શું બે ભાગમાં વહેંચાઈ જશે આફ્રિકા? 18 વર્ષમાં 56 કિલોમીટર લાંબી તિરાડ પડવાથી વિજ્ઞાનીઓ હેરાન
ત્રણ ટેક્ટોનિક પ્લેટો અલગ-અલગ દિશામાં જવાના કારણે વિશ્વનો એક નવો ખંડ રચાઈ રહ્યો છે
18 વર્ષમાં જમીનના આ ભાગમાં 56 કિલોમીટર લાંબી તિરાડ પડી ગઈ છે, જેની લંબાઈ અને પહોળાઈમાં સતત વધારો થઈ રહ્યો છે
New Continent in World: 18 વર્ષમાં જમીનના આ ભાગમાં 56 કિલોમીટર લાંબી તિરાડ પડી ગઈ છે. મતલબ કે દર વર્ષે સાડા ત્રણ કિલોમીટર જમીનનો ટુકડો નષ્ટ થઈ રહ્યો છે. જેની લંબાઈ અને પહોળાઈમાં સતત વધારો થઈ રહ્યો છે. જે વિશ્વના સૌથી મોટા ખંડોથી અલગ થવાનો છે. આથી એવું કહી શકાય કે એક નવા ખંડની રચના થવા જઈ રહી છે. આ વાત છે ઈથોપિયાની, જે હવે આફ્રિકાથી અલગ થઈ રહ્યું છે. 56 કિલોમીટર લાંબી તિરાડમાં હવે એક નવો મહાસાગર બનવા જઈ રહ્યો છે.
ક્લાઈમેટ ચેન્જના કારણે આ પ્રક્રિયા થઇ શકે છે ઝડપી
ત્રણ ટેક્ટોનિક પ્લેટો વચ્ચેથી વિરુદ્ધ દિશામાં ખેંચાતી હોવના કારણે આ તિરાડમાં વધારો થઇ રહ્યો છે. જેથી એવું કહી શકાય કે એ ત્રણેય પ્લેટો એકબીજાથી જુદી જુદી દિશામાં આગળ વધી રહી છે. વિજ્ઞાનીઓના મતે આ મહાસાગરને બનવામાં 50 લાખથી 1 કરોડ વર્ષનો સમય લાગી શકે છે. પરંતુ તે જરૂરી નથી, ક્લાઈમેટ ચેન્જના કારણે આ જલ્દી થઈ શકે છે.
પ્લેટો ખસવા પાછળનું કારણ સ્પષ્ટ નથી
જ્યાં આ તિરાડ પડી રહી છે, તે જગ્યા ન્યુબિયન, સોમાલી અને અરેબિયન ટેક્ટોનિક પ્લેટો વચ્ચે અસ્તિત્વ ધરાવે છે. જે અફાર પ્રદેશ તરીકે ઓળખાય છે. આ વિસ્તાર હાલ વિજ્ઞાનીઓ માટે સંશોધનનું કેન્દ્ર બન્યું છે. દુનિયાભરના વિજ્ઞાનીકો અહીં જમીનમાં તિરાડ પડવાની પ્રક્રિયા પર રિસર્ચ કરે છે. પરંતુ આફ્રિકાનો આ ભાગની ટેક્ટોનિક પ્લેટો ખસવા પાછળનું સ્પષ્ટ કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. પરંતુ કેટલાક લોકો માને છે કે પૂર્વ આફ્રિકાની નીચે ગરમ ખડકોમાંથી એક આવરણ ઉપર આવી રહ્યું છે.
ટેકટોનિક પ્લેટો ખસવાની ગતિ છે અલગ અલગ
જમીનના બે ટુકડા અલગ અલગ દિશામાં એકબીજાથી દુર જઈ રહ્યા છે. જેના કારણે વિશ્વનો એક નવો ખંડ રચાઈ રહ્યો છે અને લાંબી તિરાડમાં હવે એક નવો મહાસાગર બનવા જઈ રહ્યો છે. તેમજ આ ત્રણ ટેકટોનિક પ્લેટ એકબીજાથી અલગ અલગ ગતિએ દુર જઈ રહી છે. અરેબિયન પ્લેટ બાકી બંને પ્લેટ કરતા દર વર્ષે એક ઇંચ દુર થાય છે. ન્યુબિયન અને સોમાલી પ્લેટ્સ એકબીજાથી દર વર્ષે અડધાથી 0.2 ઇંચ દુર ખસી રહી છે.
અચાનકના આ બદલાવ આવતા ભારે નુકશાન
આ કુદરતી પ્રક્રિયાના કારણે આફ્રિકાના આ ભાગ અલગ પડવાથી જાન-માલનું ભારે નુકસાન થશે. હકીકતમાં આફ્રિકન પ્લેટ તૂટી રહી છે. એટલે કે આફ્રિકાની ભૂમિ બે અલગ-અલગ ભાગમાં વહેંચાઈ જશે. આફ્રિકાના ઈસ્ટ આફ્રિકન રિફ્ટમાં આ 56 કિલોમીટર લાંબી તિરાડ છે.
નવા ખંડમાં હશે આ દેશો
આ ઘટના દ્વારા યુગાન્ડા અને ઝામ્બિયા જેવા દેશોને દરિયાકિનારો મળશે. આનાથી આફ્રિકાના મધ્યમાં એક નવો મહાસાગર બનશે. નવા દરિયાકિનારા બનાવવામાં આવશે. તેમજ આર્થિક નુકસાન પણ થશે. એક નાનો ખંડ બનાવવામાં આવશે, જેમાં કેન્યા, ઈથોપિયા, સોમાલિયા અને તાન્ઝાનિયાના ભાગો સામેલ હશે જ્યારે તિરાડ પહોળી થશે, ત્યારે ત્યાં એક નવો મહાસાગર બનશે.