નાસાએ અવકાશમાં કરેલા પ્રયોગોનો એક અદ્ભુત અને સુંદર વીડિયો કર્યો શેર
નવી દિલ્હી,તા.23 ડિસેમ્બર 2023, શનિવાર
અમેરિકન સ્પેસ એજન્સી નાસા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અંતરિક્ષ સંબંધિત વિવિધ માહિતી શેર કરતી રહે છે. હવે નાસાએ વધુ એક વીડિયો શેર કર્યો છે.
NASAએ શેર કરેલાં આ વીડિયોમાં અવકાશમાં કરવામાં આવેલા પ્રયોગો બતાવ્યા છે. અંતરિક્ષ યાત્રીઓએ આ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં કર્યું છે. નાસાએ આ તમામ પ્રયોગોને એક વીડિયોમાં કમ્પાઈલ કરીને શેર કર્યા છે. જેમાં અવકાશમાં થયેલા પ્રયોગો બતાવવામાં આવ્યા છે. અંતરિક્ષ યાત્રીઓએ આ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં આ પ્રયોગો કર્યા છે.
આ વીડિયોને લેયડેન બી જોહ્ન્સન સ્પેસ સેન્ટરની ઓફિશિયલ YouTube ચેનલ પરથી શેર કરવામાં આવ્યો છે. અમેરિકાના ટેક્સાસના હ્યુસ્ટનમાં આ નાસાનું હ્યુમન સ્પેસફ્લાઇટ સેન્ટર છે.
આ પ્રયોગો દર્શાવે છે કે, અવકાશ ક્ષેત્રે માનવજાતે કેટલી સફળતા મેળવી છે. અહીંનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. આ વીડિયોમાં ફુલો અને ટામેટા ઉગતા બતાવવામાં આવી રહ્યાં છે.
ISS માં કયા એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યા?
અંતરિક્ષ એજન્સીએ યુટ્યુબ પર લખ્યું કે, 'અંતરિક્ષયાત્રી વુડી હોબર્ગ તમને અવકાશમાં કરવામાં આવેલા સાઇન્સ એક્સપેરિમેન્ટના ક્લેક્શન બતાવશે જે જોઇને તમને નવાઇ લાગશે. અવકાશયાત્રી ક્રિસ્ટીના કોચ તમને એ જણાવશે કે, નાસાનો બગીચો અવકાશમાં કેવી રીતે વિકસિત થયો છે.
આ વીડિયો એક દિવસ પહેલા શેર કરવામાં આવ્યો હતો. જ્યારથી તે પોસ્ટ કરવામાં આવ્યું છે, ઘણા લોકો તેના પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'વાહ, આ ખરેખર અદ્ભુત છે.' અન્ય એક યુઝરે કહ્યું, 'નાસા અદ્ભુત છે, અમે તમને પ્રેમ કરીએ છીએ. ચિલી તરફથી શુભેચ્છાઓ!'
નોંધનીય છે કે, વર્ષ 2023 અવકાશ સંશોધન માટે ખૂબ જ રોમાંચક રહ્યું છે. આ વર્ષે લોન્ચ કરાયેલા ઘણા મિશનોએ આપણી ખગોળશાસ્ત્રીય સમજને વધારી છે અને બ્રહ્માંડ સુધી આપણી પહોંચને વિસ્તારી છે. ખાસ કરીને, ભારત માટે, આ વર્ષ ખૂબ જ ખાસ હતું કારણ કે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ચંદ્રના દક્ષિણ ધ્રુવીય પ્રદેશ પર પ્રથમ વખત સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળ રહી હતી.