Photo : બ્રહ્માંડમાં જોવા મળી 'સફેદ પરી', NASAએ શેર કરી અદભુત તસવીર
નવી દિલ્હી,તા. 27 જાન્યુઆરી 2024,શનિવાર
યુનિવર્સ એટલેકે બ્રહ્માંડ રહસ્યોથી ભરેલી જગ્યા છે,જેના વિશે જાણવા જેવું ઘણું બધું છે છે છતા જાણી શકાતું નથી અને જેટલું જાણ્યું છે તેટલું વૈજ્ઞાનિકોને હજી ન બરાબર લાગે છે. આ બાબત દર્શાવે છે કે બ્રહ્માંડ ખરેખર વિશાળ અને અકલ્પનીય છે. અહીં દરરોજ એક નવા ગ્રહની શોધ થાય છે. વૈજ્ઞાનિકો દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરોમાં ક્યારેક બ્રહ્માંડમાં પ્રકૃતિની સુંદરતા જોવા મળે છે તો ક્યારેક તેનું રાક્ષસી સ્વરૂપ પણ નજરે ચડે છે. તાજેતરમાં બહાર આવેલ તસવીરો પણ આવું જ કઈંક ચિત્ર રજૂ કરે છે.
સ્પેસ એજન્સી NASAના હબલ ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવેલી તસવીરો ચોંકાવનારી છે. આ સુંદર સફેદ દેવદૂત જેવું લાગતું ચિત્ર આપણા ઘર એટલેકે પૃથ્વીથી 2000 પ્રકાશ વર્ષ દૂર સ્થિત આકાશગંગાનું છે. તેને જોઈને વિશ્વાસ જ નહિ થાય કે, આ ફોટો રિયલ છે કે નહિ, ખરેખર આટલી સુંદર ગેલેક્સી હશે કે કેમ.
આ ફોટો શાર્પલેસ 2-106 નેબ્યુલા બતાવે છે. તારાઓનું નિર્માણ કરતો આ પ્રદેશ અવકાશમાં ઉડતા 'હિમ દેવદૂત (Snow Angle)' જેવો દેખાય છે. આ તસવીર શેર કરતી વખતે NASAએ લખ્યું છે કે, ધૂળની એક રિંગ બેલ્ટનું કામ કરી રહી છે, જે નેબ્યુલાને એક ઓવરગ્લાસના આકારમાં ભેગું કરી રહ્યું છે.
NASAની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે લખ્યું – આ તો એક પરી જેવું દેખાય છે. વિશ્વાસ નથી કરી શકતો કે આપણું બ્રહ્માંડ આટલું સુંદર છે. બીજા એક યુઝરે કહ્યું - ક્યારેક તે પરી જેવી લાગે છે તો ક્યારેક ઘડિયાળ જેવી.
અમુક દિવસ પહેલાં યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)એ પણ ઈન્સ્ટાગ્રામ પર ઊંડા અવકાશના અદ્રશ્ય અને અવિશ્વસનીય દૃશ્યો દર્શાવતી તસવીરો અને વીડિયોની એક સીરિઝ શેર કરી હતી. જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા કેપ્ચર કરાયેલા આ ફોટા, એક તારાના સુપરનોવા અવશેષો દર્શાવે છે, જેમાં કાચની જેમ વિસ્ફોટ થયો છે અને વિખેરાઈ ગયો છે.