇપી એડ્રેસ, ઉપયોગની પેટર્ન, યૂઝરની ઓળખ સાબિત થઈ શકે એવી અન્ય માહિતી તથા યૂઝરે સોશિયલ મીડિયા એકાઉન્સ્ટ્સની બિનઅધિકૃત એક્સેસ કરી હોય તો તેની વિગતો પણ સાચવવી પડશે. કોઈ કંપનીના યૂઝરે એક સર્વિસમાં પોતાનું એકાઉન્ટ ડિલીટ કર્યું હોય કે સબસ્ક્રિપ્શન કેન્સલ કર્યું હોય તો પણ તેનો ડેટા કંપનીએ સાચવી રાખવો પડશે.

આનો અર્થ એ થયો કે સરકાર કે તેની એજન્સી ઇચ્છે ત્યારે વીપીએન સર્વિસ પ્રોવાઇડર કંપની પાસેથી તેના યૂઝરનો ડેટા મેળવી શકશે!

ભારતમાં વિવિધ ઇન્ટરનેટ સર્વિસના ડેટા ચોરી થવાનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. એ કારણે વીપીએન પરનાં નિયંત્રણોના નવા નિયમો અનુસાર કંપનીનો ડેટા બ્રીચ થાય તો કંપનીએ વધુમાં વધુ છ કલાકની અંદર એની જાણ કરવી પડશે અને તેને સંબંધિત ડેટા છ મહિના સુધી જાળવી રાખવો પડશે.

ભારતમાં વીપીએન સર્વિસ પ્રોવાઇડ કરતી કંપનીઓએ આ નિયંત્રણોનો વિરોધ કર્યો છે. જોકે ભારત સરકારે મક્કમ વલણ દાખવીને કહ્યું છે કે જે કંપની આ નિયંત્રણોનું પાલન કરવા તૈયાર ન હોય તે ભારતમાંથી પોતાની સર્વિસ સમેટી શકે છે. અમુક વીપીએન સર્વિસ પ્રોવાઇડર કંપનીઓએ વાસ્તવમાં આમ કરવાનું શરૂ પણ કર્યું છે.

ભારત ઉપરાંત રશિયા, ચીન, ઉત્તર કોરિયા, ઇરાક, યુએઇ વગેરે દેશોમાં વીપીએન પર કોઈ ને કોઈ રીતે નિયંત્રણો લાદવામાં આવ્યાં છે.

યૂઝરની પ્રાઇવસી પર તરાપ કે ગુનાખોરી પર અંકુશ?

ભારત જેવા દેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા યૂઝરની પ્રાયવસી ચોક્કસ મહત્ત્વની છે પરંતુ ઇન્ટરનેટ પર ગૂમનામ રહી શકાય છે એ વાતનો હેકર્સ, ફાયનાન્સિયલ ફ્રોડ કરતા લોકો અને અસામાજિક તત્વો દેખીતો લાભ લે છે. વીપીએન સર્વિસ પરનાં નવાં નિયંત્રણોને કારણે આવા લોકો કાયદાની નજરથી છટકી શકશે નહીં.

હાલમાં ઇન્ટરનેટની મદદથી ઓનલાઇન ટ્રાન્ઝેકશન અત્યંત સરળ બન્યાં છે. ક્રિપ્ટોકરન્સી પ્રકારના નવા ચલણને કારણે આવાં ટ્રાન્ઝેકશન વધુ સલામત બન્યાં છે પરંતુ તેને કારણે મનીલોન્ડરિંગ પણ સહેલું થયું છે. હવે વીપીએનની મદદથી ઓળખ છૂપાવવી મુશ્કેલ બનશે તેથી ઇન્ટરનેટ પર ગુમનામ રહીને નાણાંની ગેરકાયદે આપલે પણ મુશ્કેલ બની શકે છે.

આની એક અસર એ પણ થશે કે ભારતમાં આવનારા સમયમાં વીપીએન સર્વિસ મોંઘી થઈ શકે છે. તેમ જ આપણે ઇન્ટરનેટ પર કોઈ પણ સર્વિસનો ઉપયોગ કરવા માગીએ ત્યારે આપણે પોતાની ઓળખ સાબિત કરવા માટે વધુ કડક કેવાયસી વેરિફિકેશન પ્રોસેસ પૂરી કરવી પડે એવી પણ શક્યતા છે.

VPN ¾hu¾h þwt Au?

આપણે પોતાના કમ્પ્યૂટર કે મોબાઇલમાં વીપીએન સર્વિસ મેળવી શકીએ. આવી સર્વિસ ફ્રી અને પેઇડ બંને સ્વરૂપે મળે છે. આવી સર્વિસમાં એકાઉન્ટ ખોલાવી, તેને એક્ટિવેટ કરીને આપણે પીસી કે મોબાઇલમાં સર્ફિંગ કરીએ ત્યારે એ વીપીએન સર્વિસ આપણે વિશે જાણી શકે છે, પરંતુ અન્ય કોઈ  વેબસાઇટ, કંપની કે સંસ્થા આપણી ઓળખ કે આપણે શું, ક્યાંથી સર્ફ કર્યું તે જાણી શકતી નથી.

આપણા દેશમાં ‘ઇનકોગ્નિટો મોટ’ વિશે ઘણી બધી ગેરસમજો છે એવું જ ‘વીપીએન’ વિશે પણ છે. ઘણા લોકો વીપીએન વિશે કશું જ જાણતા નથી અને ઘણા માને છે કે ઇન્ટરનેટ પર ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા લોકો માટે જ વીપીએન ઉપયોગી સર્વિસ છે!

