રૉકેટને માત્ર 45 દિવસમાં મંગળ ગ્રહ પર પહોંચાડવા NASAએ બનાવ્યો પ્લાન
હાલ રોકેટને મંગળ ગ્રહ સુધી પહોંચાડવામાં એક વર્ષનો સમય લાગે છે
NASAએ પરમાણુ ઈંધણથી ઉડતા રોકેટ બનાવવાની યોજના બનાવી
ન્યુયોર્ક, તા.23 જાન્યુઆરી-2023, મંગળવાર
અમેરિકા એવું રૉકેટ બનાવવાની તૈયારી કરી રહ્યું છે, જે માત્ર 45 દિવસમાં મંગળ ગ્રહ પર પહોંચી જશે. હાલ મંગળ ગ્રહ પર રૉકેટને પહોંચવામાં એક વર્ષનો સમય લાગે છે. NASAએ માત્ર 45 દિવસમાં સ્પેસક્રાફ્ટ અથવા માનવને મંગળ સુધી પહોંચાડતા પરમાણુ ઈંધણથી ઉડતા રોકેટ બનાવવાની યોજના બનાવી છે.
New NASA Nuclear Rocket Plan Aims to Get to Mars in Just 45 Days https://t.co/S3SwZZbVI3
— ScienceAlert (@ScienceAlert) January 23, 2023
બે પ્રોગ્રામ પર કામ કરી રહી છે નાસા
BNTRમાં બે સિસ્ટમ છે. પ્રથમ ન્યૂક્લિયર થર્મલ પ્રોગ્રામ અને બીજી ન્યૂક્લિયર ઈલેક્ટ્રિક પ્રોગ્રામ... આ બંને પ્રોગ્રામ એવા છે જે હાલ ગણિત મુજબ 100 દિવસમાં ધરતીથી મંગળ સુધી જઈ સકાશે. જોકે ભવિષ્યમાં આ અંતરને ઘટાડી 45 દિવસ કરી શકાય છે. આ યોજના માટે નાસાએ નવો પ્રોગ્રામ શરૂ કર્યું છે, જેનું નામ નાસા ઈનોવેટિવ એડવાંસ્ડ કોન્સેપ્ટ (NIAC) છે. આ પ્રોગ્રામના પ્રથમ તબક્કામાં નાસા ન્યૂક્લિયર રોકેટ બનાવશે.
રોકેટ પાછળ ટેકનોલોજી, નાણાંનો ઉપયોગ થશે
નાસાનું કહેવું છે કે, તે વેવ રોટર ટોપિંગ સાઈકલની મદદથી ચાલતા ન્યૂક્લિયર પાવર્ડ રોકેટ બનાવશે, જે માત્ર 45 દિવસમાં મંગળ સુધી પહોંચી જશે. યૂનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં હાઈપરસોનિક્સ પ્રોગ્રામ એરિયાના વડા પ્રો.રયાન ગોસે જણાવ્યું કે, જો આ યોજા સફલ થશે તો તે અવકાશ મિશનની દુનિયામાં એક ચમત્કાર હશે. જોકે આ રોકેટ બનાવવામાં ઘણુ મગજ વાપરવું પડશે અને ટેકનોલોજી અને નાણાંની પણ જરૂર પડશે.