હવે Google બનાવશે તમારી જન્મ કુંડલી! AI ટેક્નોલોજી દ્વારા તમારી કુંડળી બનાવશે

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
હવે Google બનાવશે તમારી જન્મ કુંડલી! AI ટેક્નોલોજી દ્વારા તમારી કુંડળી બનાવશે 1 - image


નવી દિલ્હી,તા. 11 ડિસેમ્બર 2023, સોમવાર

ગૂગલ દ્વારા એક નવું ટૂલ લોન્ચ કરવામાં આવી રહ્યું છે, જેની મદદથી દરેક વ્યક્તિની કુંડળી બનાવી શકાય છે. આમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ગૂગલ ફોન ડેટા, ફોટા અને ગૂગલ સર્ચ ડેટામાંથી AI ટેક્નોલોજી દ્વારા તમારી કુંડળી બનાવશે. આમાં મોટા પાયા પર લેંગ્વેજ મોડલ (LLM)નો ઉપયોગ કરવામાં આવશે. આમાં ગૂગલ જેમિની ટૂલની મદદથી સર્ચ રિઝલ્ટ, ફાઈન્ડ પેટર્ન, યુઝર ફોટોની મદદથી ચેટબોટ બનાવવામાં આવશે. તેની મદદથી, અશક્ય સમયના પ્રશ્નોના જવાબ આપી શકાય છે.

હાલમાં 1 બિલિયન યુઝર્સ Google Photos નો ઉપયોગ કરે છે. તેમજ ગૂગલ પાસે 4 ટ્રિલિયન ફોટા અને વીડિયો છે. પ્રોજેક્ટ Ellmann દ્વારા, Google બાયોગ્રાફી, પ્રીવીયસ મુવમેન્ટ અને ફોટો ડિસ્ક્રિપ્શન બનાવી શકે છે. ગૂગલના જણાવ્યા અનુસાર, Google Photoએ હંમેશા લોકોને તેમના ફોટા અને વીડિયો શોધવામાં મદદ કરવા માટે AIના ઉપયોગ પર ભાર મૂક્યો છે. કંપની તેને વધુ સારી બનાવવા માટે કામ કરી રહી છે.

ગુગલ AI ટૂલ

ગૂગલ તેના AI મોડલ પર સતત કામ કરી રહ્યું છે. અગાઉ ગૂગલ દ્વારા ગૂગલ બોર્ડ રજૂ કરવામાં આવ્યું હતું, જે એટલું સફળ રહ્યું ન હતું. જોકે ગૂગલે હાર માની નહીં. આવી સ્થિતિમાં, Google હવે Google Gemini AI ટૂલ રજૂ કરી રહ્યું છે, જેની ટક્કર JetGPT-4 સાથે થશે.


Google NewsGoogle News