Get The App

હવે એમેઝોન પ્રાઈમ વીડિયોમાં પણ પાસવર્ડ શેરિંગ મુશ્કેલ બનશે

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
હવે એમેઝોન પ્રાઈમ વીડિયોમાં પણ પાસવર્ડ શેરિંગ મુશ્કેલ બનશે 1 - image


આપણે ભારતીયો લાંબા સમયથી વિવિધ ઓનલાઇન સર્વિસના પાસવર્ડ ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરતા આવ્યા છીએ. કાં તો ફ્રેન્ડ સાથે મળીને સોલ્જરી કરીને કોઈ ઓટીટી પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન ભરવામાં આવે અને પછી તેના પાસવર્ડનો સૌ કોઈ ઉપયોગ કરે અથવા ‘ઉદાર મનની વ્યક્તિ’ પોતે ભરેલા સબસ્ક્રિપ્શનના પાસવર્ડની સૌ સાથે વહેંચણી કરે.  

શરૂઆતમાં ઓટીટી પ્લેટફોર્મ્સે તેનો યૂઝરબેઝ વધારવા માટે આ પ્રવૃત્તિ ચલાવી લીધી. પરંતુ હવે તેના પર બ્રેક લગાવવામાં આવી રહી છે. થોડા સમય પહેલાં નેટફ્લિક્સે પાસવર્ડ શેરિંગ અટકાવવાની પહેલ કરી. કંપનીએ મર્યાદિત ડિવાઇસમાં જ પાસવર્ડનો ઉપયોગ થઈ શકે તેવી પોલિસી અપનાવી અને આંકડા કહે છે કે આ કડકાઈને કારણે નેટફ્લિક્સના સબસ્ક્રાઇબર્સની સંખ્યા વધી પણ ખરી.

હવે સમાચાર છે કે આ વર્ષ એટલે કે ૨૦૨૫માં એમેઝોન પ્રાઇમ વીડિયોમાં પણ આ જ પ્રકારના નિયંત્રણો આવી જશે. જાન્યુઆરીથી જ તે લાગુ થઈ જશે. એ મુજબ એમેઝોન પ્રાઇમ વીડિયોનું સબસ્ક્રિપ્શન ભરનારા લોકો વધુમાં વધુ પાંચ ડિવાઇસમાં લોગઇન કરી શકશે, તેમાં વધુમાં વધુ ફક્ત બે ટીવી પર તેનો ઉપયોગ થઈ શકશે.

હાલમાં એમેઝોન પ્રાઇમના વિવિધ પ્લાન અનુસાર યૂઝર્સ કુલ ૧૦ ડિવાઇસમાં લોગઇન કરી શકે છે અને તેમાં સ્માર્ટફોનની એપ, પીસીનું વર્ઝન કે ટીવીની કોઈ અલગ લિમિટ નથી. હવે આ સ્થિતિ બદલાઈ જશે. અલબત્ત કંપની તેના હાલના સબસ્ક્રાઇબર્સને ૩૦ દિવસનો સમય આપીને એ દરમિયાન લોગ્ડ-ઇન ડિવાઇસની સંખ્યા ઘડાટવા કહેશે.

એમેઝોન પ્રાઇમ વીડિયોએ ભારતના યૂઝર્સને આ બીજો આંચકો આપ્યો છે. કેમ કે આ પહેલાં જ કંપનીએ જાહેર કરી દીધું છે કે વર્ષ ૨૦૨૫થી તેના પ્લેટફોર્મ પર ટીવી શો અને મૂવીઝના સબસ્ક્રાઇબર્સે પણ જાહેરાતો જોવી પડશે.

કંપની નવો બિલકુલ એડ ફ્રી પ્લાન ટૂંક સમયમાં લોન્ચ કરશે. હાલમાં એમેઝોનના પ્રાઇમ પેકેજમાં વીડિયો પ્લેટફોર્મ ઉપરાંત એમેઝોનના શોપિંગ પ્લેટફોર્મ પર વિવિધ લાભ મળી શકે છે.


Google NewsGoogle News