Get The App

ભારતમાં વેચાતા સ્માર્ટફોન માટે નાવિક જીપીએસ સિસ્ટમ

Updated: Oct 1st, 2022


Google NewsGoogle News
ભારતમાં વેચાતા સ્માર્ટફોન માટે નાવિક જીપીએસ સિસ્ટમ 1 - image


થોડાં વર્ષ પહેલાં સુધી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) આપણે માટે અજાણ્યો શબ્દ હતો, પણ સ્માર્ટફોનને પ્રતાપે આપણને તેનો પૂરો પરિચય થઈ ગયો. સેટેલાઇટથી મદદથી પૃથ્વી પર આપણું લોકેશન પિન-પોઇન્ટ કરી શકતી આ ટેકનોલોજી અમેરિકાની છે અને અત્યારે દુનિયાભરમાં સ્માર્ટફોન અને અન્ય   જરૂરિયાતો માટે તેનો જ સૌથી વધુ ઉપયોગ થાય છે. પરંતુ ભારત આ સ્થિતિ બદલવા માગે છે. કારગિલ યુદ્ધ વખતે અમેરિકાએ ભારતને જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરવા દીધો નહોતો, એમાંથી બોધપાઠ લઈ, ભારતના ઇસરોએ નાવિક (નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન) નામે, ભારતીય સેટેલાઇટ્સના આધારે કામ કરતી, પોતાની જીપીએસ સિસ્ટમ વિક્સાવી છે. ૨૦૦૬માં તેને મંજૂરી મળી ને ૨૦૧૮માં આઠ સેટેલાઇટથી સમગ્ર ભારત માટે નાવિકનો ઉપયોગ શક્ય બન્યો. હવે ભારત નાવિકનો ઉપયોગ આપણા સુધી પહોંચાડવા માગે છે. સરકાર ઇચ્છે છે કે ભારતમાં વેચાતા બધા સ્માર્ટફોનમાં નાવિક આધારિત જીપીએસ સિસ્ટમ હોય. અત્યારે તો મોટા ભાગની મોબાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની ‘નવા ચિપસેટ જોઈશે, ફોનની કિંમત ઊંચી જશે’ એવાં બહાનાં કાઢે છે, પણ સરકારનું ધાર્યું થશે તો આવતાં થોડાં વર્ષમાં આપણા ફોનમાં નાવિક આપણું માર્ગદર્શન કરવા લાગશે!


Google NewsGoogle News