વોટ્સએપમાં મૂકેલાં સ્ટેટસ હવે સીધાં શેર કરો એફ-બી-ઇન્સ્ટા પર
- {uxk ftÃkLke íkuLkkt çkÄkt Ã÷uxVku{o yuf{ufLke ðÄw LkSf ÷kðe hne Au
વર્ષ ૨૦૧૨ના અરસામાં, તમે ફેસબુકનો કયા ડિવાઇસ પર
સૌથી વધુ ઉપયોગ કરતા હતા, યાદ છે? કમ્પ્યૂટર કે સ્માર્ટફોન? ફેસબુક સાઇટ વર્ષ ૨૦૦૪માં
લોન્ચ થઈ એ પછી બહુ ઝડપથી સોશિયલ મીડિયામાં તેનો દબદબો થઈ ગયો. એ અરસામાં આપણા
હાથમાં મોબાઇલ ફોન આવવા લાગ્યા હતા, પણ સ્માર્ટફોન હજી લક્ઝરી
આઇટમ હતા. આપણે પહેલાં ઓર્કૂટ (યાદ છે?!)
અને પછી ફેસબુકનો
કમ્પ્યૂટર પર જ કસ કાઢતા હતા. પરંતુ ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે આવનારો સમય
બહુ વહેલો પારખી લીધો. ૨૦૧૦માં, શરૂઆતમાં માત્ર એપલ ડિવાઇસિસ
માટે લોન્ચ થયેલી એક સર્વિસ ઝડપથી પોપ્યુલર થવા લાગી હતી - ઇન્સ્ટાગ્રામ!
માર્ક ઝકરબર્ગે કમ્પ્યૂટર પર ફેસબુકની સાથોસાથ સ્માર્ટફોનમાં પણ પોતાનું રાજ
ફેલાવવા વર્ષ ૨૦૧૨માં એકાદ અબજ ડોલર ચૂકવીને ઇન્સ્ટાગ્રામ ખરીદી લીધી. એ જ અરસામાં
તેની એન્ડ્રોઇડ એપ પણ લોન્ચ થઈ.
એ વાતને ફક્ત બે વર્ષ થયાં, ત્યાં માર્ક ઝકરબર્ગે ફરી
આવનારો સમય પારખી લીધો (દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં સ્થાન અમથું નથી મળી
જતું!). ૨૦૧૪માં તેમણે ૧૯ અબજ ડોલર ચૂકવીને વોટ્સએપ સર્વિસ ખરીદી લીધી. આજે સોશિયલ
મીડિયામાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ
ત્રણેય સર્વિસની અલગ અલગ ઓડિયન્સમાં કેવી પહોંચ છે એ જુઓ.
હવે મેટા કંપની આ ત્રણેય પ્લેટફોર્મને એકમેકની નજીક લાવે છે!
ðkuxTMkyuÃk
MkkÚku VuMkçkwf, RLMxkøkúk{ yLku ÚkúuzTMk yufkWLx fLkuõx fhku, yk heíku...
લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ફીચર આખરે વોટ્સએપમાં ઉમેરાઈ ગયું છે! હવે
આપણે પોતાના વોટ્સએપ એકાઉન્ટને મેટાના એકાઉન્ટ્સ સેન્ટર સાથે કનેક્ટ કરી શકીશું
(અમુક યૂઝર્સને આ સગવડ લાંબા સમયથી મળવા લાગી હતી). આ પછી આપણે જ્યારે પણ
વોટ્સએપમાં કોઈ સ્ટેટસ અપડેટ કરીશું ત્યારે તેને
ડાયરેક્ટલી ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં પણ શેર કરી શકાશે! વોટ્સએપના
જ એકાઉન્ટથી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે થ્રેડ્સ પર
લોગઇન થઈ શકીશું. અલબત્ત વોટ્સએપની પરંપરા મુજબ આ નવા ફીચર પર પણ આપણો પૂરો અંકુશ
રહેશે. આ ફીચર બાય ડીફોલ્ટ ઓફ રહેશે અને આપણે ઇચ્છીએ તો જ તેને ઓન કરી શકીશું.
