Get The App

હવે આવે છે UPI જેવી આધાર એપ

Updated: Apr 16th, 2025

GS TEAM


Google News
Google News
હવે આવે છે UPI જેવી આધાર એપ 1 - image


- rzrsx÷ RÂLzÞk r{þLk swËk swËk Ãkzkð Ãkkh fhe, {¬{ økríkyu ykøk¤ ðÄu Au

કલ્પના કરો કે આ વેકેશનમાં તમે ક્યાંક ફરવા જવાના છો, વહેલી સવારની ફ્લાઇટ છે, ઉઠવામાં મોડું થઈ જતાં તમે હાંફળાફાંફળા એરપોર્ટ પહોંચ્યા ને ગેટ પર ઓફિસરે તમારી ઓળખની સાબિતી માટે આધાર કાર્ડ માગ્યું. ત્યારે ઝાટકો લાગ્યો - એ તો ઉતાવળમાં ઘરે જ રહી ગયું!

આપણી ઓળખ સાબિત કરવા માટે હવે ડિજિલોકર એપમાંનું ઇ-આધાર પણ કાફી છે, છતાં, હજી ઘણી જગ્યાએ આ પદ્ધતિ કાગળિયાં આધારિત છે. વાત કાગળ કે ઝેરોક્સ કોપીની હોય ત્યારે અચૂકપણે તેનો દુરુપયોગ થવાની આશંકા પણ રહે - ચેટજીપીટી તો ડુપ્લિકેટ આધાર પણ બનાવી આપે છે!

સદનસીબે, ઓળખ સાબિત કરવાની આ આખી પ્રક્રિયા હવે સંપૂર્ણપણે ઓનલાઇન અને ડિજિટલ બનશે - અલબત્ત, હાલમાં ફક્ત સ્માર્ટફોનધારકો માટે. આ નવી આધાર એપનું હજી ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, તેને સૌ માટે લોન્ચ થતાં થોડી વાર લાગશે, પણ કેન્દ્રીય મંત્રીના શબ્દો પર વિશ્વાસ મૂકીએ તો આધાર ઓથેન્ટિકેશન હવે યુપીઆઇ પેમેન્ટ કરવા જેટલું સહેલું બની જશે!

જોકે યુપીઆઇ વ્યવસ્થા પોતે અત્યારે તકલીફમાં છે. ગૂગલપે, ફોનપે, પેટીએમ જેવી યુપીઆઇ એપ્સ પાછલા એકાદ મહિનામાં ત્રણ વાર ડાઉન થઈ છે. આશા રાખીએ કે આધાર એપમાં એવું નહીં થાય.

Lkðe ÔÞðMÚkkÚke ¾q÷þu yLkuf Mkt¼kðLkk - UPI Lke su{ s

વર્ષ ૨૦૨૩ના આંકડા મુજબ ભારતની વસતિ ૧.૪૩ અબજ લોકોની છે. એમાં તમે, કોઈ હોટેલ પર પહોંચીને કહો કે ‘‘ત્રણ દિવસ પહેલાં ઓનલાઇન રૂમ બુક કરી હતી તે રમેશ પટેલ હું પોતે’’ તો રિસેપ્શન એક્ઝિક્યૂટિવ તમારો કેવી રીતે વિશ્વાસ કરે? એક રસ્તો બુકિંગની રિસિપ્ટ બતાવવાનો અને બીજો રસ્તો આધાર કાર્ડ બતાવવાનો.

પરંતુ ફરી, ૨૦૨૩ના આંકડા પ્રમાણે ૧.૩૮ અબજ લોકો પાસે આધાર કાર્ડ છે! એકલા મહેસાણામાં કેટલા ‘રમેશ પટેલ’ હશે એનો વિચાર કરો! તમે જેનું આધાર કાર્ડ બતાવો છો એ રમેશ પટેલ ખરેખર તમે જ છો, એ સાબિત કરવા માટે તમારી વિગતો ૧.૩૮ અબજ લોકો સાથે સરખાવવી પડે. છતાં, આ કામ આંખના પલકારામાં થઈ શકે એવું માની શકો? ભારતની આધાર કે યુપીઆઇ વ્યવસ્થાનો સ્કેલ અને ચેલેન્જ કેટલાં મોટાં છે, એનો હવે અંદાજ આવ્યો?

કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની  વૈષ્ણવે હમણાં એક્સ પ્લેટફોર્મ પર અને એક જાહેર સમારંભમાં કહ્યું કે ભારતે આ ચેલેન્જ પણ પાર કરી છે. એક નવી આધાર એપ આવી રહી છે. આધારની નવી એપ ખરેખર મોટી પહેલ છે. અત્યારે વિવિધ જગ્યાએ આપણી ઓળખ સાબિત કરવા માટે, હજી પણ કાગળિયાં આપવાં પડે છે, જેનો કોઈ પણ દુરુપયોગ કરી શકે છે. બીજી તરફ આધાર ડેટાબેઝના આધારે ઓળખ સાબિત કરવા માટે  વિવિધ જગ્યાએ ફિંગરપ્રિન્ટ કે આઇરિસ સ્કેનર જેવાં બાયોમેટ્રિક મશીન હોવાં જરૂરી છે. નવી વ્યવસ્થામાં એ બધી બાબતોની બાદબાકી થઈ જશે. ઉપરાંત, આપણે ઇચ્છીએ એટલો જ ડેટા શેર કરવાની સુવિધા અને પ્રાઇવસી પણ મળશે.

