હવે ફિંગરપ્રિન્ટ પણ અસુરક્ષિત છે? સંશોધકોએ આપી ચેતવણી

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
હવે ફિંગરપ્રિન્ટ પણ અસુરક્ષિત છે? સંશોધકોએ આપી ચેતવણી 1 - image


Recreate a person’s fingerprints from the sound while swiping a touchscreen: સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ટચસ્ક્રીન સ્વાઇપ કરતી વખતે જે અવાજ આવે છે તેનાથી તેના ફરી કેવી રીતે ફિંગરપ્રિન્ટ્સ બનાવી શકાય? તા બાબતે યુએસ અને ચીનની એક ટીમ દ્વારા એક રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ રીસર્ચમાં જણાવવામાં આવ્યું હતું કે બાયોમેટ્રિક સિક્યુરિટી સિસ્ટમ પર આ નવા હેકની અસરો થઈ શકે છે, જેનો ઉપયોગ સ્માર્ટફોનથી લઈને ડોર એક્સેસ લૉક્સ સુધીની દરેક વસ્તુમાં થાય છે.

સ્માર્ટફોનના માઇક્રોફોનનો કરવામાં આવે છે ઉપયોગ

સંશોધકોએ જણાવ્યું હતું કે હેકર્સ એ ફિંગરપ્રિન્ટનો અવાજ રેકોર્ડ કરીને  ફિંગરપ્રિન્ટ ચોરી કરવા માટે સ્માર્ટફોનમાં મળેલા માઇક્રોફોનનો ઉપયોગ કરી શકે છે. આ બાબતે સંશોધકોએ રિસર્ચ પેપરમાં જણાવ્યું હતું કે ફિંગરપ્રિન્ટ લીક થવાથી સંવેદનશીલ માહિતીની ચોરી, આર્થિક નુકસાન અને રાષ્ટ્રીય સુરક્ષાને પણ અસર થઇ શકે છે. 

ટેકનોલોજીની મદદથી વ્યક્તિની ફિંગરપ્રિન્ટ બનાવી શકાય છે 

એકોસ્ટિક સિગ્નલો દ્વારા આંગળીની પેપિલરી રેખાઓની પેટર્નનું પુનઃનિર્માણ કરવાનું કામ પ્રિન્ટલિસ્ટનર કરે છે. પ્રિન્ટલિસ્ટનરનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિના ફિંગરપ્રિન્ટનું સરળતાથી નિર્માણ કરી શકાય છે.  'પ્રિન્ટ લિસ્ટનર: અનકવરિંગ ધ વનરેબીલીટી ઓફ ફિંગરપ્રિન્ટ ઓથેન્ટીકેશન વાયા ધ ફિંગર ફ્રિકશન સાઉન્ડ' નામનું રિસર્ચ પેપરમાં યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ કોલોરાડો અને સિંઘુઆ યુનિવર્સિટી, વુહાન યુનિવર્સિટી અને હુઆઝોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીની ટીમ દ્વારા આ પદ્ધતિની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. 

આ રીતે બચી શકાય છે ફિંગરપ્રિન્ટ ક્લોનિંગથી 

ફિંગરપ્રિન્ટ ક્લોનિંગ સામે રક્ષણ મેળવવા માટે મોબાઇલ ડિવાઈસ પર વિશિષ્ટ સ્ક્રીન પ્રોટેક્ટરનો ઉપયોગ કરવો જોઈએ. ફિંગરપ્રિન્ટ્સની ચોરી થતી અટકાવવા માટેનું શ્રેષ્ઠ કાઉન્ટર-મેઝર એ છે કે આપણે સ્માર્ટફોન અને સ્ક્રીનના ઉપયોગમાં થોડો ફેરફાર કરવો જોઈએ. ઉદાહરણ તરીકે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઑડિયો અને વિડિયો કૉલ કરતી વખતે યુઝરે ફોન સ્ક્રીન પર તેમની આંગળીઓને સ્વાઇપ ન કરવાનો પ્રયાસ કરે છે. 

હવે ફિંગરપ્રિન્ટ પણ અસુરક્ષિત છે? સંશોધકોએ આપી ચેતવણી 2 - image


Google NewsGoogle News