રોજિંદા, અંગત હેતુથી ફક્ત સ્વજનો કે
મિત્રો સાથે વોટ્સએપ પર એક્ટિવ રહેતા લોકોને આ ફીચરનો ખાસ ફાયદો નથી. પરંતુ બિઝનેસ
પ્રમોશનના હેતુથી મેટા કંપનીના મુખ્ય ત્રણેય પ્લેટફોર્મનો ઉપયોગ કરતા લોકોને આ
ફીચર ખાસ લાભદાયી રહેશે. ત્રણેય પ્લેટફોર્મ પર આપણે અલગ અલગ રીતે કન્ટેન્ટ અપલોડ
કરવાની જરૂર રહેશે નહીં. એ જ રીતે સિંગલ એકાઉન્ટથી ત્રણેય પ્લેટફોર્મ પર સાઇનઇન
કરવાની સુવિધાથી આપણે વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો
ઉપયોગ વધુ સહેલાઈથી કરી શકીશું.
આમ તો મેટા કંપની લાંબા સમયથી તેના ત્રણેય પ્લેટફોર્મને એકમેકની નજીક લાવવાનો
પ્રયાસ કરી રહી છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ મેટા એકાઉન્ટ સેન્ટરની મદદથી પરસ્પર
ઘણી આપલે કરી શકે છે. પરંતુ વોટ્સએપ પર એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શન હોવાથી તેનું અન્ય
એપ સાથેનું ઇન્ટિગ્રેશન હજી સુધી થોડું મુશ્કેલ રહ્યું છે. મેટા કંપનીના દાવા મુજબ
હવે ત્રણેય પ્લેટફોર્મ પર સિંગલ સાઇન-ઇન એક્સપિરિયન્સ મળશે તથા સ્ટેટસની સહેલી
આપલે થશે એ પછી પણ વોટ્સએપ પર એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શન જળવાઈ રહેશે.
જો તમે તમારા વોટ્સએપ એકાઉન્ટને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ (કે થ્રેડ્સ) સાથે
કનેક્ટ કરવા માગતા હો તો નીચેનાં પગલાં લેવાં જોઇશે ઃ
સૌથી પહેલાં તો તમારી વોટ્સએપ એપ અપડેટ કરી લો
હવે વોટ્સએપમાં સેટિંગ્સમાં જાઓ. અહીં આપણા એકાઉન્ટને મેટા એકાઉન્ટ્સ
સેન્ટરમાં એડ કરવાનો વિકલ્પ મળશે. જો તમને આ વિકલ્પ ન દેખાય તો થોડી રાહ જોવી
પડશે.
જો આ વિકલ્પ દેખાય તો તેને ક્લિક કરો અને આપેલી સૂચનાઓનું પાલન કરતા જાઓ.
આખી પ્રોસેસ દરમિયાન મેટા એકાઉન્ટના યૂઝરનેમ-પાસવર્ડ આપવાની જરૂર પડશે.
આટલું કર્યા પછી આપણું વોટ્સએપ એકાઉન્ટ મેટા એકાઉન્ટ સાથે કનેક્ટ થઈ જશે.
હવે આપણે વોટ્સએપના સેટિંગ્સમાં જશું ત્યારે સેટિંગ્સના મેઇન સ્ક્રીનમાં છેક
નીચે ઓલ્સો ફ્રોમ મેટા એવા શીર્ષક સાથે, ઓપન ઇન્સ્ટાગ્રામ, ઓપન ફેસબુક તથા ઓપન થ્રેડ્સ એવા વિકલ્પ જોવા મળશે.
આ ત્રણમાંથી આપણે ઇચ્છીએ તે સર્વિસ પસંદ કરીશું, તો તેમાં લોગઇન થવા માટે વોટ્સએપ પર એક ઓટીપી આવશે. એ ઓટીપી આપીને આપણે
વોટ્સએપ અને આપણે પસંદ કરેલ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે થ્રેડ્સમાં
લોગઇન થઈ શકીશું.
તે પછી વોટ્સએપનું સ્ટેટસ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર શેર કરવા માટે આપણે
પ્રાઇવસીમાં, સ્ટેટસના ઓપ્શનમાં જવાનું
થશે. અહીં સ્ટેટસ પ્રાઇવસી હેઠળ, આપણું સ્ટેટસ ફેસબુક કે
ઇન્સ્ટાગ્રામ પર પણ શેર થાય તેવું સેટિંગ કરી શકાશે.
આપણે ઇચ્છીએ ત્યારે સેટિંગ્સમાં જઇને મેટાના એકાઉન્ટ સેન્ટરમાંથી વોટ્સએપને દૂર કરી શકીશું.
