Get The App

શનિ ગ્રહના ટાઇટન મૂન પર નાસા ડ્રેગનફલાયસ્પેસ અભિયાન હાથ ધરશે

નાસાના પ્લેન્ટરી સાયન્સ જર્નલમાં પ્રકાશિત શોધપત્રમાં ડ્રેગનફલાય મિશનનો ઉલ્લેખ

ટાઇટનનું વાયુમંડળ પૃથ્વીને મળતું આવતું હોવાથી અભિયાન મહત્વનું બનશે

Updated: Aug 13th, 2021


Google NewsGoogle News


શનિ ગ્રહના ટાઇટન મૂન પર નાસા ડ્રેગનફલાયસ્પેસ અભિયાન હાથ ધરશે 1 - image

વોશિંગ્ટન,૧૩ ઓગસ્ટ,૨૦૨૧,શુક્રવાર

પૃથ્વીને મળતું આવતું વાતાવરણ ધરાવતા શની ગ્રહના મૂન ટાઇટન પર અમેરિકાની સ્પેસ એજ્ન્સી નાસા ડ્રેગન ફલાય નામનું   મિશન શરુ કરશે.સૌરમંડળના ગ્રહોમાં શનિ સૌથી વધારે ચંદ્ર એટલે કે મૂન ધરાવે છે. સૌરમંડળના ગ્રહોના મૂનમાં શનિનો ટાઇટન સૌથી જુદો પડે છે. ટાઇટન પર વાયુ મંડળ છે અને સપાટી પર જે તરલતા જોવા મળે છે તેના આધારે જળવાયુ પૃથ્વી જેવું જણાય છે. ટાઇટન પર પાણીના સ્થાને મિથેનનો વરસાદ થાય છે પરંતુ વૈજ્ઞાાનિકો ઘણા સમયથી એવું માને છે કે અહીંયા  જીવન હોવાની શકયતા રહેલી છે. ટાઇટન પરના આ અંગે સંશોધન માટે નાસાએ ડ્રેગન ફલાય અભિયાન મોકલવાનું નકકી કર્યુ છે .પ્રાપ્ત માહિતી અનુસાર ડ્રેગનફલાય અભિયાન વર્ષ ૨૦૩૦ સુધીમાં એક રોટોક્રાફટ મોકલશે જે ટાઇટનની સપાટી પર પહોંચીને અવલોકન કરશે.આ અંગે નાસાના પ્લેન્ટરી સાયન્સ જર્નલમાં  સાયન્સ ગોલ્સ એન્ડ ઓબ્જેકિટવ્સ ફોર ડ્રેગનફલાય ટાઇટન રોટોક્રાફટ રીલોકેટેબલ લેંડર નામનું શોધપત્ર પ્રકાશિત થયું છે.

શનિ ગ્રહના ટાઇટન મૂન પર નાસા ડ્રેગનફલાયસ્પેસ અભિયાન હાથ ધરશે 2 - image

 ટાઇટન પર અભિયાન હાથ ધરવા માટેના લક્ષ્યાંકોમાં રાસાયણિક જૈવ સંકતોનું સંશોધન, ટાઇટન પર રહેલું મીથેન ચક્ર,વાયુમંડળનું સંશોધન અને જીવનની શરુઆતમાં પર્વનું રાસાયણિક વિજ્ઞાાન વગેરે છે. સ્ટડીના સહ લેખક એલેકસ હેસનું કહેવું હતું કે ટાઇટન પર જે સંશોધન કરવા ઇચ્છીએ છીએ તેનું રિઝલ્ટ શું હશે એ અંગે જરાં પણ અંદાજ લગાવી શકાય તેમ નથી. ૧૩ વર્ષથી કેસિની શનિ ગ્રહને ચક્કર લગાવી રહયું છે પરંતુ ટાઇટનની સપાટી પર મીથેનવાયુ ધરાવતું વાતાવરણ હોવાથી જાણકારી મળી શકતી નથી.કેસિનીના રડારે કેટલીક આકૃતિઓ અને ઇમેજ ઝીલી છે પરંતુ ટાઇટન મૂન કેવી રીતે બન્યો છે તેની રચના અંગે જાણવા મળતું નથી. ટાઇટન પરનું વાયુમંડળનું વાતાવરણ મિથેનનું છે એના માટે પણ પહેલા દ્વીધા હતી. સપાટી પર તરલ મહાસાગર જેવી સ્થિતિ જોવા મળે છે તે મીથેન કે ઇથેન છે કે પછી બરફ જેવા કોઇ કઠણ પદાર્થ છે એવું પણ અનુમાન લગાવવામાં આવતું હતું.

શનિ ગ્રહના ટાઇટન મૂન પર નાસા ડ્રેગનફલાયસ્પેસ અભિયાન હાથ ધરશે 3 - image

વર્ષ ૨૦૦૫માં ટાઇટનની સપાટી પર હ્યયુજન્સ ડિઝાઇન કરવામાં આવ્યું હતું. જે મીથેન કે ઇથેનના મહાસાગરમાં તરી શકે તેમ હતું. ટાઇટનનું વાયુમંડળ જોતા તે સપાટી પર ઉતરી શકશે કે કેમ તેની શંકા હતી પરંતુ ડ્રેગનફલાય મિશન ટાઇટનની સપાટીની અવશ્ય ચકાસણી કરશે. ડ્રેગનફલાય ટાઇટનના કોઇ એક સ્થળે એક દિવસ સુધી રહેશે. ટાઇટનનો એક દિવસ પૃથ્વીના ૧૬ દિવસ બરાબર થાય છે. આ દરમિયાન ટાઇટનની સપાટી પર સંશોધન કરશે.ત્યાર પછી તે ઉડીને નવા સ્થળે પહોંચશે. મંગળગ્રહ પર મોકલવામાં આવેલા રોવર પણ આ રીતે જ કામ કરી રહયા છે.ટાઇટનનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના સાતમા ભાગનું છે પરંતુ વિશાળ વાયુમંડળ ચાર ગણું ઘટ્ટ છે. ટાઇટન પરનું શાંત વાયુમંડળ અને પૃથ્વી કરતા પાતળી હવા ડ્ગનફલાય મિશન માટે અનુકુળ આવે તેમ છે. 


Google NewsGoogle News