હવે ઓળખની સાબિતી માગતી વ્યક્તિ કે સંસ્થાએ આપણને એક ક્યૂઆર કોડ આપવાનો રહેશે. આપણે પોતાના ફોનથી તેને સ્કેન કરીશું, આપણા ફોનથી આપણા ચહેરાનું સ્કેનિંગ થશે અને આપણી ઓળખ સાબિત થશે! અત્યારે વિવિધ એરપોર્ટ્સ પર ‘ડિજિયાત્રા’ વ્યવસ્થાથી કંઈક આ જ રીતે આપણી ઓળખ સાબિત થાય છે (‘ટેક્નોવર્લ્ડ’માં આપણે એ વિશે વાત કરી ગયા છીએ), પરંતુ એ વ્યવસ્થા પ્લેનના બોર્ડિંગ પાસ પૂરતી સીમિત છે, જ્યારે આ નવી વ્યવસ્થા હાલમાં અનેક જગ્યાએ ‘નો યોર કસ્ટમર (કેવાયસી)’ પ્રક્રિયા એકદમ સહેલાઈથી પૂરી કરી શકે તેમ છે અને આગળ જતાં ઓનલાઇન શોપિંગ, કેબ બુકિંગ, ફુડ ડિલિવરી એપ્સ, વિવિધ જગ્યાએ પ્રવેશ વગેરે ઘણી બાબતે આપણી ઓળખ સાબિત કરવાની સહેલી વ્યવસ્થા તરીકે વિસ્તરી શકે છે.

અલબત્ત, અત્યારે આ વ્યવસ્થા સ્માર્ટફોનધારકો પૂરતી સીમિત છે, પરંતુ જેમ ફીચરફોનમાં પણ યુપીઆઇનો ઉપયોગ થઈ શકે છે, એમ આ નવી વ્યવસ્થા ફીચરફોનમાં આવશે એ નક્કી છે.

nk÷Lke ÃkØríkLke {w~fu÷eyku

અત્યારે આપણે હોટેલમાં ચેક-ઇન કરવું, ટ્રેનમાં મુસાફરી કરવી કે  નવું સિમ કાર્ડ મેળવવું, બેન્કમાં કેવાયસી કરવું જેવાં જુદાં જુદાં ઘણાં કામ કરતી વખતે આપણી ઓળખની સાબિતી આપવી પડે છે. ઓળખની આવી એક સાબિતી છે આધાર કાર્ડ.

અત્યાર સુધી આ માટે આપણે મૂળ ફિઝિકલ આધાર કાર્ડ, તેનું મિનિ કાર્ડ જેવું વર્ઝન કે ડિજિલોકર જેવી એપમાં ઇ-આધાર બતાવવું પડે છે (કાયદા મુજબ આવું ઇ-વર્ઝન માન્ય છે). હોટેલ, બેન્ક કે મોબાઇલ કંપનીએ આપણી ઓળખની સાબિતીનો રેકોર્ડ રાખવો પણ જરૂરી હોય. આથી આપણે ઘણી વાર આધારની કોપી પણ આપવી પડે છે. એમ કરવા જતાં આપણે પોતાની ઘણી મહત્ત્વની માહિતી કોઈને આપીએ છીએ અને આધારની કોપીનો દુરુપયોગ થવાનો પણ ભય રહે છે.

yku¤¾Lke Mkkrçkíke QR fkuzÚke

હવે સ્થિતિ બદલાશે. હવે હોટેલમાં ચેક-ઇન કે પોતાની ઓળખ સાબિત કરવાની કોઈ પણ સ્થિતિમાં, જે વ્યક્તિને  સાબિતી જોઈતી હશે અને તેની સાબિતી રૂપે રેકોર્ડ પણ જોઈતો હશે, તે આપણી સામે હાલના યુપીઆઇ ક્યૂઆર કોડ જેવો એક ક્યૂઆર કોડ ધરશે. એ માત્ર સ્ટીકર હોઈ શકે કે એમના ફોનમાંની એપમાં દેખાતો કોડ હોઈ શકે.

જેમ યુપીઆઇનું ક્યૂઆર કોડ સ્ટીકર આખરે ફોનમાંની એપ સાથે કનેક્ટેડ હોય છે, તેમ આ ક્યૂઆર કોડ પણ ફોનમાંની આધાર ઓથેન્ટિકેશન એપ સાથે કનેક્ટેડ હશે.

