હવે આઇફોનમાં પણ ટ્રુકોલર રિઅલ-ટાઈમમાં કોલરનું નામ બતાવશે, જોકે...
- ykRVkuLk{kt x›fkp÷h yuÃk RLMxku÷ íkku fhe þfkíke níke, Ãkhtíkw íku{kt íku yuLzÙkuRz yuÃk suðe Ãkqhe fhk{ík fhe þfíke Lknkuíke
એન્ડ્રોઇડના યૂઝર્સ ટ્રુકૉલર એપથી બરાબર પરિચિત છે. આખી દુનિયાની ટેલિફોન
ડિરેકટરી જેવી, મૂળ સ્વીડનની આ એપ ફોનમાં
ઇન્સ્ટોલ કરી હોય તો આપણા પર આવી રહેલો કૉલ કરનાર વ્યક્તિનું નામ આપણને જાણવા મળે
- આપણે એ વ્યક્તિનો ફોન નંબર ફોનમાં સેવ ન કર્યો હોય તો પણ. જો તમે એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરતા હશો તો એવી
પૂરી શક્યતા કે તમારા ફોનમાં તમે ટ્રુકૉલર એપનો પણ ઉપયોગ કરતા હશો.
આ એપ બેધારી તલવાર જેવી છે. એક તરફ, એ આપણા પર અજાણ્યા નંબર પરથી
આવતા કૉલ્સ કઈ વ્યક્તિના નામે સેવ્ડ છે તે જાણવાની સગવડ આપે છે. એ જ કારણે
ટ્રુકૉલર એપ આખી દુનિયાની વિરાટ ટેલિફોન ડિરેકટરી જેવું કામ આપે છે. બીજી તરફ, તકલીફ એ છે કે આવી સગવડ મેળવવા માટે આપણે પોતાની એડ્રેસબુક આ એપ માટે ખોલી
આપવાની પડે છે. તેથી વધુ મોટી તકલીફ એ છે કે આપણે પોતે આ એપનો ઉપયોગ ન કરીએ કે
તેને માટે પોતાની એડ્રેસબુક ખોલી ન આપીએતો પણ આપણો ફોન નંબર આ એપના ડેટાબેઝમાં
પહોંચી જાય છે. કેમ? કેમ કે આપણો નંબર અન્ય જે કોઈ
વ્યક્તિના ફોનમાં આપણા નામે સેવ્ડ હોય એ વ્યક્તિ આ એપનો ઉપયોગ કરે અને તેને માટે
પોતાની એડ્રેસબુક ખોલી આપે તો પણ આપણું નામ આ વિરાટ ડેટાબેઝમાં સામેલ થઈ જાય છે!
અત્યાર સુધી આ એપ એન્ડ્રોઇડ યૂઝર્સમાં એકદમ પોપ્યુલર રહી છે, પરંતુ એપલની પ્રાઇવસી પોલિસીને લીધે આઇફોનમાં આ એપ અત્યાર સુધી બરાબર કામ કરતી
નહોતી. આઇફોન માટે પણ આ એપ ઉપલબ્ધ તો છે,
પરંતુ યૂઝર્સને તેના
ઉપયોગથી સંતોષ નહોતો.
થોડા સમય પહેલાં કંપનીના સહસ્થાપક અને સીઇઓએ એપલના યૂઝર્સને પણ ખાતરી આપી હતી
કે આગામી આઇઓએસ ૧૮ વર્ઝન લોન્ચ થશે એ સાથે આઇફોનમાં પણ ટ્રુકૉલર એપ પરફેક્ટ રીતે
કામ કરશે.
હવે એ સમય આવી ગયો છે! ગયા અઠવાડિયે કંપનીએ એક્સ પ્લેટફોર્મ પર જાહેર કર્યું
કે તમારો આઇફોન હવે પહેલાં જેવો
નહીં રહે!
