વોટ્સએપ કોલિંગમાં નવાં ફીચર્સ

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
વોટ્સએપ કોલિંગમાં નવાં ફીચર્સ 1 - image


- Mk{ÞLke {køk yLkwMkkh, ðerzÞku fku®÷øk{kt Mkíkík Lkðe Lkðe MkwrðÄkyku W{uhkÞ Au

વીડિયો કોલિંગ આજના સમયની નવી જરૂરિયાત બની ગયું છે. આપણને ભલે એમ લાગે કે કોરોનાને કારણે વીડિયો મીટિંગ પોપ્યુલર થઈ, વાસ્તવમાં આ કન્સેપ્ટ વર્ષો જૂનો છે. છેક ૧૮મી સદીમાં ટેલિફોન શોધાયા એનાં થોડાં જ વર્ષોમાં લોકોને ફક્ત સામેના છેડા પરનો અવાજ સાંભળીને સંતોષ ન રહ્યો, એમને તો ચહેરો પણ જોવો હતો!

પરિણામે ૧૮૭૦ના ગાળામાં બેલ લેબ્સે પહેલી વાર વાયર દ્વારા ઓડિયો અને ઇમેજ બંને ટ્રાન્સમિટ કરવાનો કન્સેપ્ટ રજૂ કર્યો.

જોકે એ પછીના સમયમાં વીડિયોને ટ્રાન્સમીટ કરવા તો સહેલા બન્યા,પણ વીડિયો કોલિંગનો હેતુ પાર પાડે તેવા કેમેરા વિક્સાવવા મુશ્કેલ હતા. એ પછી, આજથી સોએક વર્ષ પહેલાં એટીએન્ડટી બેલ કંપનીએ અમેરિકાના વ્હાઇટ હાઉસમાંથી ન્યૂ યોર્કના એક ઓડિટોરિયમ વચ્ચે ટીવી કમ્યુનિકેશન શક્ય બનાવવ્યું. ત્યાર પછી ત્રણેક વર્ષ પછી ટુ-વે વીડિયો કમ્યુનિકેશન શક્ય બન્યું.

હવે તમે ઓફિસની મીટિંગ, કોચિંગના ક્લાસ કે યોગા-સંગીતના ક્લાસ ઝૂમ, મીટ, કે વોટ્સએપ પર એટેન્ડ કરો ત્યારે આ વાતો થોડી યાદ કરી લેજો!

આમ તો વોટ્સએપમાં કોલિંગની સુવિધા આપણને છેક ૨૦૧૫થી મળી ગઈ છે અને ત્યારથી કંપની તેમાં સતત ગ્રૂપ કોલ્સ, વીડિયો કોલ્સ અને ફોન ઉપરાંત ડેસ્કટોપ માટેની એપમાં પણ કોલિંગની સુવિધા મળી. હવે કંપનીએ વોટ્સએપ પર કોલિંગની સુવિધામાં હજી નવાં ફીચર્સ ઉમેર્યાં છે, જે આગામી અઠવાડિયાંઓમાં તમારા વોટ્સએપમાં પહોંચી જવાં જોઇએ. આ ફીચર્સ અન્ય વીડિયો કોલિંગ એપ્સમાં છે, પણ વોટ્સએપમાં વાત વધુ સહેલી બને છે.

સ્પીકર સ્પોટલાઇટ: ગ્રૂપ વીડિયો કોલિંગ સમયે જો ગ્રૂપમાં સભ્યોની સંખ્યા વધુ હોય તો સૌમાંથી કોણ બોલી રહ્યું છે એ જાણવું અત્યાર સુધી  થોડું મુશ્કેલ હતું. હવે એ કામ સહેલું બનશે, હવે જે વ્યક્તિ બોલી રહી હોય તેનો ચહેરો દર્શાવતી ફ્રેમ હાઇલાઇટ થશે અને એ વ્યક્તિ સ્ક્રીન પર સૌથી પહેલાં જોવા મળશે.

વીડિયો કોલમાં વધુ સભ્યો: હવે વોટ્સએપ પર વીડિયો કોલ કરો ત્યારે તેમાં એક સાથે ૩૨ લોકો જોડાઈ શકે છે.

ઓડિયો સાથે સ્ક્રીન શેરિંગ: તમે જાણતા જ હશો કે વોટ્સએપમાં આપણે અન્ય લોકો સાથે પોતાનો સ્ક્રીન શેર કરી શકીએ છીએ. હવે સ્ક્રીન શેરિંગ સમયે ઓડિયો પણ શેર કરી શકાશે, મતલબ કે હવે તમે ઇચ્છો તો ઓટીટીની જેમ વોટ્સએપ પર પણ મિત્રો સાથે ‘વોચ પાર્ટી’ ગોઠવી શકો છો.


Google NewsGoogle News