Get The App

વોટ્સએપમાં બધું જ સાવ ખાનગી ન પણ રહે- સાચવજો

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
વોટ્સએપમાં બધું જ સાવ ખાનગી ન પણ રહે- સાચવજો 1 - image


- {kuxk ¼køkLkk ÷kufku ðkuxTMkyÃk fkp÷{kt, fkuE òýe sþu yuðe ®[íkk rðLkk ðkík[eík fhíkk nkuÞ Au - Ãký ðkuRMk fkp÷ hufkuzo ÚkE þfu Au

વોટ્સએપમાં ચેટિંગમાં ‘એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન’ હોવાથી મોટા ભાગે લોકો એક બીજાના સંપર્કમાં રહેવા માટે તેને સૌથી સલામત અને ખાનગી રસ્તો માને છે, જે ઘણે અંશે સાચું પણ છે.

આપણો વોટ્સએપનો ઉપયોગ મિત્રો, સ્વજનો સાથે ગુડ મોર્નિંગની આપલે કરવા પૂરતો કે અન્યોના મેસેજ ફોરવર્ડ કરવા પૂરતો સીમિત હોય તો આપણું ચેટિંગ એકદમ ખાનગી રહે કે ન રહે એનાથી કોઈ મોટો ફેર પડતો નથી. પરંતુ ઘણા લોકો જુદા જુદા કારણોસર અન્ય વ્યક્તિઓ સાથેની તેમની વાતચીત એકદમ ખાનગી રાખવા માગતા હોય છે.

આવા લોકો માટે વોટ્સએપ વરદાનરૂપ છે.

પરંતુ એ ખાસ યાદ રાખવા જેવું છે કે વોટ્સએપમાં બંને છેડા પરની વ્યક્તિ એકબીજા માટે ભરોસાપાત્ર હોય તો જ એન્ડ-ટુ એન્ડ-એન્ક્રિપ્શન લેખે લાગે છે. આ સ્થિતિમાં બંને વ્યક્તિ વચ્ચે બીજું કોઈ, વોટ્સએપની ટીમમાંથી પણ કોઈ ક્યા મેસેજની આપ-લે થઈ તે જાણી શકતું નથી.

પરંતુ સામેની વ્યક્તિનો ઇરાદો જુદો હોય તો તે વોટ્સએપમાં થતી ટેક્સ્ટ આધારિત વાતચીત કે ઇમેજ-વીડિયોની આપ-લેના સ્ક્રીનશોટ લઈ શકે છે.

એ જ રીતે વોટ્સએપમાં વોઇસ કોલમાં વાતચીત થતી હોય ત્યારે તેને રેકોર્ડ પણ કરી શકાય છે. વોટ્સએપ એપ પોતે વોઇસ કોલને રેકોર્ડ કરવાની કોઈ ઓફિશિયલ સગવડ આપતી નથી, પરંતુ ફોનમાં થર્ડ પાર્ટી એપ ઇન્સ્ટોલ કરીને તેને અમુક પરમિશન આપ્યા પછી વોટ્સએપ (તથા અન્ય પ્લેટફોર્મ) પર થતા વોઇસ કોલને રેકોર્ડ કરી શકાય છે. અમુક એપમાં કોલ રેકોર્ડિંગ મેન્યુઅલી શરૂ કરવું પડે છે જ્યારે એમુક એપમાં એક વાર જરૂરી સેટિંગ કરી લીધા પછી વોટ્સએપમાં વોઇસ કોલ  પર વાતચીત શરૂ થાય એ સાથે આપોઆપ તેનું રેકોર્ડિંગ શરૂ થઈ જાય છે.

હવે પછી તમે વોટ્સએપમાં કોઈ સાથેની ખાનગી વાત ખાનગી રહેશે તેવું માનીને વોઇસ કોલ પર વાત કરો ત્યારે આ વાત યાદ રાખજો!

{kuxk ¼køku ÷kufku ðkuxTMkyuÃk{kt çkÄwt s yuLz-xw-yuLz yurL¢Ãxuz hnu Au yuðwt {kLku Au, yu Mkk[wt Au, Aíkkt...

બંને છેડામાંથી કોઈ એક વ્યક્તિ ઇચ્છે તો તે બધા પ્રકારની વાતચીતને જાહેર કરી શકે છે.

વોટ્સએપના ડેટાનો બેકઅપ ઓટોમેટિકલી એન્ક્રિપ્ટ કરવામાં આવતો હોતો નથી, આથી ત્યાંથી બધું જાહેર થઈ શકે.

વોટ્સએપ તેના મેસેજમાં શું છે એ જાણી ન શકે, પરંતુ વાતચીત કરનાર વિશે ઘણું જાણી શકે છે.

એ ખરું કે આપણા ફોનમાં ડિલિવર થઈ ગયેલો મેસેજ વોટ્સએપની સિસ્ટમાં કાયમ માટે જળવાઈ રહેતો નથી.


Google NewsGoogle News