Get The App

NASA હવે ચંદ્ર પર નહીં મોકલે 'રોવર', જાણો આખરે કેમ કેન્સલ કરવામાં આવ્યું આ મિશન

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
Moon Rover Mission

NASA Cancels Moon Rover Mission: અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ કહ્યું કે, પાણીની શોધ માટે ચંદ્ર પર રોવર મોકલવાના મિશન હવે રદ કરવામાં આવ્યું છે. સ્પેશ એજન્સીએ ખર્ચમાં વધારો અને લોન્ચિંગમાં વિલંબ થવાના કારણે આ નિર્ણય લીધો છે તેવું જણાવ્યું હતું. 

વધતો ખર્ચ અને મિશનમાં વિલંબ થવાના કારણે  લેવાયો નિર્ણય

સ્પેસ એજન્સીએ બુધવારે કહ્યું કે 'વાઈપર' રોવરને 'એસ્ટ્રોબોટિક ટેક્નોલોજી' દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલા લેન્ડર દ્વારા 2023ના અંત સુધીમાં લોન્ચ કરવાની યોજના હતી. પરંતુ વધારાના ટેસ્ટિંગ અને વધતો ખર્ચ અને મિશનમાં વિલંબ થતો રહ્યો, જેના કારણે અન્ય પ્રોજેક્ટ પર જોખમ વધવા લાગ્યું હતું. 

નાસાએ કહ્યું કે, રોવરનો ઉદે્શ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સંશોધન કરવાનો હતો. અને તેના પર અત્યાર સુધી આશરે 45 કરોડ ડોલરનો ખર્ચ થઈ ચુક્યો છે. સ્પેસ એજન્સીના જણાવ્યા પ્રમાણે તેની યોજના અન્ય પ્રોજેક્ટ દ્વારા ચંદ્ર પર બરફ છે કે નહીં તે વિશેનો અભ્યાસ કરવાનો હતો. એસ્ટ્રોબોટિકની હજુ પણ આવતા વર્ષના અંત સુધીમાં તેનું ગ્રિફીન મૂન લેન્ડર લોન્ચ કરવાની યોજના છે.

એપોલો-11ની 55મી એનિવર્સરી

અપોલો 11 મિશનની 55મી એનિવર્સરીના થોડા દિવસો પહેલા આ જાહેરાત કરવામાં આવી છે. એપોલો 11 એ ચંદ્ર પર પહેલો પગ મૂકનારા લોકો સાથે ઉડાન ભરી હતી. અવકાશયાનને 16 જુલાઈના રોજ ફ્લોરિડાના કેપ કેનેડીથી (હવે કેપ કેનાવેરલ), લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યાર બાગ ચાર દિવસ પછી એપોલો 11 કમાન્ડર નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્રની સપાટી પર ઉતરનારો પહેલો વ્યકિત હતો.

એપોલો 11 નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) દ્વારા સંચાલિત મૂન-લેન્ડિંગ પ્રોજેક્ટ હતો. અને આ મિશન એપોલો પ્રોગ્રામનું પરિણામ હતું. જેની શરુઆત 1960 ના દાયકામાં કરવામાં આવી હતી. 


Google NewsGoogle News