 આપણે પોતાના સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરેલી (યાદ રહે, આ લખાય છે ત્યારે આ એપ હજી પબ્લિક માટે પ્લે સ્ટોરમાં આવી નથી) નવી આધાર એપ ઓપન કરીશું. તેની મદદથી પેલો ક્યૂઆર કોડ સ્કેન કરીશું. 

yuÃk-zuxkçkuÍ fLkuõx Úkþu yLku...

પોતાની ઓળખ સાબિત કરવા, ધારો કે, આપણે હોટેલના રિસેપ્શનનો ક્યૂઆર કોડ સ્કેન કરીશું એટલે આપણા ફોનમાંની આધાર સંબંધિત વિગતો, એ કોડ મારફત મૂળ આધાર ડેટાબેઝમાંની વિગતો સાથે કનેક્ટ થશે (જે રીતે અત્યારે આપણે યુપીઆઇ કોડ સ્કેન કરીએ છીએ તો એ કોડ મારફત સામેની વ્યક્તિના યુપીઆઇ/બેન્ક એકાઉન્ટ સાથે આપણી યુપીઆઇ એપ કનેક્ટ થાય છે).

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ એપની વિગતો શેર કરતાં કહ્યું જ હતું કે નવી આધાર એપથી ઓથેન્ટિકેશન યુપીઆઇ પેમેન્ટ કરવા જેટલું જ સહેલું બનશે.

અહીં લખેલી વાતો ફક્ત સમજ પૂરતી છે, જે કોઈ પ્રોસેસ થશે તે લગભગ આપોઆપ થશે, આપણે કશું કરવાનું રહેશે નહીં.

ðÄw [kuõMkkR {kxu VuMk Mfu®Lkøk

આપણે ક્યૂઆર કોડ સ્કેન કરીશું, આપણા ફોનમાંની વિગતો અને મૂળ આધાર ડેટાબેઝ એકમેક સાથે કનેક્ટ થશે એ સાથે મૂળ કામ શરૂ થશે - આપણી વિગતો ડેટાબેઝમાંની વિગતો સાથે મેચ થાય તો આપણી ઓળખ સાબિત થાય! વધુ ચોક્સાઈ માટે આપણા ફોનમાંની જ એપમાં, સેલ્ફી કેમેરા ઓન થશે અને આપણો ચહેરો સ્કેન કરવામાં આવશે.

આધારના ડેટાબેઝમાં આપણા ચહેરાની બાયોમેટ્રિક્સ વિગતો પણ છે. તેની સાથે ફેસઆઇડી મેચ થાય, ફોનમાંની વિગતો અને ડેટાબેઝમાંની વિગતો પણ મેચ થાય તો આપણી ઓળખ સાબિત થાય.

ઓળખની સાબિતી માગતી વ્યક્તિને તેના ક્યૂઆર કોડ સાથે કનેક્ટેડ એપમાં આપણું ઓથેન્ટિકેશન પૂરું થયું હોવાનું દર્શાવતું ગ્રિન ટિક જોવા મળશે (યુપીઆઇમાં પેમેન્ટ થઈ ગયું હોવાનું દર્શાવતા ટિક જેવું જ)!

òuòu, ¾kuxe yuÃk zkWLk÷kuz Lk fhþku!

અત્યારે તમે એન્ડ્રોઇડ પ્લે સ્ટોરમાં જઈને Aadhaar કે Aadhaar QR Code Scanner જેવું કંઈક સર્ચ કરશો તો મુખ્ય mAadhaar એપ ઉપરાંત બીજી એક Aadhaar QR Code Scanner એપ પણ મળી આવશે, પરંતુ હાલમાં જે એપની જાહેરાત થઈ છે એ આ એપ નથી. હાલમાં જાહેર થયેલી નવી એપનું હજી માત્ર અમુક લોકો દ્વારા ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

Aadhaar QR Code Scanner એપ ખરેખર સરકારની અને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જ છે, બનાવટી નથી, પરંતુ તેનો હેતુ જુદો છે. આ ક્યૂઆર કોડ સ્કેનર એપ આપણા પ્રિન્ટેડ આધાર કાર્ડ પર જે ક્યૂઆર કોડ હોય છે, તેને સ્કેન કરવા માટેની એપ છે!

એવી પૂરી શક્યતા છે કે નવી આવી રહેલી એપમાં આવી જ કોઈ વ્યવસ્થાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, પરંતુ અત્યારે એ એપ હજી લોન્ચ થઈ નથી.

એ પણ ખરું કે અત્યારથી આ એપનો લાભ લેવા તેના જેવા જ નામવાળી બીજી એપ્સ પણ ફૂટી નીકળશે. જે એપ ડાઉનલોડ કરો તે સરકારની અસલી એપ હોવાની ખાતરી અચૂકપણે કરશો!

Tags :