મંગળ પર મળી એવી વસ્તુ કે વિજ્ઞાનીઓ પણ થઈ ગયા 'દંગ', નાસાએ કરી કમાલ, એલિયનના રહસ્યો ખુલશે!
NASA's Curiosity rover explores Mars : અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાના ક્યૂરિયોસિટી રોવરે મંગળ ગ્રહ પર એક મહત્ત્વપૂર્ણ શોધ કરી છે. લાલ રંગના આ ગ્રહ પર પીળા રંગના શુદ્ધ સલ્ફરના ક્રિસ્ટલ મળી આવ્યા છે. વિજ્ઞાનીઓ પર આ શોધથી દંગ રહી ગયા છે. એવું એટલા માટે કેમ કે પાણી વગર આ ક્રિસ્ટલ બનવું અત્યંત મુશ્કેલ છે. એક ખડકના ખુલ્લા ભાગની વચ્ચે આ પીળા ક્રિસ્ટલ મળી આવ્યા હતા.
વિજ્ઞાનીઓએ ગણાવી મોટી સફળતા
ક્યૂરિયોસિટીના પ્રોજેક્ટ સાયન્ટિસ્ટ અશ્વિન વાસવાડાએ કહ્યું કે અમે વિચાર્યું પણ નહોતું કે આવી કોઈ વસ્તુ અમને મળી આવશે. મને લાગે છે કે અમારા મિશનની આ સૌથી મોટી શોધ છે. 30 મેના રોજ વાસવાદા અને તેમની ટીમે રોવર દ્વારા મોકલાયેલી તસવીરોનું આકલન કર્યું હતું.
તસવીરોના આકલનથી થયો ખુલાસો
માહિતી અનુસાર વિજ્ઞાનીઓની આ ટીમે જ્યારે તસવીરોનું આકલન કર્યું હતું તેમાં દેખાયું કે પૈડાના રસ્તામાં એક ખડક વિખેરાયેલું પડ્યું છે. તેના પછી ઝૂમ કરીને જોયું તો વિજ્ઞાનીઓ પણ દંગ રહી ગયા. તેમને દેખાયું કે પીળા રંગના ક્રિસ્ટલ વિખેરાયેલા પડ્યા હતા. જ્યારે તપાસ કરી તો તે શુદ્ધ સલ્ફર હોવાની જાણકારી મળી. વાસવાદા અનુસાર સલ્ફરના ખડક સામાન્ય રીતે સુંદર, ચમકીલા અને ક્રિસ્ટલીન હોય છે.
વિજ્ઞાનીઓ શું કહે છે?
વિજ્ઞાનીઓનું કહેવું છે કે મંગળ પર સલ્ફેટ હોવું સામાન્ય વાત છે પરંતુ આ પહેલીવાર છે જ્યારે શુદ્ધ સ્વરૂપમાં સલ્ફર મળી આવ્યું છે. જ્યારે ગેડિઝ વાલિસ ચેનલમાં સલ્ફરનું મળવું વધુ આશ્ચર્યજનક છે. શક્ય છે કે તે વિસ્તારના ખડકો સલ્ફરથી ભરેલા હોય. પૃથ્વી પર પણ સલ્ફર ખૂબ જ દુર્લભ સંજોગોમાં રચાય છે. જ્વાળામુખી ફાટી નીકળવાના સ્થળે શુદ્ધ સલ્ફર મળવાની શક્યતા હોય છે. વસાવડા કહે છે કે મંગળ પર સલ્ફર શોધવું એ રણમાં પાણી શોધવા જેવું છે.
આ પણ વાંચો :- રિસર્ચમાં થયો ખુલાસો: ધરતીની ગતિ ધીમી પડી, તો શું નહીં થાય દિવસ-રાત, આ મુસીબત માટે કોણ જવાબદાર?
મંગળ પર પાણીનું રહસ્ય ખુલશે!
લાંબા સમયથી વિજ્ઞાનીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે મંગળ પર ક્યારેય જીવન હતું કે નહીં? સલ્ફરની શોધ આ દિશામાં એક મોટી શોધ સાબિત થઈ શકે છે. વાસ્તવમાં સલ્ફેટ ત્યારે બને છે જ્યારે સલ્ફર પાણીમાં અન્ય ખનિજો સાથે પ્રતિક્રિયા આપે છે અને પછી પાણીનું બાષ્પીભવન થાય છે. તેના પછી સલ્ફેટ બચે છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે આ શોધ મંગળ પરના જીવનના રહસ્યો ઉજાગર કરી શકે છે. જીવન માટે સલ્ફર પણ જરૂરી છે અને લાલ ગ્રહ પર તેની હાજરી જીવનનો સંકેત આપે છે.