ðkuxTMkyuÃk [uxTMk{kt Lkðkt Ve[Mko
વીડિયો કોલમાં કેમેરા ઇફેક્ટ્સ
ઇન્સ્ટાગ્રામ કે સ્નેપચેટ જેવી એપમાં તમે જુદી જુદી ઇફેક્ટ કે બેકગ્રાઉન્ડ બદલવા જેવા ફીચરનો લાભ લેતા હશો. એવી જ સગવડ હવે વોટ્સએપમાં ઉમેરાઈ છે. આપણે વિવિધ કેમેરા ઇફેક્ટ્સ સાથે ફોટો લઈ શકીએ કે વીડિયો રેકોર્ડ કરી શકીએ. આ માટે વોટ્સએપ પર ૩૦ જેટલાં અલગ અલગ બેકગ્રાઉન્ડ, ફિલ્ટર્સ તથા ઇફેક્ટનો લાભ મળી શકે છે.
પોતાનું સ્ટિકર તૈયાર કરવાની મજા
વોટ્સએપ પર લાંબા સમયથી સ્ટિકર્સની આપલે શક્ય બની ગઈ છે. આપણે પોતાના વોટ્સએપ
એકાઉન્ટમાં જાતભાતનાં સ્ટિકર પેક્સ ડાઉનલોડ કરીને તેમાંથી કોઈ પણ સ્ટિકરનો મિત્રો, સ્વજનો સાથેની ચેટમાં ઉપયોગ કરી શકીએ.
તમને આવા સ્ટિકર પેક્સથી સંતોષ ન હોય તો વોટ્સએપમાં હવે આપણું પોતાનું સ્ટિકર પણ ક્રિએટ કરી શકાય છે. તે માટે આપણે ક્રિએટ સ્ટિકર આઇકન ક્લિક કરવાનો રહેશે. એ પછી કેમેરા ઓપન થશે અને આપણે પોતાની સેલ્ફી લઇને તેને તરત ને તરત સ્ટિકરમાં ફેરવી શકીશું!
મેસેજિસ પર વધુ ઝડપથી રિએકશન
થોડા સમય પહેલાં, આપણે કોઈ મેસેજનો જવાબ આપવો હોય તો તેનો એક જ રસ્તો હતો - એ મેસેજને સ્વાઇપ કરીને તેના સંદર્ભ સાથે નવો મેસેજ મોકલવો. એ પછી મેસેજ પર રિએકશન આપવાની નવી સુવિધા આવી. તેને કારણે આપણે હવે કોઈ મેસેજને જરા લાંબો સમય પ્રેસ કરીએ એટલે રિએકશન માટે જુદાં જુદાં ઇમોજિસ દેખાય તેમાંથી કોઈ પણ આપણે પસંદ કરી શકીએ. વોટ્સએપમાં આ રીતે રિએકશન આપવાની સગવડ હજી વધુ સહેલી બનાવવામાં આવી છે. એ મુજબ કોઈ મેસેજ પર રિએકશન આપવું હોય તો તેને લાંબો સમય પ્રેસ કરી રાખવાને બદલે ફક્ત ડબલ ટેપ કરવાથી પણ આપણને જુદાં જુદાં ઇમોજીના ઓપ્શન મળશે. તેમાં છેડે આપેલા પ્લસ પર ક્લિક કરીને આપણે કોઈ નવું જ ઇમોજી પસંદ કરીને પણ રિએકશન આપી શકીએ.
ઇઝી સ્ટિકર પેક્સ શેરિંગ
જો તમે સ્ટિકર્સનો ઉપયોગ કરતા હશો તો તમને કદાચ સ્ટિકર્સનાં પેક્સ મિત્રો સાથે
શેર કરવાની પણ ટેવ હશે. અત્યાર સુધી કોઈ ફ્રેન્ડ પાસે ડઝનબંધ સ્ટિકર્સ હોય અને
આપણે તે જોઇતાં હોય તો એ ફ્રેન્ડે આપણને એક એક સ્ટિકર મોકલવું પડતું. હવે
વોટ્સએપમાં તેનો સહેલો ઉપાય આવ્યો છે. આપણે ચેટમાં આખેઆખું સ્ટિકર પેક, તેમાંનાં બધાં સ્ટિકર્સ સાથે એક સાથે અન્યો સાથે શેર કરી શકીએ છીએ.