આઇફોનમાં છે નવો બગ, ‘’‘’:: આ ટાઇપ કરતાં જ ક્રેશ થઈ જશે ફોન
iPhone Crash Bug: આઇફોનની નવી અપડેટમાં એક બગ છે. આ બગને કારણે આઇફોન ક્રેશ થઈ રહ્યો છે. એપલ તેની ઓપરેટિંગ સિસ્ટમને હંમેશા બગ ફ્રી રાખવાની કોશિશ કરે છે. જોકે હાલમાં જ રિલીઝ થયેલી iOS 17.6.1માં એક મેજર બગ છે. આઇફોનને ક્રેશ કરી નાખે એટલે કે એ તૂટી નથી જતો, પરંતુ એનું સ્પ્રીન્ગબોર્ડ ક્રેશ થઈ જાય છે એટલે કે ડિસ્પ્લે બ્લેક થઈ જાય છે અને ફરી દરેક મેન્યુ આવે છે. વિન્ડોઝ કમ્પ્યુટરમાં ટાસ્કબાર જેવી રીતે એન્ડ ટાસ્ક કરી ફરી શરૂ કરવામાં આવે છે એ જ રીતે અહીં સ્પ્રીન્ગબોર્ડ ક્રેશ થાય છે.
આ પણ વાંચો: ફોલ્ડેબલ ફોન પસંદ છે, સ્માર્ટફોનની લાઇફ વધારવા માટે આટલું કરો...
કેવી રીતે ક્રેશ થઈ રહ્યો છે આઇફોન?
આ ઇશ્યુ હાલમાં એપ લાઇબ્રેરીમાં થઈ રહ્યો છે. એપ લાઇબ્રેરી એટલે કે એપ્લિકેશનનું મેન્યુ પેજ છે એને સ્વાઇપ કર્યા બાદ એક-એક અલગ કેટેગરીમાં એપ્લિકેશન દેખાય છે ત્યાં ઉપર સર્ચ બાર આપેલો છે. આ સર્ચ બારમાં એપ્લિકેશનનું નામ લખીને એને સર્ચ કરી શકાય છે. જોકે આ સર્ચ બારમાં ‘’‘’:: આટલું ટાઇપ કરતાં એ ક્રેશ થઈ જશે. યુઝર પોતાના રિસ્ક પર આ ટાઇપ કરીને ચેક કરી શકે છે. જોકે આઇફોનનું સ્પ્રીન્ગબોર્ડ ક્રેશ થયા બાદ તે ફરી રીસ્ટાર્ટ થઈ જાય છે. આ કોઈ સિક્યોરિટી ઇશ્યુ નથી. તેમ જ આપમેળે નથી થતું. જોકે કેટલાક કેરેક્ટર લખવાથી એ ક્રેશ થઈ રહ્યું છે. iOS 17માં આ ઇશ્યુ આવી રહ્યો છે. તેમ જ iOS 18ના બીટા વર્ઝનમાં સ્ક્રીન થોડી સેકન્ડ માટે ફ્રીઝ થઈ રહી છે.
પહેલી વાર નથી થયું
2015માં યુઝરને ઘણી સમસ્યા પડી રહી હતી. એ સમયે એ ઇશ્યુને ઇફેક્ટિવ પાવર બગ નામ આપવામાં આવ્યું હતું. કેટલાક ચોક્કસ પ્રકારના મેસેજ રિસીવ થતાં ત્યારે મેસેજ એપ્લિકેશન ક્રેશ થઈ જતી હતી. ઘણાં આઇફોન રીબૂટ પણ થઈ રહ્યાં હતા. એ સમયે આ ઇશ્યુ ખૂબ જ મોટો હતો કારણ કે જેટલી વાર ટેક્સ્ટ મોકલવામાં આવતાં એટલી વાર આઇફોન ક્રેશ થઈ રહ્યો હતો.
આ વિશે એપલ દ્વારા હજી સુધી કોઇ કમેન્ટ આપવામાં નથી આવી.