માઇક ટાયસન અને જેક પોલની બોક્સિંગ મેચને કારણે નેટફ્લિક્સ થયું ડાઉન
Netflix Down: માઇક ટાયસન અને જેક પોલની વચ્ચેની બોક્સિંગ મેચ દરમિયાન નેટફ્લિક્સ ડાઉન થયું. આ મેચ 16 નવેમ્બર, શનિવારના રોજ, અમેરિકાના આર્લિંગ્ટન સ્થિત AT&T સ્ટેડિયમમાં થઈ હતી અને નેટફ્લિક્સ પર લાઇવ પ્રસારિત કરવામાં આવી હતી. Downdetector.com દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી કે સર્વિસ બંધ થઈ ગઈ હતી.
સર્વિસ થઈ બંધ
નેટફ્લિક્સ બંધ થતાં સોશિયલ મીડિયા પર નેટફ્લિક્સ ક્રેશનો ટ્રેન્ડ જોવા મળ્યો. ઘણાં યૂઝર્સના લાઇવ સ્ટ્રીમ બંધ થઈ ગઈ હતી, તો કેટલાકની એપ્લિકેશન અથવા વેબસાઇટ ન ચાલતી રહી. અમેરિકામાં 95,324 અને ભારતમાં 1,310 લોકોએ આ સમસ્યાનું રિપોર્ટિંગ કર્યું. આ સિવાય અન્ય દેશોમાં પણ અનેક યુઝર્સે રિપોર્ટ કર્યો હતો.
મેચમાં થયો ઇશ્યુ
સૌથી વધુ યૂઝર્સને લાઇવ સ્ટ્રીમિંગમાં તકલીફ પડી. ભારતમાં 86% યૂઝર્સને લાઇવ સ્ટ્રીમિંગમાં મુશ્કેલી પડી, 8% યૂઝર્સની એપ્લિકેશન બંધ થઈ ગઈ, અને 6% યૂઝર્સની વેબસાઇટ ન ચાલતી રહી. અમેરિકામાં 88% યૂઝર્સને વીડિયો સ્ટ્રીમિંગમાં અને 11% યૂઝર્સને સર્વર કનેક્શનની સમસ્યા આવી. 1% યૂઝર્સને લોગ ઇન કરવામાં તકલીફ થઈ. માઇક ટાયસનની લાઇવ મેચ જોવા માટે ઉત્સુક યૂઝર્સ આ બગડેલી સર્વિસને કારણે નિરાશ થઈ ગયા અને સોશિયલ મીડિયા પર નેટફ્લિક્સને લગતી અનેક કમેન્ટ અને મીમ જોવા મળ્યા.
મેચનું પરિણામ
58 વર્ષના માઇક ટાયસનની આ મેચમાં હાર થઈ. 20 વર્ષ બાદ આ તેમની પહેલી મેચ હતી. તેમની કારકિર્દીમાં તેમણે 50થી વધુ મેચ જીતી છે, અને આ હાર સાથે કુલ સાત મેચ હારી છે. 2005માં કેવિન મેકબ્રાઈડ સામેની છેલ્લી મેચમાં પણ ટાયસન હારી ગયા હતા. 27 વર્ષના જેક પોલ, ટાયસન કરતા 30 વર્ષ નાના, આ MATCH જીતી ગયા. આઠ રાઉન્ડની મેચમાં, પહેલાના બે રાઉન્ડ ટાયસન જીત્યા હતા, પરંતુ ત્યાર બાદ જેક પોલ હાવી થઈ ગયા.