વાસ્તવમાં ‘ઇન્કોગ્નિટો મોડ’ અને ‘વીપીએન’ બંને આપણી બ્રાઉઝિંગ હિસ્ટ્રી છુપાવવામાં મદદ કરે છે. ઇન્કોગ્નિટો મોડ આપણા ડિવાઇસનો ઉપયોગ કરતા અન્ય લોકોથી આપણું બ્રાઉઝિંગ છાનું રાખવામાં મદદ કરે છે, જ્યારે વીપીએન સમગ્ર ઇન્ટરનેટ પર ગૂમનામ રહેવામાં આપણને મદદ કરે છે - પરંતુ ગૂમનામ રહેવું માત્ર ગુનેગારો માટે જ જરૂરી હોય એવું નથી. પ્રાઇવસી આપણા સૌનો હક છે!

તમે જાણો જ છો તેમ ઇન્ટરનેટ પર આપણી લગભગ કોઈ પ્રવૃત્તિ ખાનગી રહી શકતી નથી. આપણે કઈ કઈ વેબસાઇટ જોઈ, ક્યાં લાઇક કર્યું, કયા પેજ પરથી ક્યાં ગયા, કઈ વસ્તુઓ ખરીદ કરી... વગેરે બધું જ ઘણી બધી કંપનીઓ જાણી શકતી હોય છે કેમ કે આપણી આ બધી પ્રવૃત્તિઓમાં ‘એન્ક્રિપ્શન’નો લાભ મળતો નથી.

હવે વોટ્સએપને પ્રતાપે ‘એન્ક્રિપ્શન’ શબ્દ આપણે માટે જાણીતો થઈ ગયો છે. જેમ વોટ્સએપમાં બે વ્યક્તિ વચ્ચેનું ચેટિંગ એ બંને સિવાય, વચ્ચે કોઈ જોઈ-જાણી શકતું નથી, તેવું જ વીપીએનમાં થાય છે.

વર્ચ્ચુઅલ પ્રાઇવેટ નેટવર્ક (વીપીએન) સર્વિસ તેના નામ પ્રમાણે, ઇન્ટરનેટ એક્સેસ કરવા આપણા માટે એક પ્રકારનું ખાનગી નેટવર્ક ઊભું કરી આપે છે. આપણે આ પ્રકારના નેટવર્કનો ઉપયોગ કરી ઇન્ટરનેટ પર પ્રવૃત્ત થઈએ તો આપણે જે કંઈ ડેટા નેટ પર મોકલીએ કે નેટ પરથી મેળવીએ એ બધો એન્ક્રીપ્ટેડ સ્વરૂપમાં હોય એટલે આપણે ઇન્ટરનેટ પર શું કર્યું એ બીજું કોઈ જાણી શકે નહીં. મોટી કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ (વર્ક-ફ્રોમ-હોમ સમયમાં અન્ય કર્મચારીઓ પણ) ઓફિસથી દૂર ગમે ત્યાંથી ઓફિસના સર્વર્સમાંનો ડેટા એક્સેસ કરતા હોય ત્યારે જો તેઓ વીપીએનનો ઉપયોગ કરે તો તેમની પ્રવૃત્તિ અને ઓફિસની માહિતી સલામત રહે છે, બીજું કોઈ તે વિશે કશું જોઈ કે જાણી શકતું નથી.

આપણા સ્માર્ટફોનમાં તથા કમ્પ્યૂટરમાં વીપીએન સગવડનો ઉપયોગ કરવામાં આવે તો આપણું આઇપી એડ્રેસ છતું થતું નથી. આથી આપણે ભારતમાંથી કોઈ સાઇટનું ભારત માટે રીસ્ટ્રિક્ટેડ કન્ટેન્ટ એક્સેસ કરતા હોઇએ ત્યારે વીપીએનને કારણે એ સાઇટને એવું લાગે કે આપણે ભારતને બદલે કોઈ બીજા જ દેશમાંથી તેને એક્સેસ કરી રહ્યા છીએ, પરિણામે એ કન્ટેન્ટ ભારત માટે રીસ્ટ્રિક્ટેડ હોવા છતાં અને આપણે પોતે ભારતમાં જ હોવા છતાં આપણે તે જોઈ શકીએ.

પરંતુ વીપીએનનો લાભ લેવા માટે તમારા કમ્પ્યુટર અથવા મોબાઇલમાં તેનું સોફ્ટવેર કે એપ હોવી જોઈએ. સંખ્યાબંધ કંપની વીપીએન ઓફર કરે છે, ઘણી કંપની ફ્રીમાં પણ ઓફર કરે છે.

પરંતુ જો તમે ખરેખર સલામતીના મુદ્દે ચિંતિત હો અને વીપીએનનો ઉપયોગ કરવા માગતા હો તો ફ્રી વીપીએનમાં પડશો નહીં. આવી સર્વિસ પૂરતી સલામતી આપવાને બદલે તેના મારફત થતી તમારી બધી ગતિવિધિ નોંધીને પછી એનો ગેરઉપયોગ કરે એવું બની શકે છે. સાદા નિયમ મુજબ, તમે જાહેર જગ્યાએ, મફત મળતા વાઇ-ફાઇ નેટવર્કનો ઉપયોગ ટાળો તો નેટ બેન્કિંગ કે ઇ-શોપિંગની સુવિધા આપતી વેબસાઇટ્સ સિક્યોર્ડ હોય જ છે એટલે તેના માટે વીપીએનની ઝંઝટમાં ન પડો તો ચાલી શકે.

Tags :