Get The App

એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! નવો વાયરસ Android XLoader સામે આવ્યો, ખાલી કરી શકે છે બેંક ખાતું

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! નવો વાયરસ Android XLoader સામે આવ્યો, ખાલી કરી શકે છે બેંક ખાતું 1 - image


Image:Freepik

નવી મુંબઇ,તા. 4 માર્ચ 2024, સોમવાર 

ભારતમાં કરોડો એન્ડ્રોઈડ યુઝર્સ રોજબરોજ અનેક માલવેર એટેકનો સામનો કરે છે. જોકે ફરી એન્ડ્રોઈડ ઓએસ માટે એક જોખમ ઉભું થયું છે. સિક્યોરિટી એક્સપર્ટ્સે એક નવા પ્રકારના માલવેર Android XLoader વિશે ચેતવણી આપી છે. આ માલવેર સ્માર્ટફોનમાંથી મહત્વપૂર્ણ ડિટેલ્સની ઍક્સેસ લઈ લે છે. ઓનલાઈન જ નહિ પરંતુ SMSને પણ છોડતો નથી અને બેકગ્રાઉન્ડમાં બધો ડેટા ચોરી રહ્યો છે. આ માલવેર સ્માર્ટફોન યુઝર્સ માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. 

Android XLoader માલવેર કેવી રીતે હુમલો કરે છે?

McAfeeના હવાલે બ્લીપિંગ કોમ્પ્યુટરે રિપોર્ટમાં જણાવ્યું કે Android XLoader માલવેર ડિવાઈઝ પર ખૂબ જ સરળતાથી હુમલો કરી શકે છે. તેમાં ઈન્ફેક્ટેડ વેબસાઇટ URL સાથે એક SMS મેસેજ આવે છે. આ SMS ફોનમાં મેલિશિયસ એપનો રસ્તો ખોલે છે. આપેલ લિંક પર ક્લિક કરતાની સાથે જ હેન્ડસેટમાં APK ફાઇલ ઇન્સ્ટોલ થઈ જાય છે અને બાદમાં તેની ચોરી શરૂ થઈ જાય છે.

અન્ય સોર્સથી ઇન્સ્ટોલ થાય છે App : 

આ લિંક્સ સાઇડલોડિંગ ટેકનિકનો ઉપયોગ કરીને અન્ય સ્ત્રોતમાંથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરે છે. નોંધનીય વાત એ છે કે મોબાઈલ યુઝર્સને પણ આની જાણ નથી. આ માલવેર માત્ર SMSને એક્સેસ નથી કરતું પરંતુ તે એપ્સને પણ ટ્રેક કરી શકે છે. હેકર્સ આ ટૂલ્સનો ઉપયોગ કરીને તમને ટાર્ગેટ કરી શકે છે.

Google રીમૂવ કર્યું પરંતુ થર્ડ-પાર્ટી કંટ્રોલ નહિ :

McAfee પહેલાથી જ Googleને આ લેટેસ્ટ જોખમ વિશે જાણ કરી છે. આ પછી કંપનીએ તરત જ આ માલવેરને હટાવી દીધું. જોકે Google પ્લે સ્ટોરની બહાર ઉપલબ્ધ એપ્સને નિયંત્રિત કરી શકતું નથી. Google તમારા ડિવાઈઝને સિક્યોર રાખવા માટે Play Protectને Enable કરવાની ભલામણ કરે છે. આ તમને અનેક જોખમોથી બચાવે છે.


Google NewsGoogle News