આઇઓએસ ૧૮ વર્ઝન સાથે આઇફોનમાં એક એવી નવી એપીઆઈ (એપ્લિકેશન પ્રોગ્રામિંગ
ઇન્ટરફેસ, એક પ્રકારની ટેકનિકલ સગવડ, જેને કારણે બે અલગ અલગ સોફ્ટવેર એકમેક સાથે ડેટાની આપલે કરી શકે) ઉમેરાઈ ગઈ છે, જેને કારણે ટ્રુકૉલર જેવી એપ યૂઝરની પ્રાઇવસી જાળવીને પણ રિઅલ ટાઇમમાં કૉલ
કરનાર વ્યક્તિની ઓળખ આઇફોનમાં લાવીને બતાવી શકશે!
ટ્રુકૉલર કંપનીનો દાવો છે કે કંપની યૂઝર્સની પ્રાઇવસી જાળવવાની ખાસ કાળજી રાખે
છે, પરંતુ આ એપ પર વારંવાર યૂઝરની
મંજૂરી વિના તેનો ડેટા કલેક્ટ કરવાનો આક્ષેપ થતો રહ્યો છે.
આગળ કહ્યું તેમ, આ એપ કંઈક એ રીતે ડિઝાઇન
થયેલી છે કે આપણો મોબાઇલ નંબર આપણા કોઈ મિત્રએ પોતાની એડ્રેસબુકમાં સેવ કર્યો હોય
અને તે પોતાની એડ્રેસબુકની એક્સેસ ટ્રુકૉલર એપને આપે તો દેખીતું છે કે આપણી સ્પષ્ટ
મંજૂરી વિના આપણો ફોન નંબર ટ્રુકૉલર એપના ડેટા બેઝમાં આપણા નામ સાથે ચઢી જાય છે.
બીજી તરફ ફોનમાં અજાણ્યા નંબર્સ પરથી કૉલ આવવાનું દૂષણ એટલું બધું વધ્યું છે
કે મોટા ભાગના લોકો કૉલ કરનાર કોણ છે તેની જાણ ન થાય તો એવા ફોન રીસિવ કરવાનું
ટાળે છે. એમ કરવા જતાં મહત્ત્વની કોઈ વ્યક્તિ નવા નંબર પરથી કૉલ કરતી હોય તો આપણે
એમનો કૉલ પણ રીસિવ કરવાનું ટાળીએ એવું બની શકે. આ જ કારણે ટ્રુકૉલર એપ એન્ડ્રોઇડ
યૂઝરમાં પોપ્યુલર છે અને આઇફોનના યૂઝર પણ તેનો સારી રીતે ઉપયોગ કરવા મળે તેની રાહ
જોઈ રહ્યા હતા.
હવે એપલ આઇઓએસના નવા વર્ઝનમાં થયેલા ફેરફારોને કારણે આઇફોન પર પણ રિઅલ ટાઇમમાં
કૉલર-આઇડી અને ઓટોમેટેડ સ્પામ કૉલ બ્લોકિંગ જેવા ફીચરનો લાભ મળી શકશે. આ ઉપરાંત
ટ્રુકૉલરના સબસ્ક્રાઇબર્સ ટ્રુકૉલર એઆઇ આસિસ્ટન્ટ જેવા ફીચર્સ પોતાના ચાર ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરી શકશે. ભારતમાં
ટ્રુકૉલરના પ્લાનમાં ફેમિલી મેમ્બર્સ માટે ફ્રોડ ઇન્સ્યોરન્સ પણ સામેલ છે.
જોકે આ બધાં જ ફીચર્સ હાલમાં આઇફોનમાં ટ્રુકૉલરના ફક્ત પેઇડ સબસ્ક્રાઇબર્સને
મળશે. બીજી તરફ આઇફોનના ટ્રુકૉલરના ફ્રી યૂઝર્સને મેન્યુઅલ નંબર સર્ચ તથા ફક્ત
વેરિફાઇડ બિઝનેસ માટે કૉલર-આઇડી જાણવાની સગવડ ચાલુ રહેશે. પરંતુ તે એડ સપોર્ટેડ
છે.