હવે પાણીની અંદર પણ કમાન્ડો ઓપરેશન કરશે Arowana, દેશની પહેલી મિડગેટ સબમરિન તૈયાર
Image Twitter |
Midget Submarine : ભારતની પહેલી મિડગેટ સબમરિન (Midget Submarine) બનીને તૈયાર થઈ ગઈ છે. તેને મઝગાંવ ડોક શિપયાર્ડ લિમિટેડ (MDL) દ્વારા બનાવવામાં આવી છે. આ સબમરિનનું નામ Arowana રાખવામાં આવ્યું છે. તેની ડીઝાઈન અને ઉત્પાદન બંને એમડીએલ દ્વારા કરવામાં આવી છે.
પ્રુફ ઓફ કોન્સેપ્ટ તરીકે વિકસિત કરવામાં આવી છે સબમરિન
આ સબમરિનને પ્રુફ ઓફ કોન્સેપ્ટ તરીકે વિકસિત કરવામાં આવી છે, જેથી વિશ્વને ખ્યાલ આવે કે ભારત પણ આ પ્રકારની સબમરિન જાતે તૈયાર કરી શકે છે. જેનો ફાયદો માત્ર સમુદ્રી તપાસમાં જ નહીં પણ ચૂપચાપ દરિયાની અંદર યુદ્ધ લડવા માટેની ક્ષમતામાં વધારો કરે છે. જે અંડરવોટર વોરફેર ટેક્નોલોજીનું મજબુત પૂરાવો છે. તેના દ્વારા ઓછા કમાન્ડોની સાથે કોઈ પણ પ્રકારે મિલિટરી ઓપરેશન કે ગુપ્ત મિશનને પણ પાર પાડી શકાય છે.
છીછરા અને ઊંડા પાણીમાં ડૂબકી મારી શકે છે
અરોવાના ઊંડા અને છીછરા પાણીમાં ડૂબકી મારી શકે છે, અને તરી પણ શકે છે. તેને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો અને અન્ય સબમરિન સાથે જોડીને નેટવર્કિંગ દ્વારા દુશ્મનને હંફાવી શકે છે. આ સાથે બીજા અન્ય પ્રકારના મિશન પણ અંજામ આપી શકે છે. આ સ્ટીલ્થ હોવાની સાથે સાથે ખૂબ એક્ટિવ છે. જો કે હાલમાં તેના વિશે વધુ માહિતી શેર કરવામાં આવી નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેની લંબાઈ આશરે 12 મીટર છે. તેની ઝડપ લગભગ 2 નૉટ છે. એટલે કે સ્પીડ ઓછી છે. હાલમાં માત્ર તેને એક જ વ્યક્તિ ચલાવશે. તેમાં લિથિયમ આયન બેટરી લાગેલી છે. પ્રેશર હલ સ્ટીલ છે આ સાથે જ સ્ટીયરીંગ કન્સોલ પણ આપવામાં આવ્યું છે.
શું છે ભારતીય નૌકાદળનું આગામી પ્લાનિંગ?
ભારતીય નૌકાદળના આગામી પ્લાનિંગ છે કે તેમને બે મિડગેટ સબમરિન મળે. અને તેના માટે 2000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે તેવા સમાચાર છે. તેનો ઉપયોગ માર્કોસ કમાન્ડો કરશે.
કેવી છે આ મિડગેટ સબમરિન ?
મિડગેટ સબમરિન સામાન્ય રીતે 150 ટનથી ઓછા વજનની હોય છે. જેમાં એક, બે અથવા ક્યારેક-ક્યારેક તો 6 લોકો બેસીને કોઈ મિલિટરી મિશનને અંજામ આપી શકે છે. આ નાની સબમરિન છે. તેમા લાંબા સમય સુધી રહેવાની વ્યવસ્થા નથી હોતી, એટલે કમાન્ડો તેમા બેસીને મિશનને અંજામ આપીને પરત આવી જાય.
ક્યા કામ માટે વપરાય છે આ સબમરિન?
સામાન્ય રીતે તેનો ઉપયોગ કોવર્ટ ઓપરેશન માટે કરવાાં આવે છે. આનો ઉપયોગ કોઈપણ બંદર પર ઘૂંસપેંઠ માટે કરવામાં આવે છે. આ મિશન થોડા સમયમાં ઝડપથી પૂર્ણ કરવા માટે થાય છે. તેથી જ આવી નાની સબમરિનનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી દુશ્મન તેના આવવાની સરળતાથી જાણકારી ન મળી શકે.
સબમરિનમાં કયા કયા હથિયારો હોય છે
સામાન્ય રીતે મિડગેટ સબમરિનમાં ટોરપીડો અને દરિયાઈ બારુદી સુરંગો હથિયાર તરીકે હોય છે. આ સિવાય ઘણી વાર તેમાં ડાઈવર્સ માટે સ્વિમર ડિલિવરી વ્હિકલ હોય છે. જેથી સબમરિનને નુકશાન થાય તો તેની અંદર રહેલા કમાન્ડો આ વ્હીકલની મદદથી મિશન એરિયામાંથી કુશળ રીતે બહાર આવી શકે.
નાગરિક સબમરિન
મિડગેટ સબમરિનનો ઉપયોગ માત્ર મિલિટરી જ નથી કરતી, પરંતુ તેનો વ્યાવસાયિક રીતે પણ ઉપયોગ થાય છે. જેમ કે પાણીની અંદર જાળવણી, સંશોધન, પુરાતત્ત્વ, વિજ્ઞાન સંશોધન વગેરે માટે કરવામાં આવે છે. આ ઉપરાંત હાલમાં તેનો ઉપયોગ પાણીની અંદરના પ્રવાસન માટે પણ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: બંધ થઈ રહી છે Googleની આ સર્વિસ, 20 જૂન છેલ્લી તારીખ, ચાર વર્ષ પહેલા થઈ હતી લોન્ચ