NASA એ અંતરિક્ષમાં ક્રિસમસ ટ્રીની તસવીર કરી ક્લિક
નવી મુંબઇ,તા. 21 ડિસેમ્બર 2023, ગુરુવાર
નાતાલનો તહેવાર નજીક આવી રહ્યો છે. આ તહેવાર 25મી ડિસેમ્બરે વિશ્વભરમાં ઉજવવામાં આવશે. આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ તહેવાર ભારત સહિત સમગ્ર વિશ્વમાં ખૂબ જ ખાસ રીતે ઉજવવામાં આવે છે. ખાસ કરીને ખ્રિસ્તી સમુદાયના લોકો આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે અને ખુશીઓ વહેંચે છે. નાતાલના દિવસે, લોકો પ્રાર્થના કરવા અને મીણબત્તીઓ પ્રગટાવવા માટે ચર્ચમાં જાય છે. ચર્ચો ઈસુ ખ્રિસ્ત વિશે જણાવે છે.
આ દરમિયાન, અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અવકાશમાં લેવામાં આવેલા ક્રિસમસ ટ્રીની તસવીર શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે.
નાસા દ્વારા શેર કરવામાં આવેલી તસવીર અવકાશમાં રહેલા તારા અને ગેસથી બનેલી છે. તે એકદમ રંગીન ક્રિસમસ ટ્રી જેવું લાગે છે. મોટી સંખ્યામાં લોકો આને શેર કરી રહ્યા છે. આ તસવીર એટલી સુંદર લાગે છે કે તે કોઈપણને મંત્રમુગ્ધ કરી દેશે.
It's beginning to look a lot like cosmos. 🎶
— NASA (@NASA) December 19, 2023
Our @ChandraXray Observatory recently spotted the blue-and-white lights that decorate the "Christmas Tree Cluster," a swarm of stars and gas some 2,500 light-years from Earth: https://t.co/VT2WaLgp77 pic.twitter.com/HrnrmxRyd7
તસવીરની શેર કરતાં નાસાએ લખ્યું કે, તે બ્રહ્માંડ જેવો દેખાવા લાગ્યો છે. લીલા રંગની અને સફેદ લાઇટો થી બનેલુ "ક્રિસમસ ટ્રી ક્લસ્ટર" નો ફોટો ક્લિક કર્યો છે. તે પૃથ્વીથી લગભગ 2,500 પ્રકાશવર્ષ દૂર તારાઓ અને વાયુઓનો સમૂહ છે.
નાતાલના દિવસે ક્રિસમસ ટ્રીનું વિશેષ મહત્વ છે. તેને અલગ અલગ રીતે શણગારવામાં આવે છે. લોકો પોતાના ઘરે ક્રિસમસ ટ્રી લાવે છે અને તેને અલગ રીતે શણગારે છે.