AI ભવિષ્યમાં ઘણી નોકરીઓ ભરખી જશે, એકાઉન્ટન્ટ અને કન્સલ્ટન્ટને મોટો ખતરો, આ કામ કરનારાને જોખમ નહીં
રમતગમતના ખેલાડીઓ, કોચ, મોટા મશિનોના ઓપરેટર્સ, કાચ લગાવનાર અને રિપેર કરનારા જેવા લોકોની નોકરી રોબોટ્સ નહીં લઈ શકે
લિગલ એડવાઈઝર, મેથેમેટિશિયન, ટેક્સ એડવાઈઝર, ફાઈનાન્સિયલ એનાલિસ્ટ, રાઈટર, ઓથર, વેબ ડિઝાઈનરને વધારે જોખમ
વિશ્વ અત્યારે એક એવા આધુનિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે જેમાં કંઈક નવું ન શોધાય તો નવાઈ લાગે. હાલમાં સમગ્ર વિશ્વ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ચેટજીપીટી જેવા માધ્યમોની પાછળ ઘેલું થયું છે. આ દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે અને અબજો રૂપિયાનું રોકાણ કરીને જાતભાતની શોધ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે એક એવો અહેવાલ આવ્યો છે જેણે લોકોની ઉંઘ ઉડાડી છે. બ્રિટનના ડિપાર્ટમેન્ટ ફેર એજ્યુકેશન દ્વારા આધુનિક રોબોટ્સ, AI અને ચેટજીપીટી જેવા ઓપન AI માધ્યમો સામે ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ભવિષ્યમાં જોબ ધરાવનારા લાકો ઉપર જ સૌથી મોટા ભય તોળાઈ રહ્યો છે. સંશોધકો દ્વારા જણાવવામાં આવ્યું કે, એકાઉન્ટન્ટ, કન્સલ્ટન્ટ અને સાઈકોલેજિસ્ટ જેવી નોકરીઓ ઉપર સૌથી વધારે ભય તોળાઈ રહ્યો છે. બીજી તરફ રમતગમતના ખેલાડીઓ, તેમના કોચ, મોટા મશિનો ઓપરેટ કરનારા લેબર્સ, કાચ લગાવનારા અને રિપેર કરનારા લોકો, પ્લમ્બર, પેઈન્ટર, ઓટોમેટિવ મિકેનિક, કારપેન્ટર જેવા ક્ષેત્રોમાં નોકરીઓનો ખાસ અસર થવાની શક્યતાઓ નથી. સંશોધકો દ્વારા 365 કેટેગરીની નોકરીઓ અને તેના માટેના બેસિક ક્વોલિફિકેશનના આધારે અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ તમામ ક્ષમતાઓ અને ક્વોલિફિકેશનને ઓપન AIની સાથે સરખાવવામાં આવ્યા હતા. આ સરખામણીના આધારે કઈ નોકરીઓ ઉપર વધારે જોખમ છે અને કયા ઉપર ઓછું છે તેનું તારણ કાઢવામાં આવ્યું હતું.
જેમાં ક્વોલિફિકેશન વધારે તેને જોખમ વધારે
અભ્યાસ કરનારા તજજ્ઞોના મતે જ્યારે ક્વોલિફિકેશન અને AIની એબિલિટીની સરખામણી કરવામાં આવી ત્યારે આશ્ચર્યજનક પરિણામો મળ્યા હતા. તેમાં જાણવા મળ્યું હતું કે, જે નોકરીઓમાં ક્વોલિફિકેશનની જરૂરિયાત વધારે છે અથવા તો જે નોકરીઓ માટે મોટું ક્વોલિફિકેશન જોઈએ છે તે નોકરીઓ રોબોટ્સ અને AI દ્વારા ઝડપથી રિપ્લેસ કરવામાં આવે તેવુંદેખાઈ રહ્યું છે. ભવિષ્યમાં આ નોકરીઓ ઉપર વધારે જોખમ છે. મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, બિઝનેસ એનાલિસ્ટ જેવી કેટેગરીમાં તો સૌથી વધારે જોખમ રહેલું છે. ત્યારબાદ ફાઈનાન્સિયલ મેનેજર, ફાઈનાન્સ ડાયરેક્ટર, એકાઉન્ટન્ટ અને સાઈકોલોજિસ્ટને સૌથી વધારે અસર થઈ શકે છે. AIનું જોખમ ધરાવતી નોકરીઓની વાત આવે ત્યારે લિગલ એડવાઈઝર અને લિગલ સિસ્ટમ સાથે સંકળાયેલી ઘણી બધી નોકરીઓ ઉપર જોખમ આવે છે. AIનું જોખમ ધરાવતી ટોપ-૧૦ નોકરીઓમાં લિડલ પ્રોફેશનનો સમાવેશ થાય છે.
