Get The App

તાજમહલથી બમણી સાઇઝનો એસ્ટરોઇડ પૃથ્વી તરફ 77,282 કિમીની ઝડપે આવી રહ્યો છે, આ ચિંતાનો વિષય છે કે નહીં તે જુઓ…

Updated: Mar 20th, 2025

GS TEAM


Google News
Google News
તાજમહલથી બમણી સાઇઝનો એસ્ટરોઇડ પૃથ્વી તરફ 77,282 કિમીની ઝડપે આવી રહ્યો છે, આ ચિંતાનો વિષય છે કે નહીં તે જુઓ… 1 - image


NASA Warn Over Astroid: નાસા દ્વારા તાજેતરમાં ચેતવણી આપવામાં આવી છે કે એક એસ્ટરોઇડ એટલે કે લઘુગ્રહ, સરળ ભાષામાં અવકાશમાં રહેલો પથ્થર પૃથ્વી તરફ ખૂબ ઝડપથી આવી રહ્યો છે. આ પથ્થરની સાઇઝ તાજમહલથી બમણી છે અને તે 77,282 કિમીની ઝડપે આગળ વધી રહ્યો છે. આ પથ્થર 540 ફૂટનો છે. આ એસ્ટરોઇડ એપોલો ગ્રૂપનો છે, જે નિઅર અર્થ ઑબ્જેક્ટ્સ કેટેગરીમાં આવે છે. ભવિષ્યમાં આ પૃથ્વી માટે સંભવિત સમસ્યા બની શકે છે. તેને નામ આપવામાં આવ્યું છે એસ્ટરોઇડ 2014 TN17.

પૃથ્વીના સૌથી નજીક ક્યારે આવશે?

એસ્ટરોઇડ 2014 TN17 પૃથ્વીના સૌથી નજીક 26 માર્ચે આવશે. એ દિવસે તે પૃથ્વીથી 50 લાખ કિલોમીટર દૂર હશે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતરના તુલનામાં આ પથ્થર પૃથ્વીથી 13 ગણું વધુ અંતરે રહેશે. જો કે, આ પથ્થર ગમે તે દિશામાં જતી રહી શકે છે, જેના કારણે તે ઝડપથી પૃથ્વી તરફ આવી શકે છે. નાસા દ્વારા તેની પર સતત નજર રાખવામાં આવી રહી છે.

એપોલો એસ્ટરોઇડ્સ શું છે અને પૃથ્વી માટે કેમ ભયજનક છે?

એપોલો એસ્ટરોઇડનો સમાવેશ નિઅર અર્થ ઑબ્જેક્ટ કેટેગરીમાં થાય છે, કારણ કે આ એસ્ટરોઇડની ઓર્બિટ પૃથ્વીની ઓર્બિટ સાથે ક્રોસ થાય છે. સામાન્ય રીતે આ એસ્ટરોઇડ તેમની ઓર્બિટમાં ફરતા હોય છે, પણ અન્ય ગ્રહોની ગ્રેવિટિ અથવા અવકાશમાં અન્ય પથ્થરો સાથેની ટક્કર તેમના માર્ગમાં બદલાવ લાવે છે. આથી એ પૃથ્વી તરફ ઝડપથી આવી શકે છે.

તાજમહલથી બમણી સાઇઝનો એસ્ટરોઇડ પૃથ્વી તરફ 77,282 કિમીની ઝડપે આવી રહ્યો છે, આ ચિંતાનો વિષય છે કે નહીં તે જુઓ… 2 - image

પૃથ્વી સાથે ટક્કર થશે તો શું થશે?

જો 540 ફૂટનો એસ્ટરોઇડ પૃથ્વી સાથે અથડાશે, તો 100થી વધુ ન્યુક્લિયર બોમ્બ જેટલી એનર્જી રિલીઝ થશે. આ પૃથ્વી પર એ વિસ્તરાને સંપૂર્ણપણે નષ્ટ કરી શકે છે. આગના તોફાન સાથે વર્ષો સુધી હવામાનમાં પરિવર્તન આવી શકે છે. 1908માં થયેલી તુન્ગુસ્કા ઘટનામાં સાઇબિરિયાના 2,000 ચોરસ કિલોમીટર વિસ્તારના જંગલ સમતલ થઈ ગયા હતા. એ એસ્ટરોઇડના કદની તુલનામાં આ ઘર્ષણ ગંભીર અસર પાડી શકે છે.

આ પણ વાંચો: મસ્કનું ગ્રોક AI: સ્માર્ટ કે વિવાદાસ્પદ?

નાસાની ચાપતી નજર

નાસાનું સેન્ટર ફોર નિઅર અર્થ ઓબ્જેક્ટ સ્ટડીઝ અને આંતરરાષ્ટ્રીય અવકાશ એજન્સી એવી તમામ એસ્ટરોઇડ્સ પર નજર રાખે છે. તે માટે ટેલિસ્કોપ્સ, રડાર સિસ્ટમ અને બીજા અવકાશ સંબંધિત સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, કેટલીકવાર આ એસ્ટરોઇડ્સ ત્યારે સ્પષ્ટ જોવા મળે છે જ્યાં સુધી તે પૃથ્વીની નજીક ન આવે.

Tags :