Get The App

હવે ગૂગલથી લઈને ફેસબુક સુધી દરેક પર તવાઈ: યુઝર્સના ડેટા ભારત બહાર નહીં મોકલી શકાય

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
હવે ગૂગલથી લઈને ફેસબુક સુધી દરેક પર તવાઈ: યુઝર્સના ડેટા ભારત બહાર નહીં મોકલી શકાય 1 - image


Data Protection Rules: ગૂગલથી લઈને ફેસબુક સુધી દરેક પર હવે તવાઈ આવવાની છે. યુઝર્સની સેફ્ટી માટે ભારત સરકાર દ્વારા નવા ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન નિયમ બનાવ્યા છે. આ નિયમોના આધારે હવે કોઈ પણ કંપની યુઝર્સના ડેટાને ભારતની બહાર નહીં મોકલી શકે. આ કંપનીઓમાં દરેક ટેલીકોમ કંપની, સ્ટાર્ટઅપ અને સોશિયલ મીડિયાથી લઈને દરેક એડ્સ સાથે સંકળાયેલી કંપનીઓ પણ આવી ગઈ છે. એમાં પછી ગૂગલ, ફેસબુક કે યાહૂ જ કેમ ન હોય.

ડેટા ચોરીને અટકાવવામાં આવશે

ડેટા ચોરીના કેસ સતત વધી રહ્યાં છે. ઘણી કંપનીઓ યુઝર્સની જાણ બહાર ડેટા ચોરીને અન્ય કંપનીઓને વેંચે છે. આ ડેટા ચોરીને અટકાવવા માટે સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. સોશિયલ મીડિયાથી લઈને દરેક ટેલિકોમ કંપનીઓ પર હવે સરકાર લગામ લગાવવા જઈ રહી છે. સરકારના આ નવા નિયમની અસર સ્ટાર્ટઅપથી લઈને મોટી-મોટી દરેક કંપનીઓ પર જોવા મળશે. નવા નિયમ મુજબ કોઈ પણ કંપનીએ યુઝર્સના ડેટાને ભારત બહાર મોકલવા પહેલાં સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે.

હવે ગૂગલથી લઈને ફેસબુક સુધી દરેક પર તવાઈ: યુઝર્સના ડેટા ભારત બહાર નહીં મોકલી શકાય 2 - image

ટેલિકોમ કંપની સર્વિસ ડેટા ફ્લો હેઠળ

ટેલિકોમ કંપનીઓ પાસે દરેક કસ્ટમર્સના ડેટા હોય છે. આથી આ કંપનીઓને SDF એટલે કે સર્વિસ ડેટા ફ્લો હેઠળ રાખવામાં આવ્યા છે. કોઈ પણ કસ્ટમર્સને કોઈ પણ રીતે સર્વિસ પૂરી પાડવામાં આવતી હોય તો એ શું છે એ આમાં દર્શાવવામાં આવશે. એમાં કોલ સાથે સંકળાયેલા વોઇઝના ડેટાથી લઈને વેબસાઇટથી સ્ટ્રીમિંગ ડેટા સુધીની તમામ માહિતી હોય છે.

નિયમ ઉંલ્ઘન પડશે ભારી

કોઈ પણ રીતે ડેટાના નિયમનું ઉંલ્ઘન થયું તો કંપનીઓએ એ માટે જવાબ આપવો પડશે. કોઈ પણ યુઝર્સના ડેટાની સાથે છેડછાડ કરવામાં આવ્યા તો એની જાણકારી યુઝરને આપવામાં આવવી જરૂરી છે. આ સાથે જ બેન્ક અથવા તો કોઈ અન્ય નાણાકિય કંપની સાથે જોડાયેલા હોય અને એ ડેટા પર અસર પડતી હોય તો તેમને પણ માહિતી આપવી જરૂરી છે. મોટી-મોટી કંપનીઓ અને સોશિયલ મીડિયા કંપનીઓએ હવે તેમના ડેટા ભારતમાં રાખવા પડશે. આ માટે તેમણે હવે ભારતમાં સર્વર લગાવવા પડી શકે છે. આથી સ્ટાર્ટઅપ કંપની માટે ખર્ચ વધી શકે છે.

આ પણ વાંચો: મીઠું ખાવું જ ના પડે એ માટે વિકસાવાઈ ઈલેક્ટ્રોનિક સોલ્ટ સ્પૂન, ચમચીમાંથી જ સ્વાદ મળશે

કંપનીઓ માટે ગાઇડલાઇન્સ

ડેટા ક્લેક્શનની પરમિશન લેવા માટે હવે ડિજિટલ ટોકન લેવી ફરજિયાત બનશે. આ સાથે જ જેતે કંપનીઓએ ડેટા પ્રોટેક્શન બોર્ડ સાથે રજિસ્ટ્રેશન કરાવવું પણ જરૂરી છે. આ રજિસ્ટ્રેશન માટે કંપનીની નેટવર્થ ઓછામાં ઓછી 12 કરોડ રૂપિયા હોવી જરૂરી છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટને 2023માં પરવાનગી મળી ગઈ હતી. આ નિયમ પર ફીડબેક MyGov પોર્ટલ પર 2025ની 18 ફેબ્રુઆરી સુધી આવવાની સંભાવના છે.


Google NewsGoogle News