ગત મહિને પહેલો AI લિગલ કોન્ટ્રાક્ટ સાઈન પણ થયો
સંશોધકોએ જણાવ્યું કે, લિગલ સિસ્ટમમાં AI અને રોબોટ્સની ડિમાન્ડ વધવા લાગી છે. તેમાંય ચેટજીપીટી જેવા ઈનોવેશનને લોકો આવકારી રહ્યા છે. જાણકારોના મતે ગત મહિને જ એક કંપની દ્વારા એક એવો કોન્ટ્રાક્ટ સાઈન કરવામાં આવ્યો જેને તૈયાર કરવામાં ક્યાંય માનવ મગજનો ઉપયોગ કરાયો નહોતો. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા તમામ કાયદાકીય આંટીઘુંટીને સમજીને એક કોન્ટ્રાક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. નવાઈની વાત એ છે કે, આ કોન્ટ્રાક્ટમાં જે પણ લિગલ નેગોશિયેશન કરવામાં આવ્યું હતું તે પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા જ કરવામાં આવ્યું હતું. સંશોધકોએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં વિકસિત દેશોમાં નોકરીઓ ઉપર સૌથી વધારે જોખમ રહેલું છે. વિકાસશિલ દેશોમાં પગારના માળખા અને લેબરની ઉપલબ્ધતાના કારણે હાલમાં આ દેશોમાં જોખમ વધારે નથી છતાં તેને અવગણી શકાય એવું પણ નથી. એશિયાના ઘણા દેશો વિદેશી AI સર્વિસ થકી સ્ટાફમાં ઘટાડો કરી શકે છે.
ટેલિકોલરની નોકરીને ચેટજીપીટીનું સૌથી વધારે જોખમ
સંશોધકોએ જણાવ્યું હતું કે, એજ્યુકેશન સિસ્ટમ બદલાઈ રહી છે, ક્વોલિફિકેશનના ક્રાઈટેરિયા બદલાઈ રહ્યા છે. ખાસ કરીને નોકરીઓ આપવાની વાત આવે ત્યારે એમ્પ્લોયરની ઈચ્છાઓ અને ઉમેદવારોની ક્ષમતાઓ વચ્ચે કાયમ ટક્કર રહેતી હોય છે. આ સ્થિતિમાં AIનું સૌથી મોટું જોખમ ઊભું થશે. એમ્પ્લોયમેન્ટ માર્કેટે આગામી દાયકામાં આ અંગે સજ્જ થવું પડશે. સંશોધકોએ જણાવ્યું કે, તેમણે ચેટજીપીટી જેવા લાર્જ લેન્ગવેજ મોડેલ્સનો પણ અભ્યાસ કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું કે, ચેટજીપીટી જેવા ચેટબોટ્સ જોખમી બની રહ્યા છે. ચેટજીપીટી જેવા ચેટબોટ્સની મોટી અસર ટેલિકોલર અને ટેલિફોન સેલ્સ પર્સન અને ટેલિમાર્કેટિંગ પર્સનની નોકરીઓને થવાની છે. ત્યારબાદ સાઈકોલોજિસ્ટની નોકરીઓને પણ અસર થશે. ખાસ કરીને લોકોની વાત સાંભળવા અને તેમને સલાહસુચન માટે આવા ચેટબોટ્સ વધારે ઉપયોગમાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. તેવી જ રીતે સંશોધકો જણાવે છે કે, ચર્ચમાં ક્લર્જીની નોકરીઓ ઉપર પણ ચેટબોટ્સના કારણે જોખમ આવવાનું છે.
અમેરિકા અને યુકેના માર્કેટને મોટી અસર થવાની શક્યતાઓ
જાણકારોના મતે અમેરિકા અને યુકેનું માર્કેટ એવું છે જેમાં તમામ સ્તરે નવા સંશોધનો અને ટેક્નોલોજીનો ઉપયોગ ઝડપથી કરવામાં આવે છે. આ સંજોગોમાં AI અને ચેટબોટ્સનો ઉપયોગ અહીંયા વધવા લાગ્યો છે. જાણકારોના મતે યુકેના માર્કેટે આ માટે આગામી પાંચ વર્ષમાં જ મોટા ફેરફાર માટે સજ્જ થવું પડશે. તેમના મતે અમેરિકામાં અત્યારે પણ તેની અસર દેખાવા લાગી છે. ઓપનAI દ્વારા થોડા સમય પહેલાં જ અમેરિકી વર્કફોર્સ અને વર્કમાર્કેટનું એનાલિસીસ કરવામાં આવ્યું હતું. તેમાં જણાવાયું હતું કે, અમેરિકામાં 80 ટકા વર્કફોર્સ એવા વ્યવસાયોમાં છે જેમાં 10 ટકામાં તો માણસોની જગ્યાએ રોબોટ્સ અને AI ટેક્નોલોજી આવી ગઈ છે. હાલમાં ત્યાં દર પાંચમાંથી એક વર્ક સેક્ટર એવું છે જેમાં 50 ટકા નોકરીઓને આગામી સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા અસર થઈ શકે છે.
વધુ મહેનત અને ઓછા પગારની નોકરીઓને જોખમ પણ ઓછું
જાણકારોના મતે આદ્યૌગિક ક્રાંતિ આવી ત્યારથી અત્યાર સુધી લબેર વર્ક કરનારો વર્ગ હમંશા જાખેમ અનુભવતો આવ્યો છે. તમેાયં જ્યારે ગત વર્ષે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ચેટજીપીટી જેવા ચેટબોટ્સની વાતો આવી ત્યારે આ વર્ગને વધારે ભય અનુભવાયો હતો. જાણકારોના મતે આ ક્ષેત્રના લોકોને વધારે જોખમ છે જ નહીં. જે ક્ષેત્રમાં ટેકનિકલ જાણકારી વધારે જોઈએ, સમય આવ્યે પોતાના તર્કથી કામ કરવાની આવડત જોઈએ, મહેનત વધારે કરવી પડે, ક્વોલિફિકેશન ઓછું અને મહેનત વધારે કરવા પડે તેવા ક્ષેત્રોમાં AIની શક્યતાઓ નહીવત છે. જ્યાં પગાર ઓછા છે, ટેકનિકલ કામ વધારે છે, શ્રમ વધારે કરવો પડે છે તેવા ક્ષેત્રમાં AI અને ચેટબોટ્સનો પગપેસારો નહીવત છે. સ્પોર્ટ્સ ક્ષેત્રમાં ખેલાડીઓ, તેમના કોચ, તેમનો ટેકનિકલ સ્ટાફ, ફિઝિયો, મકાનના છત બાંધનારા, રિપેર કરનારા, મોટા મશિનો ઓપરેટ કરનારા, કાચ લગાવનારા, કાચ રિપેર કરનારા, પ્લમ્બર, પેઈન્ટર, ઓટોમેટીવ મિકેનિક, કારપેન્ટર જવેા ક્ષત્રોમાં AIની ઘુસણખોરી શક્ય જ નથી. બીજી તરફ સિક્યારિટી ગાર્ડની નોકરી ઉપર થોડેું વધારે જોખમ છે કારણ કે તેમાં AI કેમેરા અને સિક્યોરિટી પેટ્રોલિંગ બોટ્સ દ્વારા તેમને રિપ્લેસ કરી શકાય છે.